Last Update : 30-October-2012, Tuesday

 

કેન્દ્રિય ગૃહમંત્રીની સુરક્ષા માટે ગયેલા
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સ્પેશ્યલ પ્રોટેકશન યુનિટનાં ત્રણ ગાર્ડ શુશિલકુમાર શિંદેને લેવા એરપોર્ટ જતા હતા ઃ કારતૂસ કે રિક્ષાનો પત્તો નથી

મુંબઇ તા.૨૯
પોલીસો રિક્ષામાં ૨૦૦ રાઉન્ડ ભુલી ગયા બાદ પોલીસે તાત્કાલિક ઠેર ઠેર નાકાબંધી કરવા છતાં તેઓ રિક્ષા કે આ રાઉન્ડ શોધી શક્યા ન હતા.
શનિવારે સાંજે પોલીસની સ્પેશ્યલ પ્રોટેકશન યુનિટ (એસપીયુ)નાં ત્રણ ગાર્ડ કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેને લેવા એરપોર્ટ જઇ રહ્યા હતા. તેમણે તેમની પાસે શસ્ત્ર અને વધારાના રાઉન્ડ લીધા હતા જેથી કટોકટી સમયે કામ લાગે તેમણે વાંદરાથી છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રિય હવાઇમથક જવા માટે રિક્ષા પકડી હતી. બાદમાં તેઓ શિંદેની સલામતી માટે ગોઠવાઇ જવાના હતા.
સાંજે પાંચ વખતે તેઓ એરપોર્ટ પહોંચ્યા હતા પરંતુ ૨૦૦ રાઉન્ડ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. તેમને આ બાબતનું ભાન થતા જ રિક્ષાને શોધવા લાગી ગયા હતા. તેમણે ટેક્સી અને રિક્ષા સ્ટેન્ડનાં તમામ વાહનો ચકાસી જોયા હતા. પરંતુ જેમાં કારતુસ ભૂલી ગયા હતા તે રિક્ષાનો પત્તો લાગ્યો ન હતો.
તેમણે આ અંગે તેમના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. તેમણે એરપોર્ટ પોલીસને માહિતી હતી જેને પગલે પોલીસે સઘન તપાસ આદરી હતી. જોકે આ શોધખોળ દરમિયાન તેઓ શું શોધી રહ્યા છે તે બાબત ખાનગી રાખી હતી.
પોલીસે શહેરનાં વિવિધ ઠેકાણા પર વધારાની નાકાબંધી કરીને અહીંથી પસાર થતી તમામ રિક્ષાઓની ચકાસણી કરી હતી. તે સિવાય તમામ પોલીસ સ્ટેશનોને સતર્ક કરી દેવાયા હતા.
સ્પેશ્યલ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અને વીવીઆઇપી સિક્યુરિટીનાં વડા પરમવીર સિંહે આ બનાવ બાબતે સમર્થન આપતા કહ્યું હતું કે 'અમે આ સંદર્ભે તપાસ કરી રહ્યા છીએ અને જવાબદાર અધિકારીઓ વિરૃદ્ધ પગલા લેવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુમ થયેલી કારતૂસો ૯ એમએમની પિસ્તોલ અને કાર્બાઇનની હતી. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વીવીઆઇપીઓની સુરક્ષા માટે ગયા વર્ષે એસપીયુની રચના કરવામાં આવી હતી અને તેના યુનિટ મુંબઇ, પુણે અને નાગપુરમાં છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved