Last Update : 30-October-2012, Tuesday

 

મનમોહનની ટીમમાં ઉમેરાયેલા
નવા મંત્રીઓ રહેમાન ખાન અને અધીર ચૌધરી પર ગંભીર આરોપો

રહેમાન ખાન પર કર્ણાટકના વકફ બોર્ડ કૌભાંડનો આરોપ ઃ ચૌધરી હત્યાના કેસમાં જામીન પર

નવી દિલ્હી, તા. ૨૯
ટુ જી અને કોલસા કૌભાંડને કારણે યુપીએ સરકાર વિવિધ આક્ષેપોનો સામનો કરી રહી છે. ગઇકાલે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર કરી સરકારે પોતાની છબીમાં સુધારો કરવાના પ્રયત્નો કર્યા હતાં. જો કે પ્રધાનોેની નવી ટીમ સામે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં સામેલ સલમાન ખુરશીદ, કે. રહેમાન ખાન અને અધીર રંજન ચૌધરી સામે ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને હાલમાં તેમની સામે તપાસ ચાલી રહી છે.
ગઇકાલે મંત્રીમંડળનાં ફેરફારમાં સલમાન ખુરશીદને કાયદા પ્રધાનમાંથી વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં તેમના દ્વારા વિકલાંગો માટે ચલાવવામાં આવતા બિન સરકારી સંગઠન સામે નાણાકીય ગેરરીતિ આચરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.
ગઇકાલે લઘુમતિ બાબતોના પ્રધાન બનેલા કે. રહેમાન ખાન પણ સ્વચ્છ છબી ધરાવતા નથી. કર્ણાટક વકફ બોર્ડના કૌભાંડમાં તેમની સંડોવણી છે. ૨ લાખ કરોડ રૃપિયાના આ કૌભાંડમાં વકફની સંપત્તિનોે દૂરપયોગ અને અતિક્રમણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કર્ણાટક રાજયનાં લઘુમતિ પંચ દ્વારા ગુલબર્ગા, બેગ્લોર શહેરી વિસ્તાર, બેંગ્લોર ગ્રામીણ વિસ્તાર , કોપ્પલ સહિતના વિવિધ ક્ષેત્રોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં વકફ બોર્ડની ઘણી અનિયમિતતાઓ સામે આવી હતી.
આ ઉપરાંત બેંગ્લોરમાં આવેલ અમાનત કો-ઓપરેટિવ બેંકનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ખાન પણ હતા. ખાન સહિતનાં સભ્યો પર બેંકમાંથી ૧૦૨ કરોડ રૃપિયા કાઢી લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે તપાસમાં ખાનને કલીનચિટ આપી દેવામાં હતી અને હાલમાં ખાનનાં નેતૃત્વવાળી ટીમ દ્વારા જ બેંક ચલાવવામાં આવી રહી છે.
રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન બનાવવામાં આવેલા અધીર રંજન ચૌધરી ૨૦૦૫માં મુર્શિદાબાદમાં થયેલ રેસ્ટોરન્ટનાં બે માલિકોની હત્યામાં સંડોવાયેલા હતાં. જો કે ૨૦૦૭માં તેમને આ કેસમાં કલીનચિટ આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત બર્દવાનમાં ગ્રામ પંચાયતના નેતાની હત્યામાં કેસમાં તેમની સંડોવણી હતી. હાલમાં તેમને આ કેસમાં જામીન મળી ગયા છે. રાજકારણમાં જોડાતા પહેલા વિવિધ ક્રિમિનિલ કેસો માટે તે જેલની સજા ભોગવી ચુક્યા છે. તેમણે ૨૦૦૬ની વિધાનસભાની ચૂંટણી જેલમાંથી જ લડી હતી. જો કે હવે ચૌધરી જણાવે છે કે જો તેમની વિરુદ્ધના ક્રિમિનલ કેસો સાબિત થઇ જશે તો તે રાજીનામુ આપી દેશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved