Last Update : 30-October-2012, Tuesday

 

હોદો સંભાળ્યાના એક દિવસ પછી ઉતારુ ભાડામાં વધારાનો નવા રેલવે પ્રધાન બંસલનો સંકેત

સેવા સુધારવા માટે ભાડામાં વધારો કરી શકાય છેઃ પવન કુમાર બંસલ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૯
કેન્દ્રીય પ્રધાનમંડળની પુનર્રચનાના એક દિવસ પછી જ સામાન્ય માણસે રેલવેમાં ઉતારૃ ભાડાનો બોજનો સામનો કરવો પડશે તેવા સ્પષ્ટ સંકેતો સરકાર તરફથી સાંપડયા છે. નવા રેલવે પ્રધાન પવન કુમાર બંસલે રેલવેની સેવાની ગુણવત્તા સુધારવા માટ ઉતારૃ ભાડામાં વધારાની વાત કરી છે.
ભવિષ્યમાં ઉતારુ ભાડામાં વધારો કરવામાં આવશે કે કેમ તેવા સવાલના જવાબમાં બંસલે કહ્યું હતું કે 'માત્ર ભાડું વધારવા ખાતર ભાડું વધારવામાં નહિ આવે. જો આવું કોઇ પગલું ભરવામાં આવશે તો તે મુસાફરોને સારી સેવા આપવા માટે હશે. સેવાની ગુણવત્તા સુધારવાની સાથે ભાડુ વધારવામાં આવશે.'
હાલમાં રેલવે નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે અને હાલના ઘણાં પ્રોજેક્ટો માટે ફાળવવામાં આવેલાં ભંડોળમાં કાપ મુકવામાં આવી રહ્યો છે. આમ ભાડા વધારાના પગલાની જરૃરિયાતને વાજબી ઠેરવતાં રેલવે પ્રધાને કહ્યું હતું કે અમારે એ ધ્યાન રાખવાની જરૃર છે કે રેલવેનું વિશાળ માળખું ભાંગી ન પડે અને તેની કામગીરી અટકી ન પડે. આથી આપણે ભાડું વધારવું પડશે અને લોકોને એ ખાતરી આપવામાં આવશે કે જો ભાડું વધારવામાં આવે તો તેને પણ લોકો વધાવી લે કેમ કે અમે તેની સાથે સાથે સેવાની ગુણવત્તામાં સુધારો કરીશ.
જોકે તેઓ ઉતારૃ ભાડાના સંભવિત વધારાની વિગતોમાં જવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં હમણાં જ ચાર્જ લીધો છે અને પછી હું તે અંગે વિસ્તૃત ચર્ચા કરીશ. તેમની સાથે રેલવેનો રાજ્યકક્ષાનો હવાલો સંભાળતાં અધીર કુમાર ચૌધરીએ ઉતારુ ભાડામાં વધારાની તરફેણ કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનર્જીના ટીકાકાર તરીકે મનાતાં ચૌધરીએ કહ્યું હતું કે 'દરેક ક્ષેત્રે ભાવમાં વધારો થઇ રહ્યો છે. તો રેલવેમાં કેમ નહિ ? સામાન્ય માણસ તેનો વિરોધ નહિ કરે. જોકે તેની સાથે સાથે સેવા પણ સારી હોવી જોઇએ.'
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે 'છેલ્લાં કેટલાક વર્ષોમાં રેલ સેવાની સ્થિતિ કથળી છે. તેની સેવા, સલામતી અને સુરક્ષાના મામલે ઘણી ફરિયાદો થઇ રહી છે. જે રેલવે માટે ચિંતાની બાબત છે અને મને લાગે છે કે આ ક્ષેત્રો પર ધ્યાન આપવાની જરૃર છે.'
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મુદે બંસલે કહ્યું હતું કે આપણે ડીએફસી પર ઝડપથી કામ કરવું પડશે કેમ કે તેનાથી લોકોને લાભ થશે. રેલવે દેશના તમામ પ્રાંતોને તેમના બાકી લેણાં ચુકવશે. યોગ્ય લોકોને રિઝર્વેશનની ટિકિટો મેળવવામાં અસુવિધા ન રહે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિઝર્વેશન સિસ્ટમ સુધારવામાં આવશે. ટ્રેનો સમયબદ્ધ રીતે ચાલે તેના પર પણ ધ્યાન આપવાની જરૃર છે. સફાઇ પણ રેલવે માટે એક મહત્વનો મુદો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved