Last Update : 30-October-2012, Tuesday

 

ફરી મંત્રી બનાવતાં શશિ થરૃર પર મોદીનો પ્રહાર
તમે ક્યારેય રૃ. ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ વિશે સાંભળ્યું છે?ઃ મોદી

હિમાચલમાં ચૂંટણી પ્રચારઃ સોનિયાને રસોડું ચલાવતાં આવડતું હોત તો બાટલા મોંઘા ન કરત

(પી.ટી.આઇ.) મંડી (હિમાચલ પ્રદેશ), તા. ૨૯
હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આજે સોળે કળાએ ખીલ્યા હતા અને તેમણે વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને તાજેતરમાં કેબિનેટમાં રિ-એન્ટ્રી કરનાર શશિ થરૃરની વિવાદાસ્પદ અને વ્યંગ્યાત્મક નિવેદનો કરીને આકરી ટીકા કરી છે.
મોદીએ આજે કરેલી ટીકાને વ્યક્તિગત સ્વરૃપ આપી દેતાં વિવાદ સર્જાય તેવી શક્યતા છે. યુપીએ સરકાર ભ્રષ્ટાચારોનો જેમના પર આરોપ છે તેવા લોકોને પ્રમોટ કરીને લોકો સામે તેની છબિ વધુ ખરડાવી છે તેવો આક્ષેપ નરેન્દ્ર મોદીએ કર્યો છે. માનવસંશાધન વિકાસ મંત્રાલયમાં રાજયકક્ષાનો હવાલો સંભાળનાર શશિ થરૃરની પત્ની સુનંદા થરૃરનો દેખીતીરીતે ઉલ્લેખ કરીને મોદીએ તેમને 'રૃ. ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ' તરીકે ઉલ્લેખ કરીને વિવાદનો મધપૂડો છેડયો છે.
હાલમાં ચીજવસ્તુઓના ભાવ વધારા અને ફુગાવા અંગે વડાપ્રધાનની કથિત ચુપકીદીનો ઉલ્લેખ કરીને તેમને મોદીએ 'મૌન' મોહન સિંહનું નામ આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે મૌન મોહન સિંહે ગઇકાલે જ હિમાચલ પ્રદેશમાં તેમનું મૌન તૌડયું હતું. તેમણે ભાવવધારા સહિતના મુદાઓ પર બોલવા જોઇએ. તેઓ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ગરીબો વિશે વિચારે તો પોતે ખુશ થશે.
સોનિયા ગાંધી પર સીધીરીતે વ્યક્તિગત પ્રહારો કરતાં મોદીએ કહ્યું હતું કે તેઓ (સોનિયા)ને રસોડું ચલાવતાં નથી આવડતું. જો તે આવડતું હોત તો રાંધણ ગેસના સિલિન્ડરો પર મર્યાદા ન લાદી હોત. હવે રસોડું ચલાવતી ભારતીય મહિલાઓને મુશ્કેલી પડી રહી છે.
મોદીએ આજે કોંગ્રેસના અનેક નેતાઓને નિશાન બનાવ્યા હતા. શશિ થરૃરની પત્ની સુનંદા પુષ્કરને તેમણે 'રૃ. ૫૦ કરોડ'ની ગર્લફ્રેન્ડ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં એક નેતા છે કે જે સંસદમાં પ્રધાન હતા. તેમની સામે ક્રિકેટમાંથી સંપત્તિ એકત્ર કરવાનો આરોપ છે. તેમણે સંસદમાં કહ્યું હતું કે તેઓ રૃ. ૫૦ કરોડ હોય તેવી કોઇ મહિલા સાથે સંકળાયેલા નથી. શું તમે ક્યારેય રૃ. ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ અંગે સાંભળ્યું છેં?
વિદેશ પ્રધાન બનાવવામાં આવેલાં સલમાન ખુર્શીદ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ભ્રષ્ટ રાજકારણીને પ્રમોશન આપ્યું છે. તાજેતરમાં જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે તે સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે 'હવે, હું પ્રસન્ન વ્યક્તિ છું. મારે કોના માટે લૂટ ચલાવવાની. મારી પાસે જમાઇ નથી. મારા મિત્રો હવે તમારે પણ જમાઇઓથી સાવધાન રહેવાની જરૃર છે. જમાઇઓની સંસ્થા ટૂંકમાં જ બ્લેકલિસ્ટ થઇ જવાની છે.'
હિમાચલ પ્રદેશમાં ચોથી નવેમ્બરે મતદાન થશે. અને મતગણતરી ૨૦ ડિસેમ્બરે યોજાશે. વિધાનસભાની ૬૮ બેઠકો ધરાવતા હિમાચલમાં હાલમાં ભાજપની સરકાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે મોદીએ વડાપ્રધાનની વ્યંગ્યાત્મક ટીકા કરી છે. તાજેતરમાં જ બ્રિટિશ સરકારે ગુજરાત સાથેના ૧૦ વર્ષના બહિષ્કારને નાબૂદ કર્યા બાદ મોદી બોલ્યા હતા કે વડાપ્રધાનને ભલે ન દેખાય પણ બ્રિટનને તેમના રાજ્યમાં વેલ્યૂ દેખાય છે. વડાપ્રધાન આ દેશની સમસ્યાઓનો ઉકેલ શોધી શકતા નથી કેમ કે તેઓ પોતે શું કરી રહ્યા છે તેમાં વિશ્વાસ જ નથી કરતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved