Last Update : 30-October-2012, Tuesday

 

દસ લાખ લોકોનું સ્થળાંતર, તંત્ર સ્ટેન્ડ ટુ
અમેરિકા સામે સદીનું સૌથી વિનાશક વાવાઝોડું 'સેન્ડી' ત્રાટકવાનો ખતરો

અનેક રાજ્યોમાં કટોકટીઃ ૭,૫૦૦ ફ્લાઇટો રદઃ ઓહિયોમાં હિમવર્ષાઃ ઓફિસો- સ્કૂલો બંધ

ન્યૂયોર્ક, તા. ૨૯
'સેન્ડી' નામનું વિનાશક વાવાઝોડું હવે વધુ પ્રમાણમાં વસતિ ધરાવતાં અમેરિકાના પૂર્વી કાંઠે ત્રાટકવા જઇ રહ્યું છે. સદીના સૌથી વધુ વિનાશક મનાતા આ વાવાઝોડાના વિનાશથી બચવા સરકારી તંત્ર કામે લાગી ગયું છે અને હવામાનશાસ્ત્રીઓએ એવી ચેતવણી આપી છે કે આ વાવાઝોડાની અસરથી ન્યૂ યોર્ક પણ બચી નહિ શકે. પ્રમુખ ઓબામાએ ઇમર્જન્સી જાહેર કરી છે. આ વાવાઝોડાની અસર અમેરિકાના પાંચ કરોડ લોકોને થઇ શકે છે.
આ વાવાઝોડાની અસરથી બચવા માટે આજે પૂર્વી કાંઠે સ્કૂલો, ટ્રાંઝિટ સિસ્ટમ અને નાણાકીય બજારો બંધ રહ્યા હતા. વિમાનોના ૭,૦૦૦થી વધુ ઉડ્ડયનો રદ કરવામાં આવ્યા હતા. દરિયાકાંઠના આશરે ૧૦ લાખથી વધુ રહેવાસીઓને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. આ વાવાઝોડામાં ભારે વરસાદ અને આંધી હોવાને કારણે તેની અસરથી બચવા માટે તમામ સંભવિત તૈયારી કરી લેવામાં આવી છે. આ તોફાનને કારણે દરિયામાં ૧૧ ફુટ સુધીના મોજા ઉછળી શકે છે.
હાલમાં આ વાવાઝોડું અંદાજિત ગતિએ આગળ વધી રહ્યું છે. તે વૉશિંગ્ટન, બાલ્ટિમોર, ફિલાડેલ્ફિયા અને ન્યૂ યોર્કમાં ત્રાટકી શકે છે. હવામાનના અન્ય બે સિસ્ટમ સાથે તે અથડાવાની સંભાવના હોઇ તે વધુ વિનાશક સ્વરૃપ લઇ શકે છે અને પશ્ચિમ કાંઠાથી ગ્રેટ લેક્સ રિજનના આશરે ૮૦૦ માઇલ્સ (૧૩૦૦ કિલોમીટર) સુધીના વિસ્તારમાં તે ત્રાટકી શકે છે.
ભારે આંધી સાથે પૂરની સંભાવનાને પગલે ટ્રાંસપોર્ટ સિસ્ટમ ખોરવાઇ જવાની શક્યતાને ધ્યાનમાં રાખી મોટાભાગના લોકોએ ઘરમાં જ રોકાઇ રહેવાનું મુનાસિબ માન્યું હતું. સબવે, બસો અને ટ્રેનો બંધ રહી હતી. વિમાની મથકો પણ બંધ રહ્યા હતા. સત્તાવાળાઓએ ચેતવણી આપી હતી કે લોકોને સલામત સ્થળે ખસેડવાનો સમય પૂરો થઇ ગયો છે. વીજળી ફેઇલ થવાની સંભાવનાને લીધે તમામ વીજળી મથકોમાં વધુ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે.
ન્યૂ જર્સીમાં વાવાઝોડાના વિનાશની શક્યતા સૌથી વધુ દેખાય છે. પૂર્ણિમા હોવાથી તેની અસર પણ આના પર પડશે અને તેનાથી સ્વરૃપ વધુ રૌદ્ર થઇ શકે છે. આમ બે કરોડ જેવા લોકો આ વિસ્તારમાંથી વાવાઝોડાના ખતરા હેઠળ છે. નેશનલ ઓસિએનિક એન્ડ એટમોસફેરિક એડિમિનિસ્ટ્રેશનના એન્વિરોન્મેન્ટલ પ્રિડેક્શનના વડા લુઇસ ઉક્કેલિનીએ જણાવ્યું હતું કે આ અત્યારસુધીની સૌથી ખરાબ સ્થિતિ છે.
રવિવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ શરૃ થઇ જતાં વાવાઝોડાની અસર શરૃ થઇ ગઇ હતી. મેરીલેન્ડથી કનેક્ટિકટમાં રહેતાં લોકોને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેનહટ્ટન અને ન્યૂ યોર્ક સિટીમાંથી પણ લોકોને સલામત સ્થળે જવાની સૂચના અપાઇ હતી.
તેની વિનાશકતાની સંભાવના હૃદય કંપાવે તેવી છે. વાવાઝોડા પછીની તેની અસર અંગે એક નાગરિકનું કહેવું છે કે મને તો શેરીઓમાં લોકો પેટ્રોલ અને ખોરાક માટે લડતાં દેખાઇ રહ્યા છે.
પ્રમુખ બરાક ઓબામાએ મેસેચ્યુએટ્સ, કન્નેક્ટિકટ, રહોડ આઇસલેન્ડ, ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી અને પેન્નસિલવિનિયામાં ઇમર્જન્સી જાહેર કરી છે. સત્તાવાળાઓને તો વાવાઝોડા ત્રાટકે તે પહેલાં જ તેની અસરથી બચવા માટેના કામો શરૃ કરી દેવાની સત્તા આપી દીધી છે. તેમણે વચન આપ્યું છે કે સરકાર વાવાઝોડા પછી પૂરી તાકાતથી ઝડપી પ્રતિસાદ આપશે.

'ગવર્નરો અને મેયરોને મારો સંદેશ છે કે તેમને જે જોઇએ છે તે હાજર મળશે. આ તબક્કે અમલદારશાહીમાંથી બહાર આવવાની જરૃર છે. નિયમો સામે ઝુંકવાની કે તેને કારણે હાથ બાંધી રાખવાની જરૃર નથી.'
-બરાક ઓબામા, અમેરિકી પ્રમુખ
અમેરિકાના મોટાભાગના નાણાં બજારો બંધ રહ્યા
'સેન્ડી' વાવાઝોડાની વિનાશકતાની સંભાવનાનો ખ્યાલ એના પરથી જ લગાવી શકાય છે કે આજે અમેરિકાના મોટાભાગના નાણાકીય બજારો બંધ રહ્યા હતા. જેમાં ન્યૂ યોર્ક સ્ટૉક એક્સચેન્જ, નાસ્ડેક અને શિકાગોના સીએમઇ ગૂ્રપનો સમાવેશ થાય છે. આ તમામ બજારો રજાના દિવસો સિવાય ભાગ્યે જ બંધ રહે છે. ન્યૂ યોર્ક સ્ટૉક એક્સચેન્જ અગાઉ હરિકેન ગ્લોરિયાને કારણે અગાઉ તે ૨૭ સપ્ટેમ્બર, ૧૯૮૫એ બંધ રહ્યું હતું. યુનાઇટેડ નેશન્સે પણ તેના ન્યૂ યોર્ક ખાતેના વડામથકોએ તમામ મીટિગ્સ રદ કરી હતી. ન્યૂ યોર્કમાં સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરતાં ૧૧ લાખ જેટલાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા ન હતા.
'સેન્ડી ' વાવાઝોડા વિશે
આ વાવાઝોડાએ કેરેબિયન સમુદ્દ કાંઠેથી તેની શરૃઆત કરી હતી. અહીંના ટાપુઓને ઘમરોળીને ૬૫ જેટલાં લોકોને મોતના મુખમાં નાખી તેણે આગળનો પ્રવાસશરૃ કર્યો છે. કિલોમીટરદીઠ ૧૩૬ કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું હાલમાં આગળ વધી રહ્યું છે. તે હવે પશ્ચિમ તરફથી આવી રહેલી ઠંડી આંધી સાથે ટકરાય તેવી સંભાવના છે. પછી પેન્નસિલવેનિયા અને ન્યૂ યોર્ક સ્ટેટ તરફ જતાં તેની વિનાશકતા વધી શકે છે.
હવામાનશાસ્ત્રીઓની આગાહી
આ કોમ્બિનેશનને કારણે ઠેરઠેર ભારે વરસાદ પડી શકે છે. અનેક વિસ્તારોમાં ભારે આંધી ખાનાખરાબી સર્જી શકે છે. આંધીને કારણે મોટાપાયે વીજ કટોકટી સર્જાશે અને તે દિવસો સુધી ચાલશે. એ ઉપરાંત તેના કારણે કેન્ટુકી, નોર્થ કેરોલિના અને વેસ્ટ વિર્જિનિયામાં બે ફુટ જેટલા બરફ જામી શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved