Last Update : 30-October-2012, Tuesday

 

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

ખાનગી એરપોર્ટ ઓપરેટર્સને અઠવાડિયે રૃ. ૨૦-૨૫ કરોડના નુકસાનની સંભાવના

અમદાવાદ, સોમવાર
કિંગફિશર એરલાઇન્સની ફ્લાઇટો રદ થવાને કારણે દિલ્હી હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના જીએમઆર અને મુંબઇ અને બોંગ્લોના ખાનગી ઓપરેટર જીવીકે જેવા ખાનગી એરપોર્ટ ઓપરેટર્સને અસર પડશે. કિંગફિશરે ફ્લાઇટો પાછી ખેંચી લેવાને કારણે ખાનગી એરપોર્ટ ઓપરેટર્સને અઠવાડિયે લગભગ ૨૦થી ૨૫ કરોડનું નુકસાન જશે એમ એરપોર્ટ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે.
આ ઉપરાંત લેન્ડિંગ અને પાકિંગના ચાર્જિસની આવકમાં પણ નુકસાન જશે. બેંગ્લોરમાં કિંગફિશરનું મુખ્ય મથક હોવાને કારણે બેંગલોર એરપોર્ટને આવકમાં વધારે નુકસાન જશે. જુલાઇ-૨૦૧૪માં કિંગફિશરની ૯૫ ફ્લાઇટો ચાલુ હતી તે આજે ઘટીને ૧૪ પર આવી ગઇ છે.
બેંગ્લોર એરપોર્ટના સૂત્રોનું કહેવું છે કે, ૪૦થી ૫૦ટક નુકસાન અન્ય એરલાઇન્સની ફ્લાઇટ વધવાને કારણે સરભર થયું છે. પરંતુ બેંગ્લોર ખાતે બિઝનેસ ટ્રાવેલર્સની સંખ્યા ૮૦ ટકા હોવાથી આર્થિક મંદી અને વીમાનભાડાં વધવાને કારણે તેમાં મોટો ફટકો પડયો છે.
દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદના એરપોર્ટમાં પણ આવકમાં ઘટાડો થયો છે. મુંબઇ એરપોર્ટથી ઓક્ટોબર-૨૦૧૧ સુધી કિંગફિશરની ૫૦ ફ્લાઇટનું ડિપાર્ચર હતું તે ઘટીને ૧૬નું થઇ ગયું છે. એ જ રીતે દિલ્હી એરપોર્ટ ખાતે કિંગફિશરની ફ્લાઇટની ડિપાર્ચરની સંખ્યા ૨૪થી ઘટીને ૧૮ થઇ ગઇ છે. જુલાઇ મહીનાથી હૈદરાબાદ એરપોર્ટ ખાતે કિંગફિશરની ફ્લાઇટોની ઉડાન બંધ થઇ ગઇ છે.
૨૦૧૧-૧૨માં દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેની આવક રૃ. ૧૪૯૩ કરોડ અને હૈદરાબાદની રૃ. ૫૯૯ કરોડ હતી. આ ગાળામાં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની આવક રૃ.૧૩૦૮.૫૩ કરોડ અને બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટની આવક રૃ. ૬૦૮.૫૮ કરોડ હતી. વિજય માલ્યાની કંપનીની આખા દેશના એરપોર્ટમાઁથી ૨૯૩૦ ડિપાર્ચર થતા હતાં. આમાંના ૭૦ ટકા મેટ્રો શહેરોના એરપોર્ટ પરથી થતા હતાં. એર ઇન્ડિયા, એલાયન્સ એર, જેટ એરવેઝ, જેટલાઇટ પણ ફ્લાઇટના ઉડ્ડયનોની સંખ્યા ઘટાડી છે. કર્મચારીઓની હડતાળના કારણે પહેલી ઓક્ટોબરથી કિંગફિશરની એક પણ ફ્લાઇટ ઊડી નથી. આ સંજોગોમાં ખાનગી એરપોર્ટ ઓપરેટર્સના ભાવિ અંદાજો પાર પડી શકે એમ લાગતું નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved