Last Update : 30-October-2012, Tuesday

 

કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૧૯૧ પોઈન્ટ તૂટયોઃ સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આજે ધિરાણ નીતિ સમીક્ષા પૂર્વે અનિશ્ચિતતા વચ્ચે
નબળા પરિણામોએ પીએસયુ બેંક, પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલીઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં પ્રોફીટ બુકીંગ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
યુપીએ સરકારના પ્રધાનમંડળમાં રવિવારે થયેલા મોટા ફેરફારોમાં અનુભવી નેતાઓને મહત્ત્વની જવાબદારી સોંપવા સાથે યુવા નેતાઓનું નેતૃત્વ પણ મજબૂત કરવાની દિશામાં નિર્ણયો લેવાતા અને નાણાપ્રધાન પી. ચિદમ્બરમે વર્ષ ૨૦૧૭ સુધીમાં રાજકોષીય ખાધ ઘટાડી જીડીપીના ત્રણ ટકા સુધી લઈ જવાના લક્ષ્ય સાથે રાજકોષીય કોન્સોલિડેશનની પાંચ વર્ષ માટેની માર્ગરેખા નક્કી કરતા અને ગત સપ્તાહના અંતે આઈસીઆઈસીઆઈ બેંકના પ્રોત્સાહક પરિણામે મુંબઈ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત મજબૂતીએ થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓઈલ ખાતાના પ્રધાન જયપાલ રેડ્ડીના સ્થાને વિરપ્પા મોઈલી નવા પ્રધાન બનતા લેવાલીના આર્કષણ સાથે ઓટો શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ, સિપ્લામાં લેવાલીએ સેન્સેક્ષ આગળ બંધ ૧૮૬૨૫.૩૪ સામે ૧૮૬૫૬ મથાળે ખુલી શરૃઆતમાં જ ૧૧૮.૦૭ પોઈન્ટની તેજીએ ઉપરમાં ૧૮૭૪૩.૪૧ સુધી પહોંચ્યો હતો. પરંતુ પાવર- કેપિટલ ગુડઝ જાયન્ટ ભેલનો બીજા ત્રિમાસિકનો નેટ નફો ૧૦ ટકા ઘટીને આવતા ભેલ, લાર્સન, એનટીપીસી સહિત પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી નીકળતા અને સ્ટરલાઈટ, ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનીલીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ, મારૃતી સુઝુકી સહિતમાં વેચવાલી અને એશીયાના મોટાભાગના દેશોના બજારોમાં નરમાઈ સાથે યુરોપના બજારો પણ એક વાગ્યા બાદ ખુલી ઝડપી ઘટી આવતા વેચવાલી વધતી જોવાઈ સેન્સેક્ષનો સુધારો સંપૂર્ણ ધોવાઈ જઈ એક સમયે વધ્યા મથાળેથી ૧૭૧.૩૯ પોઈન્ટ અને આગલા બંધથી ૫૩.૩૨ પોઈન્ટ ઘટી આવી નીચામાં ૧૮૫૭૨.૦૨ સુધી આવી ગયો હતો. જે ઘટયા લેવલે વિપ્રોને કંપનીના બીજા ત્રિમાસિકના પરિણામ પૂર્વે ક્રેડિટ સૂઈસ દ્વારા 'ન્યુરૃલ'માંથી અપગ્રેડ કરી આઉટપર્ફોમ કરી શેરનો ભાવ લક્ષ્યાંક રૃ.૩૮૫થી વધારી રૃ.૪૧૫ કરતાં શેરમાં લેવાલી સાથે ડો. રેડ્ડીઝ લેબ, ભારતી એરટેલ, આઈટીસી, ટાટા સ્ટીલ, ટાટા પાવર વધી આવતા સેન્સેક્ષ છેલ્લા અડધા કલાકમાં નેગેટીવમાંથી પોઝિટીવ ઝોનમાં આવી જઈ અંતે ૧૦.૪૮ પોઈન્ટ વધીને ૧૮૬૩૫.૮૨ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૫૭૦૦ કુદાવવા નિષ્ફળઃ ૫૬૯૮ થઈ નીચામાં ૫૬૪૫ સુધી જઈ ૫૬૬૫
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૬૬૪.૩૦ સામે ૫૬૬૫.૨૦ ખુલી શરૃઆતમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ, સિપ્લા, ટાટા પાવર, આઈટીસી, પીએનબી, વિપ્રો, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટોની મજબૂતીએ ઉપરમાં ૫૬૯૮૩૦ સુધી પહોંચ્યો હતો. પરંતુ વધ્યા મથાળે ભેલના નબળા પરિણામે વેચવાલી સાથે ટાટા મોટર્સ, બીપીસીએલ, લાર્સન, બેંક ઓફ બરોડા, કોલ ઈન્ડિયા, સેસાગોવા, ગ્રાસીમ, આઈસીઆઈસીઆઈ બેંકમાં વેચવાલી અને એક વાગ્યા બાદ યુરોપના બજારો નરમાઈએ ખુલતા નિફટી નીચામાં ૫૬૪૫.૧૦ સુધી આવી ગયો હતો. જે વિપ્રોને ક્રેડિટ સૂઈઝ દ્વારા પરિણામ પૂર્વે અપગ્રેડ કરતા લેવાલી અને ડો. રેડ્ડીઝ લેબ, ભારતી એરટેલમાં લેવાલીએ ઘટાડો પચાવી ઉપરમાં ૫૬૭૦ સુધી આવી અંતે ૧.૩૦ પોઈન્ટ વધીને ૫૬૬૫.૬૦ બંધ રહ્યો હતો.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉનઃ નિફટી સ્પોટ ૫૭૨૦ ઉપર બંધ જરૃરીઃ ૫૫૮૫ મજબૂત સપોર્ટ
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉન બતાવાઈ રહ્યો છે. ટેકનીકલી, નિફટી સ્પોટ ૫૭૨૦ ઉપર બંધ આવવાના સંજોગોમાં જ હવે નજીકનો ટ્રેન્ડ બદલાશે. નિફટી સ્પોટ મજબૂત સપોર્ટ ૫૫૮૫ બતાવાઈ રહ્યો છે.
નિફટી ૫૬૦૦નો પુટ ૫૪.૧૦થી ઉપરમાં ૬૧.૫૦ થઈ ૫૧.૬૦ઃ નિફટી ૫૮૦૦નો કોલ ૪૯.૮૫થી ઉછળી ૬૦.૯૫ થઈ ૫૧.૧૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૮૦૦નો કોલ ૨,૪૦,૪૨૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૭૦૩૫.૦૮ કરોડના ટર્નઓવરે ૪૯.૮૫ સામે ૫૩ ખુલી ઉપરમાં ૬૦.૯૫ થઈ નીચામાં ૪૩.૯૦ સુધી જઈ અંતે ૫૧.૧૦ હતો. નિફટી ૫૭૦૦નો પુટ ૨,૩૨,૮૫૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૭૪૧.૬૩ કરોડના ટર્નઓવરે ૯૨.૭૦ સામે ૮૫.૧૫ ખુલી નીચામાં ૭૯.૩૦ થઈ ઉપરમાં ૧૦૩ સુધી જઈ અંતે ૮૮.૮૦ હતો. નિફટી ૫૬૦૦નો પુટ ૨,૧૧,૩૦૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૫૯૭૩.૧૦ કરોડના ટર્નઓવરે ૫૪.૧૦ સામે ૫૦ ખુલી નીચામાં ૪૫.૫૦ થઈ ઉપરમાં ૬૧.૫૦ થઈ અંતે ૫૧.૬૦ હતો. નિફટી નવેમ્બર ફયુચર ૧,૪૯,૪૯૪ કોન્ટ્રેકટસમાં રૃ.૪૨૬૪.૫૦ કરોડના ટર્નઓવરે ૫૬૯૯.૩૦ સામે ૫૭૦૮ ખુલી ઉપરમાં ૫૭૨૯.૮૫ થઈ નીચામાં ૫૬૭૮.૩૫ સુધી જઈ અંતે ૫૭૦૬.૫૦ હતો.
ભેલનો નેટ નફો ૧૦ ટકા ઘટતા શેર રૃ.૧૫ ગબડી રૃ.૨૨૭ઃ હવેલ્સનો નફો ૨૪ ટકા વધ્યો, શેર રૃ.૩૫ તૂટયો
પીએસયુ પાવર- કેપિટલ ગુડઝ જાયન્ટ ભેલનો બીજા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૯.૭૪ ટકા ઘટીને રૃ.૧૨૭૪.૪૫ કરોડ થતાં અને આવક રૃ.૧૦૭૫૮.૦૮ કરોડથી માત્ર બે ટકા વધીને રૃ.૧૧૦૦૯.૨૮ કરોડ થતાં અને ઓર્ડર બુક રૃ.૧.૩ લાખ કરોડ જળવાઈ રહેતા શેરમાં વેચવાલીએ રૃ.૧૫ ઘટીને રૃ.૨૨૭.૨૫ રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો રૃ.૧૮.૪૫ ઘટીને રૃ.૧૬૮૭.૪૦, હવેલ્સ ઈન્ડિયાનો ત્રિમાસિક નેટ નફો ૨૪ ટકા વધીને રૃ.૮૭ કરોડ જાહેર થયા સાથે ચોખ્ખુ વેચાણ ૧૩.૫ ટકા વધીને રૃ.૯૫૮ કરોડ જાહેર થવા છતાં શેરમાં હેમરીંગે રૃ.૩૪.૬૦ તૂટીને રૃ.૫૮૬.૫૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૩.૦૫ ઘટીને રૃ.૧૨૩, એઆઈએલ રૃ.૮.૪૫ ઘટીને રૃ.૪૧૫.૭૫, ભારત ઈલેકટ્રોનિક્સ રૃ.૨૩.૬૫ ઘટીને રૃ.૧૨૬૨.૯૦, લક્ષ્મી મશીન રૃ.૩૦.૩૫ ઘટીને રૃ.૨૦૦૦.૦૫, અલ્સ્ટોમ ટી એન્ડ ડી રૃ.૨.૨૦ ઘટીને રૃ.૨૦૨.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૧૯૧.૪૭ પોઈન્ટ ઘટીને ૧૧૧૩૬.૮૧ રહ્યો હતો.
ઓઈલપ્રધાન બદલાયાઃ ફેરફાર પૂર્વે જ રિલાયન્સની કેજી-ડી૬ યોજના મંજૂરઃ શેર રૃ.૧૨ વધીને રૃ.૮૧૧
ઓઈલ- ગેસ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લેવાલી નીકળી હતી. રવિવારે યુપીએ સરકારના પ્રધાનમંડળમાં મોટા ફેરફારો કરી જયપાલ રેડ્ડીના સ્થાને વિરપ્પા મોઈલીને ઓઈલ ખાતાના પ્રધાન બનાવાતા અને પાછલા સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કેજી-ડી૬ બ્લોકમાંથી ઉત્પાદન વધારવાની યોજનાને ઓઈલ મંત્રાલયે મંજૂર કર્યાના આર્કષણે શેર રૃ.૧૨.૨૦ વધીને રૃ.૮૧૧.૨૦ રહ્યો હતો. ઓઈલ ઈન્ડિયા રૃ.૪૮૭.૨૦, કેઈર્ન ઈન્ડિયા રૃ.૩૩૫.૦૫ રહ્યા હતા.
રિઝર્વ બેંક આજે સીઆરઆર ૦.૨૫થી ૦.૫૦ ટકો ઘટાડશેઃ પીએસયુ ઔબેંકો, પીએનબી, આઈઓબી, બીઓઆઈના નબળા પરિણામે વેચવાલી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આવતીકાલે- મંગળવારે ૩૦, ઓક્ટોબરના ધિરાણ નીતિની સમીક્ષા થતાં પૂર્વે પીએસયુ બેંકોના એકંદર નબળા ત્રિમાસિક પરિણામોએ બેંક શેરોમાં નરમાઈ હતી. ગત સપ્તાહમાં પીએનબીના નબળા પરિણામ બાદ ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને હવે બેંક ઓફ ઈન્ડિયાએ ખરાબ ત્રિમાસિક રીઝલ્ટ રજૂ કરતા બેંક શેરોમાં વેચવાલી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આજે- મંગળવારે ધિરાણ નીતિ સમીક્ષામાં બેંકરોની અપેક્ષા સીઆરઆરમાં ૦.૨૫થી ૦.૫૦ ટકા ઘટાડો થવાની છે. બેંક ઓફ ઈન્ડિયા (બીઓઆઈ)નો બીજા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૮.૫૩ ટકા ઘટીને રૃ.૩૦૧.૮૫ કરોડ અને કુલ આવક ૧૫.૧૫ ટકા વૃધ્ધિએ રૃ.૮૮૯૯.૫૫ કરોડ થતાં શેરમાં વેચવાલીએ રૃ.૭.૦૫ ઘટીને રૃ.૨૭૯.૯૦, યુનીયન બેંક રૃ.૪.૯૦ ઘટીને રૃ.૨૦૧.૦૫, બીઓબી રૃ.૬.૯૦ ઘટીને રૃ.૭૫૪.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક સારા પરિણામ છતાં પ્રોફીટ બુકીંગે રૃ.૯.૭૦ ઘટીને રૃ.૧૦૬૮.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૃ.૪.૯૫ ઘટીને રૃ.૬૧૦.૦૫, ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૪ ટકા ઘટીને રૃ.૧૫૮ કરોડ થતાં શેર ઘટીને રૃ.૭૩.૭૦, ઈન્ડિયન બેંક રૃ.૨.૩૫ ઘટીને રૃ.૧૭૬.૧૦, આંધ્ર બેંક રૃ.૧.૨૦ ઘટીને રૃ.૧૦૬.૩૦, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર રૃ.૫.૪૫ ઘટીને રૃ.૫૦૬.૨૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૩૬.૭૫ પોઈન્ટ ઘટીને ૧૩૧૮૦.૬૧ રહ્યો હતો.
યુનાઈટેડ સ્પિરીટસ ડીઆજીઓ ડીલની અનિશ્ચિતતાએ રૃ.૧૧૦ તૂટયોઃ ગુજરાત ફલોરો, ઈમામી, જેટ એર ગબડયા
'એ' ગુ્રપના પ્રમુખ અન્ય શેરોના ધોવાણમાં યુનાઈટેડ સ્પિરીટસમાં ડીઆજીઓ દ્વારા હોલ્ડિંગ ખરીદવા મામલે અનિશ્ચિતતાએ અને યુ.બી. ગુ્રપના ચેરમેન વિજય મલયાએ કિંગફીશર એરલાઈન્સને બચાવવા પાયાના બિઝનેસને નહીં વેચવાનું સ્પષ્ટ કરતાં શેર રૃ.૧૧૦.૩૫ તૂટીને રૃ.૧૦૯૫.૦૫, ગુજરાત ફલોરોકેમ રૃ.૨૧.૭૫ તૂટીને રૃ.૩૩૪.૨૦, ઓપ્ટો સર્કિટસ રૃ.૫.૪૫ ઘટીને રૃ.૧૧૯.૭૫, ઈમામી રૃ.૨૫.૧૫ ગબડીને રૃ.૫૭૧.૬૦, જેટ એર ઈન્ડિયા રૃ.૧૧ ઘટીને રૃ.૩૩૮.૪૫, આઈઆરબી ઈન્ફ્રા. રૃ.૩.૬૫ ઘટીને રૃ.૧૧૫.૨૫, એમસીએક્સ રૃ.૩૪.૫૫ ઘટીને રૃ.૧૩૪૮.૬૦, ઈન્ડિયા બુલ્સ ફાઈનાન્સ રૃ.૬.૩૫ ઘટીને રૃ.૨૪૯.૧૦ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં પસંદગીનું આર્કષણઃ બાયોકોન, ડો. રેડ્ડીઝ લેબ. મોટા લેવાયા
સાવચેતીના માનસમાં ફરી સુરક્ષીત રોકાણ વિકલ્પ અને પરિણામો પૂર્વે ફાર્મા શેરોમાં પસંદગીની લેવાલી હતી. બાયોકોનમાં મોટી લેવાલી થતાં રૃ.૫.૬૦ વધીને રૃ.૨૬૪, ડો. રેડ્ડીઝ લેબ. રૃ.૨૭ વધીને રૃ.૧૬૯૬.૧૫, સિપ્લા રૃ.૪.૩૫ વધીને રૃ.૩૫૯.૬૦, વોકહાર્ટ રૃ.૬.૮૫ વધીને રૃ.૧૪૪૯.૬૦, સન ફાર્મા રૃ.૨.૮૦ વધીને રૃ.૬૮૭.૪૦ રહ્યા હતા.
એફઆઈઆઈની કેશમાં રૃ.૭૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલીઃ ડીઆઈઆઈ પણ વેચવાલ
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૭૬.૫૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કર્યાનું બીએસઈના પ્રોવિઝનલ આંકડામાં દર્શાવાયું છે. કુલ રૃ.૧૫૬૩.૩૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૬૩૯.૮૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૯.૭૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૮૩૯.૪૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૮૪૯.૧૭ કરોડના શેરોનું વેચાણ કર્યું છે.
માર્કેટબ્રેડથ નેગેટીવઃ શેરોમાં પ્રોફીટ બુકીંગઃ ૧૬૦૪ શેરો નેગેટીવઃ ૧૨૩૪ વધ્યાઃ ૨૦૧ શેરોમાં ઓનલી સેલર
સાવચેતીના બજારમાં સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં પણ નફારૃપી વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૫ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૪ અને વધનારની ૧૨૩૪ રહી હતી. ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved