Last Update : 30-October-2012, Tuesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૮-૧૦-૨૦૧૨ રવિવારથી તા.૩-૧૧-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ)

 

આપને સપ્તાહના પ્રારંભે માનસિક પરિતાપ રહે. નોકરી-ધંધાના કે વ્યવહારીક-સામાજીક, ધાર્મિક કામ અંગે યાત્રા પ્રવાસ થાય, ખર્ચ થાય. નાણાંકીય ખેંચ-ચિંતા-મુંઝવણ અનુભવો. ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સામાં આપને તકલીફ થાય. પત્નીના આરોગ્ય કે સ્વભાવના કારણે અથવા તેના કામના કારણે આપને ચિંતા રહે. તા. ૨૮ ઓક્ટોબર રવિ, ઘર-પરિવારના કામમાં ચિંતા. ૨૯ સોમ ધર્મકાર્ય થાય, ખર્ચ થાય. ૩૦ મંગળ નોકરી-ધંધાના કામમાં ઉશ્કેરાટ, ગુસ્સો-ઉતાવળ કરવી નહીં. ૩૧ બુધ બપોર પછી રાહત રહે. ૧ નવેમ્બર ગુરૃ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા પ્રગતિ. ૨ શુક્ર પરિવારના કુટુંબના કામમાં ધ્યાન આપવું પડે. ૩ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

નોકર ચાકર, કારીગરવર્ગ, ઉપરીવર્ગના કારણે નોકરી-ધંધાના કામમાં ચિંતા, માનસિક પરિતાપ રહે. કામગીરીમાં, જવાબદારીમાં વધારો થાય. પોતાના કાર્યક્ષેત્રના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનારના કારણે તમારી ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. સીઝનલ નોકરીમાં, ધંધામાં જાગૃતિ રાખવી પડે. પત્ની-સંતાન-પરિવારના કામમાં ધ્યાન આપી શકો. ખરીદી થાય. તા. ૨૮ ઓક્ટોબર રવિ કામકાજમાં સાનુકૂળતા, આનંદ ૨૯ સોમ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં જાગૃતિ રાખવી. ૩૦ મંગળ નોકરી-ધંધાના કામકાજ અંગે ચિંતા રહે. ૩૧ બુધ રોજીંદા કામમાં વ્યસ્તતા રહે, આરામ મળે નહીં. ૧ નવેમ્બર ગુરૃ, કામકાજ ઉકેલાય, હળવાશ થતી જાય. ૨. શુક્ર આનંદ ઉત્સાહ રહે. ૩ શનિ નોકરી ધંધામાં ફાયદો, લાભ.

 

મિથુન (ક.છ.ઘ)

 

નાણાંની લેવડ દેવડના વ્યવહાર અંગે, બેંકના કામકાજ અંગે, ચિંતા-મુંઝવણ અનુભવો. પુત્ર પૌત્રાદિકના કામમાં મુશ્કેલી જણાય. વાતવાતમાં મતભેદ, મનદુઃખ થાય તેવું બને. શેરોની લે-વેચમાં, સોના-ચાંદીના વેપાર-ધંધામાં જોખમી ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. દૂધ-મીઠાઈ-માવાના વેપાર-ધંધામાં જાગૃતિ રાખવી. તાંબાના, રંગ રસાયણના ધંધામાં હરિફવર્ગના કારણે ધંધો-આવક ઓછી થાય. સાસરી પક્ષના પ્રશ્ને ચિંતા રહે. તા. ૨૮ ઓક્ટોબર રવિ નોકરી ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. ૨૯ સોમ વિલંબમાં પડેલ કામ ઉકેલાય પરંતુ જોખમ કરવું નહીં. ૩૦ મંગળ વધારાના કામમાં ધ્યાન આપવું પડે. ૩૧ બુધ ચિંતા-ખર્ચ. ૧. નવેમ્બર ગુરૃ બજારોની વધઘટમાં ધ્યાન રાખવું. ૨ શુક્ર પત્ની-સંતાન-સાસરી પક્ષના પ્રશ્ને ચિંતા ખર્ચ. ૩. શનિ રોજીંદા કામમાં પ્રગતિ-સફળતાથી આનંદ.

 

કર્ક (ડ.હ)

 

એક ચિંતા ઉપાધિમાંથી મુક્ત થાવ ન થાવ એટલામાં નોકરી-ધંધાની આકસ્મિક ચિંતા-ઉપાધિના કારણે મુશ્કેલી-મુંઝવણ વધી જાય. મકાન-જમીન-દાગીના અંગે, તમારી બેંક ડીપોઝીટ અંગેની કામગીરીમાં સાવધાની, જાગૃતિ રાખવી. જેમને દેવું થઈ ગયું હોય તેમની ઉંઘ હરામ થઈ જાય. પોતાની પાસે જે અનામત હોય તે ઓછી થાય કે કંઈ બચત ન હોય તો નકારાત્મક વિચારોમાં સૂઝ પડે નહીં. નોકરીમાં ગાફેલ રહેવું નહીં. તા. ૨૮ ઓક્ટોબર રવિ આકસ્મિક કોઈને મળવાનું થાય. ૨૯ સોમ ધર્મકાર્યથી હળવાશ, રાહત રહે. ૩૦ મંગળ નોકરી-ધંધાના પ્રશ્ને ચિંતા-બેચેની, ૩૧ બુધ ન સહી શકો, ન કહી શકો. ૧ નવેમ્બર ગુરૃ રોજીંદા કામમાં ધ્યાન આપવું પડે. ૨ શુક્ર કામકાજમાં સાનુકૂળતા, અન્યનો સહકાર મળી રહે. ૩ શનિ ચિંતા-ખર્ચ-તકલીફ રહે.

 

સિંહ (મ.ટ.)

 

ગ્રહયોગની પ્રતિકૂળતામાં જસ મળે નહીં. યાત્રા પ્રવાસ-મુલાકાત-ચર્ચા વિચારણા થાય પરંતુ તમારી ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. મકાન બાંધકામનો ધંધો હોય, જમીન દલાલીનો ધંધો હોય તેમને નહીં ઘરના કે નહીં ઘાટના જેવી પરિસ્થિતિમાં પોતાની મુડી-મીલ્કત ફસાયેલા રહે. ધંધા ન થવાથી, ઉઘરાણી ન આવવાથી તકલીફ વધતી જાય. ભાઈભાંડુ, ભાગીદાર સાથેના પ્રશ્ને ચિંતા, દબાણ-ભય રહ્યા કરે. મિત્રવર્ગથી વિવાદ થાય. તા. ૨૮ ઓક્ટોબર રવિ ઉતાવળ-ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. ૨૯ સોમ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય. ૩૦ મંગળ નોકરી-ધંધાના કામની ચિંતા રહે. ૩૧ બુધ નાણાંભીડ, કામગીરીમાં રૃકાવટ, મુશ્કેલી. ૧ નવેમ્બર ગુરૃ નુકશાન થાય તેવો કોઈ નિર્ણય કરવો નહીં, ૨ શુક્ર સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ચિંતા-ખર્ચ-ઉચાટ, ૩. શનિ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા, રાહત રહે.

 

કન્યા (પ.ઠ.ણ)

 

આપને કૌટુંબીક પ્રશ્ને, નાણાંકીય પ્રશ્ને તેમજ નોકર ચાકર, સહકાર્યકર, ઉપરીવર્ગ, ભાઈભાંડુના કારણે નોકરી-ધંધાના કામકાજમાં, અન્ય કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. મહેનત, વૈતરું તમે કરો અને લાભ-ફાયદો બીજા લઈ જાય. આંખ-દાંત-દાઢ-મોંમાં દર્દપીડાથી સંભાળવું. ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. પત્ની-સંતાન-મિત્રવર્ગથી રાહત રહે. તેમનું કામ થઈ શકે, ધર્મકાર્યથી આનંદ રહે. નવીન ખરીદી થાય. તા. ૨૮ ઓક્ટોબર રવિ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૯ સોમ શાંતિ, રાહત જણાય નહીં. ૩૦ મંગળ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. ૩૧ બુધ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧ નવેમ્બર ગુરૃ નોકરી ધંધાનું કામકાજ થઈ શકે. ૨ શુક્ર પત્ની-સંતાનથી સાનુકૂળતા, ખર્ચ ખરીદી થાય. ૩ શનિ નોકરી-ધંધાના કામ અંગે ચિંતા રહે.

 

તુલા (ર.ત.)

 

નકારાત્મક વિચારોથી, કામકાજથી મુક્ત રહી આપે ધર્મકાર્યથી, સત્યનિષ્ઠા, પ્રમાણિકતાથી નોકરી-ધંધાના કામમાં જોખમ કર્યા વગર શાંતિથી આપનું કામકાજ કરવું લાભદાયી રહે. આકસ્મિક કોઈ કામ થાય, કોઈની મદદ મળી જાય અને નોકરી-ધંધાનું રૃકાવટવાળું કામ ઉકેલાય. સોના-ચાંદીના વેપાર-ધંધામાં માલનો ભરાવો કર્યા વગર જરૃરિયાત પૂરતો ધંધો કરવો. કાગળ-કાપડના તૈયાર વસ્ત્રોના ધંધામાં, ભેટ સોંગાદની ચીજવસ્તુના ધંધામાં જોખમ વધારવું નહીં. તા. ૨૮ ઓક્ટોબર રવિ વિલંબમાં પડેલું કામ ઉકેલાય. ૨૯ સોમ નોકરી-ધંધામાં માનસિક પરિતાપ-ચિંતા રહે. ૩૦ મંગળ નકારાત્મક વિચારો કર્યા વગર શાંતિથી કામકાજ કરવું. ૩૧ બુધ ધીરજ, શાંતિ રાખવી. ૧ નવેમ્બર ગુરૃ બજારોની વધઘટમાં તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૨ શુક્ર નોકરી-ધંધામાં ગાફેલ રહેવું નહીં, આરોગ્ય સાચવવું. ૩ શનિ વ્યવહારિક, સામાજીક કામની ચિંતા રહે.

 

વૃશ્ચિક (ન.ય.)

 

આપના નોકરી-ધંધાના કામની વ્યસ્તતા છતાં શાંતિ-રાહત જણાય નહીં. નોકરચાકર, કારીગરવર્ગની તકલીફના કારણે સમયસર ધાર્યું કામ થાય નહીં. સરકારી, કરારી કામમાં તેમજ ટેન્ડરવાળા ધંધામાં ધંધો ન મળવાથી અથવા ધંધો ઓછો મળવાથી તમારા ધંધાને, તમારી આવકને અસર થતી જણાય. સરકારી, ખાતાકીય તપાસ, ઈન્કમટેક્ષ, સેલટેક્ષની તપાસ, કાનૂની કામગીરી વગેરેમાં વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. તા. ૨૮ ઓક્ટોબર રવિ કામકાજની વ્યસ્તતા રહે. ૨૯ સોમ નોકરી-ધંધામાં અન્યથી જાગૃતિ સાવધાની રાખવી. ૩૦ મંગળ મહત્વની મુલાકાત, ચર્ચા વિચારણામાં, નિર્ણયમાં સંભાળવું પડે. ૩૧ બુધ ચિંતા માનસિક પરિતાપ રહે. ૧ નવેમ્બર ગુરૃ વિચારોની સ્થિરતા-એકાગ્રતા જાળવવી, ૨ શુક્ર પત્ની-સંતાન-પરિવારના કામમાં ધ્યાન આપવું પડે. ૩ શનિ તન-મન-ધનથી- વાહનથી સંભાળવું.

 

ધન (ભ.ધ.ફ.ઢ)

 

આપના નોકરી-ધંધાના કામકાજમાં ચિંતા, રૃકાવટ છતાં કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. અન્યના સહકારથી તમારું કામ ઉકેલાય. પરંતુ વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી. પુત્ર પૌત્રાદિકને સીઝનલ બિમારીથી, ફુડ પોઈઝનથી સંભાળવું પડે. તાંબાના, પ્લાસ્ટીકના, પતરાના, લાકડાના વેપાર ધંધામાં, ઈલેક્ટ્રીકના, રંગના વેપાર ધંધામાં નુકસાન થાય તેવો કોઈ ધંધો, નિર્ણય અન્યની દેખાદેખીમાં કરવો નહીં. ખભામાં, બગલમાં, પીઠમાં દર્દપીડાથી સંભાળવું. મસલ્સમાં દર્દપીડા જણાય. તા. ૨૮ ઓક્ટોબર રવિ સગા સંબંધી- મિત્રવર્ગથી વ્યસ્તતા. ૨૯ સોમ ધર્મકાર્ય થાય, યાત્રા પ્રવાસ થાય. ૩૦ મંગળ પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે. ૩૧ બુધ નોકરી ધંધામાં જાગૃતિ રાખવી. ૧ નવેમ્બર ગુરૃ નોકરી-ધંધાના નિર્ણયમાં જોખમ, ઉતાવળ કરવી નહીં. ૨ શુક્ર પત્ની-પરિવારના કામમાં ધ્યાન આપવું પડે. ૩ શનિ કામકાજમાં સાનુકૂળતા, આનંદ રહે.

 

મકર (ખ.જ.)

 

આપના નોકરી-ધંધાના કામની ચિંતા-વ્યસ્તતા રહે. પરંતુ તમારા પ્રભાવને, યશ પ્રતિષ્ઠાને રોકવા તમારા જ માણસો તમારી વિરૃદ્ધની વાતો કરી તકલીફ ઉભી કરવાના પ્રયત્નો કરે. એક તબક્કે તમને એમ થાય કે, પોતાનું કાર્યક્ષેત્ર છોડી અન્ય જતા રહીએ? સરકારી નોકરી હોય તેમને સ્થળાંતર થવાથી મુંઝવણ રહે. આપના વડીલવર્ગના આરોગ્યનું ધ્યાન રાખવું. આકસ્મિક બિમારી-ચિંતા-ખર્ચ-દોડધામ અનુભવાય. પિતૃપક્ષની ચિંતા રહે. ભાગીદારીવાળા ધંધામાં શાંતિ જણાય નહીં. તા. ૨૮ ઓક્ટોબર રવિ કામની વ્યસ્તતા રહે. ૨૯ સોમ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૩૦ મંગળ અન્યના કારણે તમને ચિંતા, તકલીફ. ૩૧ બુધ શાંતિથી દિવસ પસાર કરવો. ૧ નવેમ્બર ગુરૃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે. ૨ શુક્ર પરિવારના, સગાસંબંધી, મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે. ૩ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, બહાર જવાનું થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ)

 

ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય પરંતુ અન્યના કારણે આપને તકલીફ પડે. આપના કામમાં વિલંબ થાય. નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા, જવાબદારી રહે. ભાગીદારીવાળા ધંધામાં મતભેદ, અન્યની ગેરહાજરીના કારણે, માણસની તકલીફ, બિમારીના કારણે સમયસર કામ ઉકેલાય નહીં. રાજકીય, સરકારી વિવાદમાં, ખાતાકીય વિવાદ, તપાસમાં આક્ષેપ-અપયશ-અપમાન કે તમારી ઉપેક્ષા થતી જણાય. તા. ૨૮ ઓક્ટોબર રવિ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. ૨૯ સોમ ધર્મકાર્ય થાય, યાત્રા પ્રવાસ થાય. ૩૦ મંગળ નોકરી-ધંધાની કામગીરીમાં જાગૃતિ રાખવી. ૩૧ બુધ અન્યના કારણે તમારા કામમાં રૃકાવટ મુશ્કેલી. ૧ નવેમ્બર ગુરૃ બજારોની વધઘટમાં સાચવવું પડે. ૨ શુક્ર પત્ની-પરિવાર, મિત્રવર્ગના કામમાં ચિંતા રહે. ૩ શનિ કામકાજમાં સાનુકૂળતા. નોકરી-ધંધાનું કામ થાય.

 

મીન (દ.ચ.ઝ.થ)

 

આપના રોજીંદા કામમાં, જવાબદારીમાં વધારો થાય. નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. આવક થાય. સીઝનલ કામમાં પોતાની કાર્યક્ષમતા, આર્થીક ક્ષમતા અનુસાર નિર્ણય કરવો. શારીરિક અસ્વસ્થતા તેમજ સગા સંબંધી, પરિવાર, મિત્રવર્ગની પ્રતિકૂળતાના કારણે આપના કામમાં રૃકાવટ જણાય. હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનારના કારણે નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવી. કાનૂની કાર્યવાહીની ચિંતા રહે. તા. ૨૮ ઓક્ટોબર રવિ માનસિક પરિતાપ, ગુસ્સો વિવાદ કરવો નહીં. ૨૯ સોમ કામકાજમાં સફળતા, આનંદ. ૩૦ મંગળ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૩૧ બુધ વધારાની કામગીરી અંગે ચિંતા રહે. ૧ નવેમ્બર ગુરૃ નોકરી-ધંધાની કામગીરીમાં જાગૃતિ રાખવી. ૨ શુક્ર ધર્મકાર્ય થાય. પત્ની, પુત્રપૌત્રાદિકથી ખર્ચ થાય. ૩ શનિ સગા સંબંધી-મિત્રવર્ગના કારણે વ્યસ્તતા-ખર્ચ-ચિંતા રહે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved