Last Update : 30-October-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૦-૧૦-૨૦૧૨, મંગળવાર
આસો વદ એકમ
યજ્ઞાનારાયણ ઈષ્ટિયાગ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૩૨ મિ., (સૂ) ૭ ક. ૩૦ મિ., (મું) ૭ ક. ૨૭ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ભરણી રાત્રે ૨૯ ક. ૨૦ મિ. સુધી પછી કૃતિકા
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૃ-વૃષભ
શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન
ચંદ્ર-મેષ
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં.શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ. કા/૮
માસ-તિથિ-વાર ઃ આસોવદ એકમને મંગળવાર
- યજ્ઞાનારાયણ ઈષ્ટિયાગ
- વ્યતિપાત બપોરના ૩ ક. ૪૯ મિ.થી શરૃ
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૧૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૧૪ રોજ ગોશ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપે દિવસ દરમ્યાન ધીરજ અને શાંતિ રાખીને આપના કામમાં વ્યસ્ત રહેવું. કારણવગર આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

 

વૃષભ ઃ આપે કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય, સરકારી કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવો.

 

મિથુન ઃ આપે નોકરી ધંધાની કાર્યવાહીમાં વ્યસ્ત રહેવાનું થાય. કામમાં આવેલી સાનુકૂળતાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંતાનના પ્રશ્ને ચિંતા રહે.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહો. મિત્રવર્ગના સાથ સહકારથી હર્ષલાભ રહે. સંયુક્ત ધંધામાં, ભાગીદારવાળા ધંધામાં પ્રગતિ જણાય.

 

સિંહ ઃ નોકર-ચાકરવર્ગનાં સાથ સહકાર મળી રહેતા આપના કામનો ઉકેલ લાવી શકો. ઉપરીવર્ગ આપના કામની કદર-પ્રશંસા કરે.

 

કન્યા ઃ આપે તબિયતનું ધ્યાન રાખીને કામ કરવું. અનિચ્છા છતાં આપે કામમાં વ્યસ્ત રહેવું પડે. મહત્વના નિર્ણયો કરવા નહીં.

 

તુલા ઃ જાહેર, સંસ્થાકીય કામકાજમાં સાનુકૂળતા રહે. મહત્ત્વના નિર્ણયો લેવા હોય તો લઈ શકો. નોકરી ધંધાર્થે મિલન-મુલાકાત થાય.

 

વૃશ્ચિક ઃ આપ દિવસ દરમ્યાન કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો આપના કામમાં પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા મળી રહે. દોડધામ વધે.

 

ધન ઃ આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. પરંતુ મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખવી.

 

મકર ઃ નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. આપની ઉતાવળ-બેદરકારી આપની મુશ્કેલીમાં વધારો કરે. મિત્રવર્ગની ચિંતા રહે.

 

કુંભ ઃ આપના કાર્યમાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી આનંદ-ઉત્સાહ અનુભવો, પરદેશ અંગેની કાર્યવાહીમાં આપને સાનુકૂળતા જણાય.

 

મીન ઃ આપને નોકરી ધંધાના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કોઈ કામ અંગે દોડધામ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩૦-૧૦-૨૦૧૨, મંગળવાર

 

વર્ષ દરમ્યાન આપે સ્વાસ્થ્યની બાબતમાં જરાપણ બેદરકારી રાખવી નહીં. વધુ પડતા કાર્યબોજ, દોડધામ, શ્રમ, તાણની આપના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે. આપની લાપરવાહી કે ધ્યાન ન આપવાની વૃત્તિ આપના માટે હાનિકારક સાબિત થાય. વર્ષ દરમિયાન આપે નાણાંકીય આયોજન પણ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું પડે. નોકરી-ધંધામાં છૂટક-છૂટક સાનુકૂળતા-સફળતા મળી રહેતા આનંદ રહે. કાર્ય કરવાનાં ઉત્સાહ વધે. પરંતુ આપે વધુ પડતા ઉત્સાહમાં આવી જવું નહીં. સ્ત્રીવર્ગને પેટ-પેઢુની ગર્ભાશયની તકલીફ અનુભવાય. વિદ્યાર્થીબંધુએ અંત સમયે તૈયારી કરવાની વૃત્તિમાંથી બહાર આવવું.

 

સુપ્રભાતમ્

મોટી શિલા પ્રાણીઓ ભીષણ પ્રયત્નથી ઉપાડી શકતાં નથી પણ નાની એવી યુક્તિથી (લાકડાના ઉચ્ચાલનથી) ઉપાડી શકે છે, તેવી રીતે નાની તરકીબથી મોટી સિધ્ધિ મળે છે. તે મંત્રનું મોટું ફળ છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનને એક પાઇપમાં કૂતરાની પૂંછડી નાંખતો જોઇને મગન બોલ્યો, ‘‘અરે મૂર્ખ, કૂતરાની પૂંછડી પાઇપમાં નાંખવાથી સીધી કદી થતી હશે...’’
‘‘અરે, મૂર્ખના સરદાર!’’ છગન બોલ્યો, ‘‘હું પૂંછડી સીધી કરવા પાઇપમાં નથી નાંખતો...’’
‘‘તો, શા માટે નાંખે છે?’’ મગને પૂછ્‌યું.
‘‘મારે પાઇપ વાંકો કરવો છે એટલે નાખું છું, સમજ્યો હવે?’’ છગને જવાબ આપ્યો.

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved