Last Update : 29-October-2012, Monday

 

ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ

- કોઈ પાર્ટીમાં રાતે તમે જેકેટ પહેરવાના હો તો બ્લુ જિન્સને બદલે વ્હાઈટ કે બ્લેક જિન્સ પહેરો અને ટી-શર્ટ માટે ડાર્ક કલર પસંદ કરો.

શિયાળાની મોસમમાં જેકેટ પુરુષોની સ્ટાઈલ અને સગવડ બંને સાચવી લે છે. જેકેટ કોઈને માટે મેચો ઈમેજ ઊભી કરે તો કોઈને માટે સ્પોર્ટિ. એ કોઈને માટે ફોર્મલ વેઅર બની રહે તો કોઈને માટે ફોર્મલ. દેખાવમાં એકદમ આકર્ષક લાગતા જેકેટ ઘણી બધી વસ્તુઓનો સરવાળો છે. જેમ કે એનું કાપડ, કલર, સુશોભિકરણ અને એની કટ. એક વાત યાદ રાખવા જેવી ખરી કે સ્ટાઈલ સાથે જેકેટ પહેરવા તમારે ચાલ-ઢાલમાં એક પ્રકારનો ઠસ્સો રાખવો પડે. શિયાળો આવી ચૂક્યો છે ત્યારે જેકેટ પહેરીને ઠંડીના મુકાબલા માટે સજ્જ થઈ જાવ.
જેકેટના બે મુખ્ય પ્રકાર છે ઃ લેધર જેકેટ અને ઝિપ્પર જેકેટ. પહેલા લેધર જેકેટની વાત કરીએ.
લેધર જેકેટ
કેજ્યુઅલ કે સેમી-ફોર્મલ વેઅર તરીકે ઉપયોગમાં લેવાતું લેધર જેકેટ બીજા અનુકૂળ વસ્ત્રો સાથે દિવસના અને રાતના બંને વખત પહેરી શકાય છે. એના બ્લેક અને બ્રાઉન બે કલર હોય છે.
જેકેટ પહેરનાર વ્યક્તિને મેચોે (પૌરુષ સભર) અને ક્લાસિક ઈમેજ મળે છે. જેકેટ થોડા જુનવાણી ભલે લાગે પણ એ કદી આઉટ ઓફ સ્ટાઈલ થયા નથી. એંસીના દાયકામાં યુવાનોમાં બહુ લોકપ્રિય બનેલા જેકેટ આ શિયાળે પાછા બધે જોવા મળશે. તમે પોેતાની પસંદગી પ્રમાણે કોઈપણ પ્રકારના બટન-બકલ વિનાનું સિમ્પલ જેકેટ પહેરો અથવા તો એના પર જાતજાતના પેચીસ, ચેઈન્સ, બકલ, બટન અને પટ્ટા લગાડી શકો. તમે એમાં જે ઉમેરશો એ તમારી સ્ટાઈલ અને વ્યક્તિત્વની પારાશીશી બની રહેશે. એટલે સાવચેતીથી પસંદગી કરવાનું રાખવું.
કોઈ પાર્ટીમાં રાતે તમે જેકેટ પહેરવાના હો તો બ્લુ જિન્સને બદલે વ્હાઈટ કે બ્લેક જિન્સ પહેરો અને ટી-શર્ટ માટે ડાર્ક કલર પસંદ કરો.
એક મહત્ત્વની વાત જાણી લો કે લેધર જેકેટ સાથેનું સૌથી જાણીતું અને સેફ કોમ્બિનેશન ચુસ્ત ફિટીંગવાળું જિન્સ છે. એની સાથે પગમાં સ્ટાઈલિશ લેધર શૂઝ હોય એટલે બસ.
ઝિપ્પર જેકેટ
ઝિપ્પર જેકેટ દિવસના ભાગમાં કેજ્યુઅલ વેઅર તરીકે પહેરી શકાય. ઝિપ્પર જેકેટ માટે તમે બ્લેક, બૅજ (ધોયા વિનાના ઉનનો રંગ), વ્હાઈટ, ઓલાઈવ ગ્રીન કે બીજા ઘેરા રંગોમાંથી પસંદગી કરો એના જેવું ઉત્તમ એકેય નહિ. જો કે આ વખતના શિયાળા માટે તમે નવા કલરમાંથી એકાદ પસંદ કરી શકો, જેમ કે રેડ, બર્ગુન્ડી (લાલ દારૃ જેવો) અને પર્પલ સ્કિન ડાર્ક ધરાવતા યુવાનોએ હુંફાળા રંગોને વળગી રહેવું અને ગોરી ચામડીવાળાએ નવા ઘેરા રંગ અજમાવવા. જેકેટના રંગનો એની નીચે પહેરવાના વસ્ત્ર સાથે કોન્ટ્રાસ્ટ ન કરવો. જો કે એક જ કલર ફેમિલીના જુદા જુદા ટોનનો તમે પ્રયોગ કરી શકો.
એક સળંગ ઝિપ્પર સાથેનું અથવા તો બટન અને ઝિપ બંનેનો કોમ્બિનેશન સાથેનું જેકટ પસંદ કરો. જેકેટની લંબાઈ ઓછી રાખો. જેકેટ કૂલ્લા સુધી લાંબુ નહિ પણ કમર સુધીનું જ હોવું જોઈએ. જેકેટ નીચ અંગ્રેજી વી અક્ષરના આકારનું અથવા તો ગોળ ગળાવાળું ટી-શર્ટ શોભી ઊઠે છે.
ઝિપ્પર જેકેટ માટે કોટન, ડ્રિલ અને લિનેન ફેબ્રિક્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. શરીરમાં હૂંફ રહે એ માટે જેકેટમાં અસ્તર નખાવી શકાય.
કેજ્યુઅલ ઝિપ્પર જેકેટ્સ સાથે જિન્સ, કારગો પેન્ટ્સ, કેજ્યુઅલ ટ્રાઉઝર્સ અને સેમી ફોર્મલ ટ્રાઉઝર્સ -કાંઈ પણ ચાલે. એની સાથે પગમાં કેજ્યુઅલ વૉકિંગ શૂઝ, ઘૂંટણ સુધી લાંબા બૂટ કે પછી હથિયાર પણ શોભે.
જો કે, હવે શિયાળાની પણ ધીમે પગલે શહેરમાં શરૃઆત થઇ ગઇ છે. ત્યારે બજારમાં અવનવા જેકેટ્સ અને વેરાઇટી આવી ગઇ છે. કલરફૂલ અને હટકે લૂક વાળા જેકેટ્સ પણ સરળતાથી મળી રહે છે. જેથી હવે તૈયાર થઇ જાવ તમારા શિયાળાને નવા રંગે રંગવા માટે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved