Last Update : 29-October-2012, Monday

 
દિલ્હીની વાત
 

કેબિનેટની પુનર્રચના ઃ ક્યાંક આનંદ, ક્યાંક અકળામણ
નવી દિલ્હી,તા.૨૭
બધી આંખો આવતીકાલે રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે થનારા પ્રધાનમંડળની વ્યાપક પુનર્રચના પર મંડાઇ છે. કુલ ૨૯ કેબિનેટ પ્રધાનો છે, સાત રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) ના પ્રધાનો છે, જ્યારે ૩૪ રાજ્યકક્ષાના પ્રધાનો છે. વડાપ્રધાન ૧૧ નવા ચહેરાને સ્થાન આપવાની સ્થિતિમાં છે. અનેક પ્રશ્નો ઉત્તરની રાહ જુએ છે. જુના અનુભવોને ધ્યાનમાં લેતા પુનર્રચના ઉપલકિયો વ્યાયામ બની રહેવાનો ભય હતો, પરંતુ કટોકટીમાં ઘેરાયેલી યુપીએ સરકારને આવું જોખમ પરવડી શકે નહિ. આજે સપાટાભેર થતી રહેલી પ્રવૃતિઓ આ મુદ્દાની સાક્ષી હતી. સાંજે વડાપ્રધાનને મળનારા સોનિયા ગાંધીને સી.પી. જોશી અને રાહુલ ગાંધી મળ્યા હતા. વિદેશ પ્રધાન એસ.એન. કૃષ્ણાએ ગઇકાલે રાજીનામુ આપી દીધું છે, ત્યારે અંબિકા સોની, સુબોધકાંત સહાય અને મુકુલ વાસનિકે આજે હોદ્દા છોડયા હતા. પોતે પક્ષ માટે કામ કરનારા હોવાનું જુનુ ગાણું ગાઇ રહ્યા છે.
કમલનાથને બઢતી
અન્ય માટે સારા સમાચાર છે કમલનાથને સંસદીય બાબતોના વધારાના હવાલા સાથે બઢતી મળી છે, અજય માકેનને કેબિનેટનો દરજ્જો મળ્યો છે, જ્યારે ડો. કરણસિંઘ કૃષ્ણાનું ખાતુ સંભાળશે, જ્યારે ચિરંજીવી, સહાયનું સ્થાન લેશે. જો કે મોટો પ્રશ્ન એ છે કે, અન્ય દાગી પ્રદાનો પ્રધાનમંડળમાં રહેશે કે જશે ? રાહુલ ગાંધી પ્રધાનમંડળમાં જોડાશે કે કેમ એ હજી અટકળનો વિષય છે. કોંગ્રેસી વર્તુળોમાં ગણગણાટ છે કે પક્ષે આગામી સામાન્ય ચૂંટણી માટે કમર કસવા માંડી હોવાથી પક્ષ માટે કામ કરવા માટે મોટાં માથારૃપ કેટલાક અન્ય પ્રધાનો સરકારમાંથી છૂટા થઈ જાય એવું બને.
રાહુલ વિષે કશું નક્કી નહિ
કોંગ્રેસમાં વ્યક્ત થઈ રહેલું વલણ એવું છે કે જો રાહુલ ગાંધી પ્રધાનમંડળમાં જોડાય તો તેઓ આગામી સામાન્ય ચૂંટણી માટે પક્ષને વધુ ઉપયોગી સાબિત થઈ શકે. એમના મતાનુસાર રાહુલને પ્રધાનરૃપે એમની કુશળતા દર્શન કરાવવાની અને પક્ષમાં સંગીનપણે પ્રાણ પૂરવાની સારી તક મળશે. કેટલાક નેતાઓને લાગે છે કે જો રાહુલ માનવસંપદા વિકાસ મંત્રાલય સંભાળે તો પક્ષની તકો અનેક ગણી વધી જશે. અનુગામી સરકારો દ્વારા શિક્ષણને ઓછી અગ્રતા અપાઈ હોવાનું ધ્યાનાકર્ષક છે ત્યારે અબજથી વધુ વસ્તીવાળા દેશમાં શિક્ષણ મહત્વનું ક્ષેત્ર છે. અબજની વસ્તીમાં ૨૫ વર્ષથી ઓછી ઉંમરના નાગરિકોની બહુમતી છે, એમ તેઓ માને છે. રાહુલના માર્ગદર્શન હેઠળ યુવાન પ્રધાનો નવા લક્ષ્યાંકો શોધી શકે અને એમને શક્તિપૂર્વક સિધ્ધ કરી શકે. પરંતુ રાહુલની ભાવિ ભૂમિકા વિષે અનિશ્ચિતતા જળવાઇ રહી છે. એ પ્રધાનમંડળથી દુર રહે તેમજ પક્ષના કાર્યકારી અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષપદે બેસે એમ બને.
બંગાળ અને હિમાચલ અગ્રતાક્રમે
પ્રણવ મુખરજી પ્રધાનમંડળમાંથી છુટા થતા બંગાળના કોઇ પ્રધાન રહ્યાનથી. એવું જ હિમાચલ પ્રદેશનું છે. ઉત્તરાખંડને પણ રાજયકક્ષાના પ્રધાનરૃપે માત્ર હરીશ રાવત એ એક જ પ્રધાન મળ્યા છે. તૃણમૂલ કંગ્રેસના અડધો ડઝન પ્રધાનોએ રીટેઇલમાં સીધા વિદેશી રોકાણના મુદ્દે સરકાર છોડી દેતા બંગાળમાંથી પ્રધાનોની નિમણુંક માટે વ્યાપક તક છે. ઉત્તરાખંડમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હારી હોવાથી તથા હિમાચલ પ્રદેશના ભાજપ પાસેથી સત્તા છિનવી લેવાની કોશિશ કરી રહી હોવાથી આ રાજયોને પણ પ્રતિનિધિત્વમાં વધુ હિસ્સો મળે એ જરૃરી છે. રાવતને બઢતી આપવા ઉપરાંત ઉત્તરાખંડના અન્ય કોંગ્રેસી નેતાને તક મળવી જોઇએ. એમ કોંગ્રેસી નેતાઓ ઔમાને છે.
ભારતીય ન્યાયતંત્ર માટે પદાર્થ પાઠ
ભારતમાં, શિક્ષિત અને સભ્ય લોકોએ આચરેલા ગુન્હાની તપાસ અને ફરિયાદના કાનૂની આસપાસમાં એટલો વિલંબ થાય છે કે લોકો મૂળ બનાવો ભૂલી ગયા હોય ત્યારે માંડ ગુન્હેગારની ધરપકડ થાય છે, પરંતુ અમેરિકામાં મકીન્ઝી એન્ડ કુાંના પૂર્વ માલિક રજત ગુપ્તાને આંતરિક માહિતી 'લીક' કરવા બદલ જે ઝડપે બે વર્ષની સજા ફટકારાઇ એ પદાર્થપાઠ શીખવા જેવી વાત છે.
ગુપ્તાની ગુન્હામાં સંડોવણી થઇ એ વાતને હજી વર્ષ પણ થયું નથી, એનાથી કાનૂની વર્તુળોમાં ચર્ચા શરૃ થઇ છે કે અમેરિકી ન્યાયતંત્ર પાસેથી ભારતેના ન્યાયતંત્રે સબક શીખવાનો છે કે જયાં શિક્ષિત સભ્ય ગુન્હેગારને આટલા ટૂંકા ગાળામાં સજા ફટકારાઇ હોય એવો એક પણ કિસ્સો નથી.
જુઓ, ભારતીયોની કાર્યપધ્ધતિ
જેમના કેસ લાંબા સમયથી પડતર હોય એવા શિક્ષિત સભ્ય ગુન્હેગારોની ભારતાં લાંબી લાઇન છે. એક નમૂનો જૂઓ સત્યમ કોમ્પ્યુટરવાળા બી. રામલિંગા રાજુએ ઇ.સ. ૨૦૦૯ માં એના ગુન્હાનો એકરાર કર્યો હતો. પરંતુ હજી કોર્ટમાં એની ટ્રાયલ ચાલ્યા જ કરે છે. યુએસ-૬૯ કૌભાંડમાં તપાસનો સામનો કરતાં એક યુટીઆઇ અધિકારી ગુજરી પણ ગયા. ઇ.સ. ૧૯૯૬ માં ટેલિકોમ પ્રધાન તરીકે ત્રણ લાખની લાંચ લેવા બદલ સુખરામને ગત નવેમ્બરમાં પાંચ વર્ષની સજા થઇ હતી. બિગ બુલ હર્ષદ મહેતાનો કેસ નવ વર્ષ સુધી ચાલ્યો.
એ દોષિત ઠર્યા પછી તુર્ત જ, જેલમાં જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved