Last Update : 29-October-2012, Monday

 

પોઇન્ટ ફોર્મેટની ફાઇનલમાં રૃપેશે ઓસ્ટ્રેલિયાના બોલ્ટોનને ૬-૨થી હરાવ્યો
ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું

ટાઇમ ફોર્મેટમાં પંકજ અડવાણી અને માઇક રસેલ વચ્ચે ટક્કર

લીડ્ઝ,તા.૨૮
ગુજરાતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝનું પોઇન્ટ ફોર્મેટનું ટાઇટલ જીતી લીધું છે. ઈંગ્લેન્ડના લીડ્ઝમાં રમાયેલી વર્લ્ડ બિલિયર્ડઝની પોઇન્ટ ફોર્મેટની ફાઇનલમાં રૃપેશ શાહે ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ બોલ્ટોનને ૬-૨થી હરાવ્યો હતો. રૃપેશે તેની ફાઇનલ સુધીની સફરમાં માઇક રસેલ અને પીટર ગિલક્રિસ્ટ જેવા દિગ્ગજ ખેલાડીઓને હરાવ્યા હતા. રૃપેશે અગાઉ ૨૦૦૭માં સિંગાપોર ખાતે રમાયેલી વર્લ્ડ બિલિયર્ડઝ ચેમ્પિયનશીપના પોઇન્ટ ફોર્મેટમાં વિજય મેળવ્યો હતો.
નોર્ધન સ્નૂકર સેન્ટર ખાતે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપની પોઇન્ટ ફોર્મેટની ફાઇનલમાં રૃપેશ શાહે બોલ્ટોન સામેની પ્રથમ ગેમ આસાનીથી જીતી લીધી હતી. જો કે બોલ્ટોને બીજી ગેમ જીતતા મેચ ૧-૧થી બરોબરી પર આવી ગઇ હતી. જે પછીની બે ગેમમાંથી બંને ખેલાડીઓ એક-એક ગેમ જીત્યા હતા. પાંચમી ગેમ નિર્ણાયક સાબિત થઇ હતી અને બોલ્ટોન ૧૪૮ પર તેને ફરી તક મળે તે માટેનું કેનન ચુકી ગયો હતો. જેનો લાભ ઉઠાવતા રૃપેશે ગેમ જીતી લીધી હતી અને ૩-૨થી સરસાઇ મેળવી લીધી હતી. જે પછી તેણે પાછુ વળીને જોયું નહતુ અને ટાઇટલ જીતી લીધું હતુ.
નોંધપાત્ર છે કે અગાઉ ૨૦૦૭માં સિંગાપોરમાં રમાયેલી આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડઝ ચેમ્પિયનશીપના પોઇન્ટ ફોર્મેટ(૧૫૦ અપ)માં પણ રૃપેશે સફળતા મેળવી હતી. તે સમયે રમાયેલી ઓલ ઇન્ડિયન ફાઇનલમાં રૃપેશે અશોક શાંડિલ્યને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતુ.
દરમિયાનમાં બિલિયર્ડઝના ટાઇમ ફોર્મેટના વર્લ્ડ ચેમ્પિયનનો તાજ જીતવા માટે ભારતના પંકજ અડવાણી અને ઈંગ્લેન્ડના માઇક રસેલ વચ્ચે મુકાબલો થશે. માઇક રસેલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને અડવાણી ફરી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. સેમિ ફાઇનલમાં અડવાણીએ તેના હમવતન ખેલાડી ધુ્રવ સીટવાલાને ૧૩૮૧-૮૬૭ના સ્કોરથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ૧૯૮૯માં તેના ૧૦ પ્રોફેશનલ ટાઇટલમાંનું પ્રથમ ટાઇટલ જીતનારા રસેલે ઓસ્ટ્રેલિયાના બોલ્ટોનને ૧૫૬૨-૧૦૨૮થી પરાજય આપ્યો હતો. ૪૩ વર્ષના રસેલ અને અડવાણી વચ્ચે છેલ્લે ૨૦૦૯માં ટાઇમ ફોર્મેટની ફાઇનલ રમાઇ હતી. જેમાં અડવાણી ચેમ્પિયન બન્યો હતો, જે પછી પોઇન્ટ ફોર્મેટની ફાઇનલમાં તેઓ બે વખત ટકરાયા હતા અને બંને વખત કતાર સ્થિત ઈંગ્લિશ પ્લેયર રસેલ વિજેતા બન્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved