Last Update : 29-October-2012, Monday

 

દક્ષિણ ગુજરાતના કપરાડા તથા મહુવા પંથકમાં કમોસમી વરસાદ

વલસાડ અને પારડીમાં પણ સાંજે સૂસવાટાભેર પવન સાથે ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

વલસાડ, તા.૨૮
વર્ષાઋતુની વિદાય બાદ છેલ્લા એકાદ મહિનાથી દિવસ દરમિયાન અસહ્ય ગરમી વચ્ચે આજે બપોરે ૨ થી ૪ કલાકમાં કપરાડા તાલુકામાં ભારે પવન સાથેના વાવાઝોડામાં ૬ મીમી વરસાદ વરસ્યો હતો. જયારે પારડીમાં બપોરે અને વલસાડમાં મોડી સાંજે જોરદાર પવન સાથે વરસાદ પડયો હતો.
છેલ્લા એકાદ મહિનાથી મેઘરાજાએ વિદાય લીધી છે અને દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને બફારાને લીધે લોકો પરેશાન થઇ ગયા હતા. થોડા દિવસોથી મળસ્કે ઠંડી શરૃ થઇ હતી. દરમિયાન આજે બપોરે બે વાગ્યા પછી કપરાડા તાલુકાના દાબખલ, દાભાડી, ચીંચપાડા અને આંબાજંગલ વિસ્તારમાં ભારે પવન સાથે એક જોરદાર ઝાપટું પડયું હતું અને ૬ મીમી વરસાદ વરસ્યો હતો. જયારે પારડીમાં બપોર બાદ ભારે પવનના સુસવાટા સાથે ઝરમર વરસાદ પડયો હતો. તેજ રીતે મોડી સાંજે વલસાડમાં ૪૦ કિ.મી. પ્રતિ કલાક ફુંકાયેલા પવન વચ્ચે વરસાદ પડયો હતો. જયારે વલસાડ નજીક આવેલી કુંડી ફાટક, ડુંગરી, ઓલગામ, જેસપોર અને તેની આજુબાજુના હાઇવે ઉપર જોરદાર ઝાપટું પડતાં વાતાવરણ ઠંડકમય બનતાં લોકોએ રાહત અનુભવી હતી.
સુરત જિલ્લાના બારડોલી અને મહુવા પંથકમાં બપોરના સુમારે આકાશમાં અચાનક કાળા ભમ્મર વાદળો ધસી આવ્યા હતાં. મહુવા પંથકમાં અડધો કલાક વરસાદ થતાં ખેતીપાકને નુકસાન થવાની દહેશત ઉભી થઇ છે. કમોસમી વરસાદ સાથે વાતાવરણ ઉકળાટભર્યું બનતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે.
ચોમાસાની વિધિવત વિદાય બાદ શિયાળાની શરૃઆત થઇ છે. રાત્રે ઝાકળ સાથે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. શિયાળાની શરૃઆત સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખેતીકામમાં જોડાયા છે. ચતોમાસુ ડાંગર કાપણી, શેરડી રોપણી અને શેરડી કાપણી શરૃ થઇ ગઇ છે પણ શિયાળો શરૃ થવા છતાં આકાશમાં સમયાંતરે વાદળો ધસી આવે છે.
આજે રવિવારે બપોરે ૨ વાગ્યા પછી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. બારડોલી અને મહુવા પંથકમાં આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું નજરે પડયું હતું અને વાતાવરણમાં ઉકળાટ શરૃ થયો હતો. બાદમાં મહુવા ખાતે બપોરે ૩-૩૦ થી ૪-૧૫ સુધી અચાનક વરસાદ થયો હતો. અડધો-પોણો કલાક સુધી મહુવા, ઓંડચ, કાની, મીયાપુર સહિતના ગામોમાં વરસાદ થતાં ખેડૂતો ચિંતામય બની ગયા છે. કમોસમી વરસાદથી ખેતીના તમામ પાકોને નુકસાન થવાની દહેશત ઉભી થવા પામી છે. હવામાનમાં અચાનક પલ્ટા સાથે કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બની ગયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved