Last Update : 29-October-2012, Monday

 

ફેસબુકના ૧૧ લાખ યુઝર્સની માહિતી માત્ર ૩ પાઉન્ડમાં વેચાઈ

માહિતી ખરીદ્યાનો એક બલ્ગેરિયન બ્લોગરનો દાવો ઃ ફેસબુકે આરંભેલી તપાસ

ન્યૂયોર્ક, તા. ૨૮
વપરાશકારોની અંગત માહિતીની જાળવણી ન રાખવાના વિવાદોમાં સપડાયેલી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક હવે નવા વિવાદમાં સપડાઈ છે. એક બ્લોગરે દાવો કર્યો છે કે તેણે માત્ર ત્રણ પાઉન્ડમાં ૧૧ લાખ ફેસબુક યુઝર્સના ઈમેલ એડ્રેસ અને યુઝર આઈડી મેળવ્યા છે.
તાજેતરમાં જ ફેસબુક ઉપર તેના નવા ફિચર 'ટાઈમલાઈન'માં પ્રાઈવેટ મેસેજને જાહેર કરવાના આક્ષેપો થયા છે ત્યારે બલ્ગેરિયાના બોગોમિલ શોપોવ નામના બ્લોગર અને ડિજિટલ-રાઈટ્સ એક્ટિવિસ્ટે દાવો કર્યો હતો કે તેણે નામ, યુઝર આઈડી અને ઈમેલ એડ્રેસ સહિતનો ડેટા સાવ નજીવી કિંમતે ખરીદ્યો હતો. તેણે એવો દાવો પણ કર્યો હતો કે ફેસબુકે તેને તેની ખરીદીની વિગતો દર્શાવતી પોસ્ટ ડિલીટ કરી દેવા પણ કહ્યું હતું.
શોપોવે દાવો કર્યો હતો કે વળતરના બદલામાં કામ આપતી ગીગબકસ નામની વેબસાઈટ પર તેનો સંપર્ક 'મર્ટેમ' નામના યુઝર સાથે થયો હતો. મર્ટેમે આ વિશે જણાવ્યું હતું કે યાદીમાંની માહિતી ફેસબુક એપ્સ દ્વારા એકત્રિત કરવામાં આવી છે અને એમાં ફેસબુકના એકટિવ યુઝર્સની માહિતી છે. આવી માહિતી જાહેરાત કરતી કંપનીઓ માટે ખૂબ ઉપયોગી હોય છે.
ફેસબુકના પ્રવકતાએ આ અંગે જણાવ્યું હતું કે તેમના યુઝર્સની માહિતી જાહેર કરવા બાબતે તેઓ જાગૃત છે અને આ કેસમાં એવું જણાય છે કે કોઈએ અમારી સાઈટ પરથી માહિતી તફડાવવાનો પ્રયાસ કર્યો છે. ફેસબુકે જણાવ્યું હતું કે તેમના સિક્યોરિટી એન્જિનિયરો તપાસ ચલાવી રહ્યાં છે અને દોષિતો સામે કડક પગલા લેવામાં આવશે.
શોપોવે એવો દાવો પણ કર્યો હતો કે ફેસબુકે તેનો સંપર્ક કરીને ખરીદી બાબતે તપાસ પણ કરી હતી. પરંતુ તેમના વાર્તાલાપને ખાનગી રાખવા જણાવ્યું હતું. તેણે આક્ષેપ કર્યો હતો કે ફેસબુકના સત્તાવાળાઓએ તેમને સઘળી માહિતી પાછી આપી દેવાનો તેમજ બ્લોગ પરથી ડિલિટ કરી દેવાની માંગણી પણ કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved