Last Update : 29-October-2012, Monday

 

અમેરિકાના ન્યૂ જર્સીમાં સેન્ડી વાવાઝોડાનો ખતરો ઃ કરોડોને સ્થળાંતરની સૂચના

કેરેબિયન ટાપુઓ પર હાહાકાર મચાવ્યા બાદ હવે અમેરિકા ભય હેઠળ ઃ પૂરની આશંકા

શીપ બોટમ, ન્યુ જર્સી, તા. ૨૮
અમેરિકાને જાણે સમુદ્રમાંથી ઉઠતા તોફાની પવનો સાથે ઘરોબો કેળવાઇ ગયો છે. વર્ષ દરમિયાન અવારનવાર વાવાઝોડા અમેરિકાના પૂર્વ કિનારે ત્રાટકતા રહે છે. તેવું જ એક વાવાઝોડું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ત્રાટકે તેવી શક્યતાને પગલે પાંચથી ૬ કરોડ લોકોને ચેતવણી આપવામાં આવી છે. આ વાવાઝોડું સોમવારે સાંજે રાત્રી દરમ્યાન કે મંગળવારે સવારે ન્યુજર્સીના જમીન વિસ્તારમાં પ્રવેશશે તેવી આગાહી છે. આ તોફાને પ્રથમ કેરેબીયન ટાપૂ પર હાહાકાર મચાવ્યો હતો.
આ સંદર્ભે માહિતી આપતા દેશના સામુદ્રીક અને વાતાવરણ સંબંધી બાબતોના પ્રવકતા લૂઇસ યુકેલીનીએ જણાવ્યું હતું કે અમે પાંચથી છ કરોડ લોકો પર આ વાવાઝોડાની માઠી અસર પડશે તેવું માની રહ્યા છીએ. આ વાવાઝોડાને 'સેન્ડી' નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડું બહુ બળવાન નથી પણ પૂર્વ અમેરિકાના ત્રીજા ભાગ પર ત્રાટકી શકે તેટલા પહોળા વિસ્તારમાં ચાલ્યું આવે છે. વળી નિષ્ણાંતોના મતે વાવાઝોડું જાગે ત્યારે કેટલું મજબુત છે તે મહત્વનું નથી પણ તે જ્યારે જમીન પર ત્રાટકે ત્યારે જો તે બળભંગ થઇ ગયું હોય તો ઓછી ખાનાખરાબી સર્જી શકે છે.આ સંદર્ભે ફેડરલ ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીના ડાયરેકટર ક્રેગ ફૌગેટે માહિતી આપી હતી કે આ માત્ર સમુદ્ર કિનારા માટે જ જોખમ નથી પણ તે ઘણા વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે તે સમસ્યા મોટી છે. તેમ છતાં સમુદ્ર કિનારાના લોકોને ખસી જવા સાવચેત કરાયા છે. આ વાવાઝોડાની ચેતવણીને પગલે ન્યુજર્સીમાં કેસીનો બંધ કરી દેવાયા છે. ન્યુયોર્કના ગવર્નરે સબવે બંધ રાખવાની બાબત વિચારી રહ્યા છે જેથી સબવેમાં પાણી ભરાઇ જવાના બનાવમાં જાનહાની નિવારી શકાય.
જ્યારે અર્ધો ડઝન રાજ્યોને એક અઠવાડીયા સુધી વિજળી વિનાની સ્થિતિમાં રહેવાની તૈયારી કરી લેવા જણાવાયું છે. ભૂભાગમાં પ્રવેશ સમયે તેના પવનની ૭૫ માઇલ પ્રતિ કલાકની ઝડપ રહેશે તેવું અનુમાન છે.
તે ચેરીસ્ટોનથી અગ્નિકોણે ૩૫૫ માઇલ દૂર ભૂભાગમાં પ્રવેશશે તેમ ચેતવણી અપાઇ છે.
વાવાઝાડોના જોખમે અમેરિકામાં બન્ને ઉમેદવારોના પ્રચારને પણ અસર પહોંચાડી છે.
વિદ્યુત વેગી પ્રચાર ચલાવી રહેલા મીટ રોમ્નીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ ઓહીઓ ખાતે આખો દિવસ રોકાવાના છે. જ્યારે મીશેલ ઓબામાએ હેમ્પશાયર ખાતેની તેમની જાહેર સભા રદ કરી છે. જ્યારે ઓબામાએ તેમનો સોમવારે ફ્લોરીડા જવાનો કાર્યક્રમ રદ કરીને રવિવારે જવાનું નક્કી કર્યું હતું જેથી વાવાઝોડાના સામના માટે તંત્રને સજ્જ રાખી શકાય.

અગવડ ન પડે તે માટે ઓબામાએ પ્રવાસ મોકૂફ રાખ્યો
શીપ બોટમ, તા. ૨૮
રાજકારણ અને ફરજ વચ્ચેનો તફાવત આપણા રાજકારણીઓએ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પાસેથી શીખવા જેવો છે. હાલ મીટ રોમ્ની સામે ઓબામાની ચૂંટણી પ્રચારમાં એટલી તેજી છે કે મીશેલ ઓબામા પણ પ્રચારાર્થે ફરી રહ્યા છે તેવે સમયે અમેરિકાના ન્યુજર્સી રાજ્ય પર વાવાઝોડુ ત્રાટકવાની આગાહી આપવામાં આવતા જ ઓબામાએ ફ્લોરીડા જવાનો તેમનો કાર્યક્રમ બદલીને રવિવારનો કરી દીધો છે.
આપણે ત્યાં આવતી પૂર આપત્તિમાં નેતાઓ પાણી ઓસરી જાય ત્યારે હેલીકોપ્ટરમાં હવાઇ નિરીક્ષણ કરવા નિકળે છે.
જ્યારે ઓબામાએ ફ્લોરીડાનો પ્રવાસ એક દિવસ આગળ વધારીને રવિવારે ફ્લોરીડા પહોંચવાનું તો નક્કી કર્યું જ છે પણ પોતાના ચૂંટણી કાર્યક્રમો રદ કરીને સરકારી તંત્રને વાવાઝોડાના સામના માટે તૈયાર રહેવા તેમજ વાવાઝોડા સમયે પોતે ફ્લોરીડામાં હાજર રહેવાનો કાર્યક્રમ ઘડયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved