Last Update : 29-October-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
* પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કચરાનો નિકાલ કરવા માટે રેલવે વિભાગ ટ્રેનમાં 'બાયો ટોયલેટ' એટલે કે જૈવિક જાજરૃની સંખ્યા વધારવાનું વિચારી રહ્યો છે. આ સાથે રેલવે બેક્ટેરીયા ઉત્પન્ન કરતાં ત્રણ વિશાળ પ્લાન્ટ પણ સ્થાપશે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ૨૫૦૦ જેટલા ડબાને આવા જૈવિક જાજરૃથી સજ્જ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આવા જાજરૃ માટેના બેક્ટેરીયા હાલ રેલવે વિભાગ ડીઆરડીઓ પાસેથી મેળવે છે પણ હવે તે કપુરથલા, ચેન્નાઈ અને નાગપુરમાં પોતાના જ પ્લાન્ટ બનાવશે. ઉલ્લેખનીય છે કે, આ બેક્ટેરીયા માણસના મળ-મૂત્ર સહિતના કચરાને પાણી અને ગેસમાં રૃપાંતરિત કરે છે.
* ૧૯૯૩ થી ૨૦૦૪ દરમિયાન કોલ બ્લોકની ફાળવણીથી લાભ મેળવનારી બે કંપનીઓ સામે સીબીઆઈને પ્રથમદર્શી પુરાવા હાથ લાગ્યા છે. જેના પગલે તપાસ સંસ્થા બન્ને કંપનીઓ સામે આ સપ્તાહે કેસ દાખલ કરે તેવી શક્યતા છે. રસપ્રદ બાબત તો એ છે કે કોંગ્રેસ પર કોલસા કૌભાંડનો આરોપ મુકતું એનડીએ જ આ ૧૧ વર્ષમાંથી અડધાથી વધુ વર્ષો સત્તા પર હતું.
* રાજધાની નવી દિલ્હીમાં પ્લાસ્ટિકની બેગ (કોથળીઓ)ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહને અટકાવવા માટે ૨૨મી ડિસેમ્બરની સમય મર્યાદા નક્કી કરાઈ છે. પર્યાવરણ વિભાગે પ્લાસ્ટિકની કોથળીઓ બનાવતા નાના-મોટા વેપારીઓને ઉત્પાદન બંધ કરવા જણાવ્યું છે. દિલ્હી રાજ્ય સરકારે પ્લાસ્ટિકની બેગના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવાનું નક્કી કર્યું છે. અને આ પ્રતિબંધ ૨૨મી ડિસેમ્બરથી અમલમાં મુકાશે. અગાઉ દિલ્હી વડી અદાલતના આદેશને પગલે ૨૦૦૯ના જાન્યુઆરીમાં સરકારે આવો પ્રતિબંધ મુક્યો હતો પણ તેને ઈચ્છિત પરિણામ મળ્યું નહોતું. પણ હવે નિયમનો ભંગ કરનારને પાંચ વર્ષ સુધીની જેલ અને એક લાખ સુધીનો દંડ થઈ શકે છે.
* શરદ પૂનમ અને શિતળ ચાંદની સંબંધે સદીઓથી તેનું આકર્ષણ યથાવત્ રાખ્યું છે. શરદ પૂનમના દિવસને ધ્યાનમાં રાખીને આગ્રાના વિશ્વ પ્રસિધ્ધ તાજમહેલ ખાતે ખાસ રાત્રી દર્શનનું આયોજન કરવામાં આવે છે. રાત્રે ચાંદનીથી નિતરતા આરસપહાણના આ બેનમૂન નજરાણાને નિહાળવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. આ વખતે શરદ પૂનમ સોમવારે એટલે કે ૨૯મી ઓક્ટોબરના રોજ છે. આ દિવસે તાજના અપ્રતિમ સૌંદર્યને મન ભરીને માણવા માગતા લોકો માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવાતી હોય છે. જેમાં શનિવારથી બુધવાર સુધી ચાલતા રાત્રિ દર્શનનો પણ સમાવેશ થાય છે.
* સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવને હવામાનમાં થતાં ફેરફારની સાથે વિચારો આવતા હોય તેવું લાગે છે! બિન કોંગ્રેસી અને બિન ભાજપી વિકલ્પ એટલે કે ત્રીજા મોરચાની રચનાનો વિચાર ફરીથી તેમના મગજમાં સ્ફૂર્યો છે. વડાપ્રધાને કેબિનેટની પુર્નરચનામાં મુલાયમને કોઈ તક આપી નથી એટલે 'દ્રાક્ષ ખાટી છે...' મુલાયમે યુપીએમાં જોડાવાની શક્યતા નકારી કાઢી છે!

 

આંતરરાષ્ટ્રીય
* અમેરિકામાં ઉત્તર કેલિફોર્નિયાના યુબા સિટી ખાતે એક ગર્ભવતિ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર પોતાની સાસુની જ હત્યા કર્યાનો આરોપ છે. ૩૭ વર્ષીય બલજિન્દર કૌરે તેની ૬૮ વર્ષીય સાસુ બલજિત કૌરની માથામાં ઈજા પહોંચાડી હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે. બલજિન્દર તો હાલ જેલમાં છે પણ તેના પેટમાં ૬ મહિનાનો ગર્ભ હોવાથી તેની પ્રસુતિ જાન્યુઆરીમાં થવાની શક્યતા તબીબો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સૌથી વધુ શીખો યુબા સિટીમાં રહેતા હોવાથી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
* નાનું કુટુંબ, સુખી કુટુંબ... વાત તો સાચી પણ તેમાં ક્યાંય નાનું ઘર સુખી કુટુંબ એવો ઉલ્લેખ નથી! વાત જાણે એમ છે કે પોલેન્ડના વારસા વિસ્તારમાં એક ઈઝરાયેલી લેખકે માત્ર ચાર ફૂટ જેટલી જગ્યામાં ચાર માળનું મકાન બનાવ્યું છે. આ મકાન દુનિયાનું સૌથી સાંકડું ઘર હોવાનું માનવામાં આવે છે. ચાર માળના આ મકાનમાં બેડરૃમ, બાથરૃમ, લોન્જ અને રસોડું પણ છે. બે મકાનો વચ્ચેની જગ્યાનો સદુઉપયોગ કરીને આ મહાશયે તૈયાર કરેલું ૪૦ ફૂટ ઊંચુ અને ૬૦ ઈંચ પહોળુ મકાન દૂર જોતાં મકાન વચ્ચેની મોટી તિરાડ જેવું લાગે છે! જોકે આ મકાન કુટુંબ માટે નહીં પણ કોઈ એક જ વ્યક્તિને રહેવા માટે છે. ઈઝરાયેલી લેખક ઈત્ઝેગર આ મકાનનો ઉપયોગ તેમના પોલેન્ડ પ્રવાસ દરમિયાન કરશે. ઈત્ઝગરે આ બંગલામાં પોતાની તમામ સુખ-સુવિધાઓનો પણ ખાસ ખ્યાલ રાખ્યો છે... હાલ તો ઈઝરાયેલી લેખકના આ 'નાના' મકાનની ચર્ચા વિશ્વભરમાં મોટાપાયે ચાલી રહી છે!
* હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ 'ગોન ઈન સિકસટી સેકન્ડ્સ' જોઈને નવાઈ પામનારા લોકોની નવાઈમાં છ ગણો વધારો થાય તેવા સમાચાર છે! અપરાધીઓ અંગે તાજેતરમાં જ કરાયેલા અભ્યાસ મુજબ દર વર્ષે યુકેમાં ચોરાતી ૧.૫૦ લાખ કારોમાં સૌથી વધુ સંખ્યા કાળા રંગની ઓડીની હોય છે. ઉપરાંત આ તમામ કારમાંથી બે તૃતીયાંશ જેટલી કારની ચોરી તો તાળા તોડીને નહીં પણ ચાવી ચોરીને થઈ છે! તાળા તોડવામાં એટલે કે ગાડીનું ઈગ્નિશન ખરાબ કરીને ગાડીની ઉઠાંતરી કરવામાં વધુ સમય જતો હોવાથી ચોર આણી કંપની હવે ચાવી ચોરીને ગાડી મારી મુકવાનું પસંદ કરે છે. આ રીતે કારની ચોરી કરતાં માત્ર ૧૦ સેકન્ડ જેટલો જ સમય લાગે છે, એટલે કે હોલિવૂડની પેલી ફિલ્મ કરતાં છ ગણો ઓછો!
* બર્માના રાબિન રાજ્યમાં બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે ફાટી નિકળેલી હિંસાથી ૨૨ હજાર જેટલા લોકો વિસ્થાપિત બન્યા છે. જેમાં મોટાભાગના મુસ્લિમ રોહિન્ત્રપદ લઘુમતી સમૂદાયના છે. અથડામણમાં ૪૬૦૦ જેટલા મકાનોને આગ લગાડવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રોના અધિકારીઓના જણાવ્યા મુજબ વિસ્થાપિતોમાંથી અનેકને તાત્કાલિક સારવારની જરૃર છે.
* ઈરાકના પૂર્વ વડા સદામ હુસેનના સેન્ટ્રલ બેંકના ખાતામાંથી ૬૨ કરોડ પાઉન્ડના ઉપાડના સંદર્ભે ચાલતી શોધખોળ વચ્ચે બ્રિટિશ ઈજનેરની તેની પત્ની અને સાસુ સાથે ફ્રેંચ આલ્પ્સ પર્વતોમાં હત્યા કરી નાખવામાં આવી હતી. ઈરાકમાં જન્મેલા ૫૦ વર્ષીય સાદ અલ-હિલ્લિને સદામના ખાતામાંથી થયેલા 'ગુપ્ત ઉપાડ' સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. સાદની પુત્રીઓ ઝૌનાબ અને ઝીના આ હૂમલામાં બચી ગઈ હતી. જોકે સાદનો ભાઈ ઝૈદ સદામ સાથે તેમની સંડોવણીના અહેવાલો સતત નકારતો આવ્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved