Last Update : 29-October-2012, Monday

 

કેબિનેટની પુનર્રચનાઃ દિનશા ખાણ પ્રધાન
મનમોહનની ટીમમાં૧૭ નવા ચહેરા

ખુર્શીદને વિદેશ પ્રધાન બનાવી દેવાતાં આશ્ચર્ય, ભરતસિંહ સોલંકીને પીવાના પાણી અને સફાઇનો સ્વતંત્ર હવાલો, મંત્રીઓની કુલ સંખ્યા ૭૮ થઇ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૮
૨૦૧૪ની ચૂંટણીની પૂર્વ તૈયારી રૃપે વડાપ્રધાન મનમોહન સિંહે આજે કેન્દ્રીય પ્રધાનમંડળની ધરખમ પુનર્રચના કરી તેમની નવી ટીમ રચી છે. તેમણે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલાં કાયદા પ્રધાન સલમાન ખુર્શીદને આશ્ચર્યજનકરીતે વિદેશ પ્રધાનનો મહત્વનો હવાલો સોંપી દીધો છે. ૧૭ નવા ચહેરા સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના કુલ ૨૨ પ્રધાનોએ આજે પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતના સાંસદ દિનશા પટેલને ખાણકામ મંત્રાલયમાં કેબિનેટ પ્રધાનનું પ્રમોશન મળ્યું છે તો ભરત સિંહ સોલંકી પાસેથી રેલવેનો રાજ્યકક્ષાનો હવાલો લઇને પીવાના પાણી અને સફાઇ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. આજના વિસ્તરણ પછી ંમંત્રીમંડળમાં પ્રધાનોની સંખ્યા ૬૭થી વધીને ૭૮ થઇ છે.
પવન કુમાર બંસલ પાસેથી પાણી સંસાધનોનો હવાલો આંચકીને તેમને રેલવે ખાતું સોંપવામાં આવ્યું છે. એસ. જયપાલ રેડ્ડીને હાઇપ્રોફાઇલ પેટ્રોલિયમની જવાબદારીમાંથી મુક્ત કરીને ઓછા મહત્વની સાયંસ ટેકનોલોજી એન્ડ અર્થ સાયન્સિઝનો હવાલો આપવામાં આવ્યો છે. સંસદનું આગામી શિયાળુ સત્ર નજીકમાં હોઇ તેનું સારીરીતે સંચાલન થાય તે માટે તેનો હવાલો કોંગ્રેસના સીનિયર નેતા કમલનાથને સોંપવામાં આવ્યો છે. અત્યારસુધી બંસલ પાસે આ હવાલો હતો. ઉત્તરાખંડના બળવાખોર નેતા હરીશ રાવતને પાણી સંસાધનોના મંત્રાલયના કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે.
કેબિનેટમાં જે નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે તેમાં એક્ટરમાંથી રાજકારણી બનેલાં ચિરંજીવીને પ્રવાસન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો (રાજ્યકક્ષા) અપાયો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીને માહિતી અને પ્રસારણ ખાતું સોંપવામાં આવ્યું છે. રાજ્યસભાના પૂર્વ નાયબ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા કે. રહેમાન ખાને લઘુમતિ બાબતોના પ્રધાન તરીકે રિ-એન્ટ્રી કરી છે.
ઉત્તર પ્રદેશમાં ખુર્શીદની માલિકીની એનજીઓ પર નાણાકીય ગેરરીતિના વ્યાપક આક્ષેપો છતાં કોંગ્રેસે જાણે 'ઇનામ' આપ્યું હોય તેમ તેમને વિદેશ મંત્રાલયનો હવાલો સોંપાયો છે.
રાહુલ ગાંધી સરકારમાં જોડાવવાથી દૂર રહ્યા હતા. વડાપ્રધાને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં આ છેલ્લી વખત પુનર્રચનાની કવાયત હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. એનસીપીના તારિક અનવરને રાજ્કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં યોજાયેલાં શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તમામ ૨૨ પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં નાયબ રાષ્ટ્રપતિ હામિદ અંસારી, વડાપ્રધાન ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, વિરોધ પક્ષના નેતા સુષમા સ્વરાજ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીના નજીકના મનાતાં ત્રણ નેતાઓને પ્રમોશન આપીને તેમને સ્વતંત્ર હવાલો આપી દેવામાં આવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને વીજળી ખાતું, સચિન પાઇલોટને કંપની બાબતોનો હવાલો અપાયો છે. ગૃહ મંત્રાલયમાં રાજ્યકક્ષાનો હવાલો સંભાળતાં જિતેન્દ્ર સિંહને યુવા અને રમત-ગમત પ્રધાન બનાવવામાંઆવ્યા છે.
વડાપ્રધાને આજે એકથી વધુ પોર્ટફોલિયો ધરાવતાં પ્રધાનો પાસેથી આંચકી લીધો હતો. તૃણમૂલ કોંગ્રેસના છ પ્રધાનોના રાજીનામા, વિલાસરાવ દેસમુખના અવસાન અને એસ.એમ.કૃષ્ણા સહિત આઠ પ્રધાનોના રાજીનામાને કારણે ખાલી પડેલી જગ્યાઓ આજે ભરી દેવામાં આવી છે. ટેલિકોમ પ્રધાન કપિલ સિબલ પાસેથી માનવસંસાધન ખાતું લઇ લેવામાં આવ્યું હતું અને તે અત્યારસુધી સંરક્ષણનો રાજ્યકક્ષાનો હવાલો સંભાળી રહેલાં એમ.એમ.પલ્લમ રાજુને આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુ એક મહત્વનું પ્રમોશન અશ્વિની કુમારને આપવામાં આવ્યું છે. તેમને કેબિનેટનો દરજ્જો આપીને અત્યારસુધી ખુર્શીદ પાસે રહેલા કાયદા મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.
અજય માકનને પ્રમોશન આપીને રમત-ગમત વિભાગની જવાબદારી લઇને આવાસ અને શહેરી ગરીબી નાબૂદી મંત્રાલયની મહત્વની જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.એચ. મુનિયપ્પા પાસેથી રેલવેનો હવાલો લઇને લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના અન્ય પ્રધાનો કે જેમની જવાબદારી બદલવામાં આવી છે તેમાં ડી. પુરનદેશ્વરી (માનવ સંસાધનથી વાણિજ્ય અને ઉદ્યોગ), જિતિન પ્રસાદ (માર્ગ પરિવહનથી સંરક્ષણ અને એચઆરડી), એસ. જગતરક્ષણન (આઇએન્ડબીથી ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી), કે.સી. વેણુગોપાલ (વીજળીથી નાગરિક ઉડ્ડયન) અને સંસદીય બાબતોના પ્રધાન રાજીવ શુક્લા (આયોજનનો વધારાનો હવાલો)નો સમાવેશ થાય છે.
રાજ્યકક્ષાના વિદેશી બાબતોના પ્રધાન ઇ.અહેમદ પાસેથી એચઆરડીનો વધારાનો હવાલો લઇ લેવામાં આવ્યો છે. જ્યારે આર.પી.એન. સિંહને પેટ્રોલિયમથી ગૃહ તરફ ખસેડવામાં આવ્યા છે.
રાજ્યકક્ષાના હવાલા સાથે જે નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં કે. સુરેશ (શ્રમ અને રોજગાર), તારિક અનવર (કૃષિ અને અન્ન પ્રોસેસિંગ ઉદ્યોગ), કે.જે. સૂર્યપ્રકાશ રેડ્ડી (રેલવે), રાણી નરાહ (આદિવાસી બાબતો), અધીર રંજન ચૌધરી (રેલવે), એ.એચ.ખાન (આરોગ્ય અને પરિવાર કલ્યાણ), એસ. સત્યનારાયણ (માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ), નિનોંગ ઇરિંગ (લઘુમતિ બાબતો), દીપ દાસમુંશી (શહેરી વિકાસ), પી. બલરામ નાઇક (સામાજિય ન્યાય), કે. કૃપારાણી (સંદેશાવ્યવહાર અને આઇટી) અને લાલચંદ કટારિયા (સંરક્ષણ) છે.

મંત્રીઓની ખાતામાં થયેલી ફેરબદલ

-

-

પૂર્વ મંત્રાલય

હાલનું મંત્રાલય

(૧)

પવન બંસલ

જળ સંસાધન

રેલવે

(૧)

પવન બંસલ

જળ સંસાધન

રેલવે

(૨)

જયપાલ રેડ્ડી

પેટ્રોલિયમ

વિજ્ઞાાન અને ટેકનોલોજી,

-

-

અર્થ સાયન્સ

-

(૩)

ખુર્શીદ

કાયદા મંત્રી

વિદેશ મંત્રી

(૪)

જિતેન્દ્રસિંહ

ગૃહ રાજ્યમંત્રી

યુવા અને રમતગમત મંત્રી

(૫)

કે. એચ. મુનિયપ્પા

રેલ્વે

માઇક્રો, સ્મોલ અને મિડીયમ

-

-

-

એન્ટરપ્રાઇસ

(૬)

ભરતસિંહ સોલંકી

રેલ્વે

પીવાનું પાણી અને

-

-

-

સફાઇ (સ્વતંત્ર હવાલો)

(૭)

ડી પુરંદેશ્વરી

માનવ સસાધન

વાણિજ્ય અને ઉદ્યોગ

(૮)

જિતેન પ્રસાદ

માર્ગ પરિવહન

સંરક્ષણ અને માનવ સંસાધન

-

-

-

વિકાસ

(૯)

એસ. જગતરક્ષકન

માહિતી પ્રસારણ

ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી

(૧૦)

કેસી વેણુગોપાલ

વીજળી

નાગરિક ઉડ્ડયન

(૧૧)

આરપીએનસિંહ

પેટ્રોલિયમ

ઘર

(૧૨)

શેલજા

ગૃહનિર્માણ અને

સામાજિક ન્યાય અને

-

-

શહેરી ગરીબી નાબૂદી

સશક્તિકરણ

 

કેબિનેટમાં કોને પ્રમોશન

નામ

અગાઉનું ખાતું

હવે

સલમાન ખુર્શીદ

કાયદા

વિદેશ

વીરપ્પા મોઇલી

વીજળી અને કંપની બાબતો

પેટ્રોલિયમ

દિનશા પટેલ

ખાણ( રાજ્યકક્ષા)

કેબિનેટનો હવાલો

ભરત સિંહ સોલંકી

રેલવે(રાજ્યકક્ષા)

પીવાના પાણી અને સફાઇ (સ્વતંત્ર હવાલો)

કમલનાથ

શહેરી વિકાસ

શહેરી સાથે સંસદીય બાબતો

જિતેન્દ્ર સિંહ

ગૃહ(રાજ્યકક્ષા)

યુવા અને રમત-ગમત બાબતો

એમ.એમ.પલ્લમ રાજૂ

સંરક્ષણ(રાજ્યકક્ષા)

માનવસંશાધન

જ્યોતિરાદિત્ય સિંધિયા

વાણિજ્ય અને ઉદ્યોગ (રાજ્યકક્ષા)

વીજળી(સ્વતંત્ર હવાલો)

 

મંત્રીમંડળમાં સામેલ નવા ચહેરાઓની પ્રોફાઇલ
* બલરામ નાયક ઃ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની કારકિર્દી શરૃ કરનાર અને હાલમાં તેલંગણાનાં ૪૮ વર્ષીય સાંસદ પોરિકા બલરામ નાયકને શિસ્ત અને કોંગ્રેસ હાઇ કમાન્ડ સાથેની વફાદારીના બદલામાં તેમને મંત્રી પદ આપવામાં આવ્યું છે. થોડાક વર્ષો પોલીસમાં નોકરી કર્યા પછી તેઓ ટેલિકોમ વિભાગમાં જોડાયા હતાં. આ નોકરી પણ છોડીને તેમણે પોતાનો રીયલ એસ્ટેટ બિઝનેસ શરૃ કર્યો હતો. આ દરમિયાન ૨૦૦૯માં તેઓ કોંગ્રસમાં જોડાયા હતાં અને મેહબુબાબાદ વિસ્તારમાંથી સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા હતાં.
* કે. જે. એસ. રેડ્ડી ઃ કોટલા જયા સૂર્યપ્રકાશ રેડ્ડી સૌ પ્રથમ વખત ૧૯૯૪માં લોકસભાની ચૂંટણીની જીત્યા હતાં. રાયલસિમાના મજબૂત નેતા કોટલા વિજ્યાભાસ્કર રેડ્ડીના પુત્ર સુૂર્યપ્રકાશનું પરિવાર હંમેશાથી ગાંધી-નહેરૃ પરિવારને વફાદાર રહ્યું છે. તેઓ ૨૦૦૪ અને ૨૦૦૯માં પણ સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા હતાં. તેમના પત્ની પણ ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતાં. તેઓ પોલિટિકલ સાયન્સનાં સ્નાતક છે.
* ચિરંજીવી ઃ અભિનેતામાંથી નેતા બનેલા ચિરંજવી ૫૩ વર્ષની વયે ૨૦૦૮માં રાજકારણમાં જોડાયા હતાં. તેમણે શરૃઆતમાં પોતાના અલગ પક્ષની રચના કરી હતી પંરતુ વિધાનસભામાં ચૂંટણીમાં તેમના પક્ષને ૨૦થી પણ ઓછી બેઠકો મળી હતી. આ ચુંટણી દરમિયાન તે બે બેઠકોે પર ઉભા રહ્યા હતાં જેમાંથી એક બેઢક પર તેઓ વિજયી બન્યા હતાં. ત્યારબાદ ચિરંજવીએ ૨૦૧૧માં પોતાના પક્ષને કોંગ્રસમાં ભેળવી દીધો હતો. ૨૦૧૨માં તેઓ રાજયસભાનાં સાંસદ બન્યા હતાં.
* તારિક અનવર ઃ ૧૯૭૨માં પત્રકાર તરીકે કારકિર્દી શરૃ કર્યા પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતાં. ૧૯૭૬માં તેઓ બિહાર યુથ કોંગ્રેસનાં પ્રમુખ બન્યા હતાં. ત્યારબાદ ૧૯૮૨માં તેઓ ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસનાં પ્રમુખ બન્યા હતાં. ૧૯૮૦માં તેઓ કટિહાર બેઠક પરથી ચૂંટણી લડયા હતા અને વિજયી રહ્યા હતાં. તેમણે ચાર વખત આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કર્યુ હતું. ૧૯૯૯માં તેઓ એનસીપીમાં જોડાયા હતાં. હાલમાં તેઓ રાજ્યસભાનાં સાંસદ છે.
* સત્યનારાયણ ઃ સત્યનારાયણે પોતાની કારકિર્દીની શરૃઆત સરકારી નોકરીથી કરી હતી. તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચએમટી અને સેલ જેવી કંપનીઓમાં પણ નોકરી કરી હતી. આ નોકરીઓ દરમિયાન તેઓ ટ્રેડ યુનિયનનાં નેતા બન્યા હતાં. રાજકારણમાં જોડાવવા માટે તેમણે સરકારી નોકરી છોડી દીધી હતી અને ૧૯૮૫માં ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતાં. ૫૮ વર્ષીય સત્યનારાયણ તેલંગણા ક્ષેત્રના મેદાક જિલ્લાની સિદ્દીપેટ બેઠક પરથી ૨૦૦૪માં પ્રથમ વખત લોકસભાનાં સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા હતાં.
* મનીષ તિવારી ઃ મનીષ તિવારી ૧૯૮૧માં યુવા કોંગ્રેસમાં જોડાયા હતાં. તેઓ ૩૧ વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. તેઓ હાલમાં લોકસભાનાં સાંસદ અને કોંગ્રસના પ્રવક્તા છે. તેમણે ૨૦૦૯માં પંજાબની લુધિયાણા બેઠક પરથી વિજય મેળવ્યો હતો. ૪૭ વર્ષનાં તિવારીને ૨૦૦૮માં પક્ષના પ્રવક્તા બનાવવામાં બનાવવામાં આવ્યા હતાં. તેમનાં પિતા વી. એન. તિવારી પંજાબ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને ૧૯૮૪માં ઉગ્રવાદીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
* રેહમાન ખાન ઃ છ વર્ષ સુધી રાજયસભાના ઉપાધ્યાક્ષ રહેલા કે. રેહમાન ખાનને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવતા તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાં પુનરાગમન કર્યુ છે. કર્ણાટકના ૭૩ વર્ષીય ખાનને યુપીએ-૧ સરકારમાં રાજય કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતાં. ચાર્ટડ એકાઉન્ટન્ટની ડિગ્રી ધરાવતા ખાનને ૨૦૦૬માં રાજ્યસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. તેઓ ૧૯૯૫માં પ્રથમ વખત રાજ્યસભાનાં સાંસદ બન્યા હતાં.
* કોડિકકુન્નીલ સુરેશ ઃ પાંચ વખત લોકસભાની ચૂંટણી જીતનારા ૫૦ વર્ષીય કોડિકકુન્નીલ સુરેશ કેરળના અગ્રણી દલિત નેતા છે. ૨૦૦૯માં તેઓ માવેલિક્કારા બેઠક પરથી ચુંટાઇ આવ્યા હતાં. સુરેશે પોતાની કારકિર્દી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ કેએસયુનાં કાર્યકર તરીકે કરી હતી. ત્યારબાદ તેઓ યુથ કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી બન્યા હતાં. તેમણે અડૂર લોકસભા બેઠક પરથી સતત ચાર વખત ૧૯૮૯,૧૯૯૧, ૧૯૯૬ અને ૧૯૯૯માં વિજય મેળવ્યો હતો. જો કે ૧૯૯૮ અને ૨૦૦૪માં તેમને હારનો સામનો કરવો પડયો હતો.
* શશી થરૃર ઃ સંયુક્ત રાષ્ટ્રમાં અન્ડર સેક્રેટરી જનરલનાં પદે સેવા આપ્યા પછી શશિ થરૃર કોંગ્રેસમાં જોડાયા હતાં. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં તેમણે તિરુવનંતપુરમની બેઠક પરથી જોરદાર વિજય મેળવ્યો હતો. આ વિજય પછી તેમને વિદેશી બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતાં. કોચી આઇપીએલમાં તેમની ભૂમિકા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા પછી તેમને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.

શપથગ્રહણની સાથે સાથે..
રાવત, થરૃરનાં મોં સ્મિતથી ખીલી ઉઠયાં...
કેન્દ્રીય પ્રધાનમંડળમાં ૨૨ નવા પ્રધાનો શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા રાષ્ટ્રપતિ ભવનના અશોકા હૉલમાં પહોંચી જતાં હર્ષોલ્લાસનો માહોલ જામ્યો હતો.
કેબિનેટમાં બીજી વખત એન્ટ્રી કરનાર શશિ થરૃર તેમના પત્ની સુનંદા સાથે આવ્યા હતા અને તમામનું અભિવાદન ઝીલ્યું હતું. સુનંદાએ થરૃર જ્યારે શપથ માટે પોડિયમ પર પહોંચ્યા ત્યારથી તેમના સંપૂર્ણ શપથનું મોબાઈલ પર રેકોર્ડિંગ પણ કર્યું હતું.
કેબિનેટ રેન્ક મેળવનાર હરીશ રાવત હસતા ચહેરાએ અશોકા હૉલમાં પ્રવેશ કર્યો હતો. આજે શપથ લેનારા સાંસદોમાં તારિક અનવર (એનસીપી) યુપીએના સાથી પક્ષના એકમાત્ર ઉમેદવાર હતા. બાકી તમામ પ્રધાનો કોંગ્રેસના હતા.
પોતાની માતા સોનિયા ગાંધી સાથે આવી પહોંચેલાં રાહુલ ગાંધીએ મોટાભાગનો સમય જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવરા, સચિન પાઇલોટ, આર.પી.એન. સિંહ અને જિતેન્દ્ર સિંહ સાથે વાત કરવામાં જ વ્યતીત કર્યો હતો.
રાહુલને કેબિનેટની પુનર્રચના અંગે સવાલો કરાતાં તેમણે મજાકના સૂરમાં કહ્યું કે 'હું મારા મ્હોરાઓ સાથે વાત કરી રહ્યો છું.' દેખીતીરીતે તેમણે પુનર્રચનામાં રાહુલની અસર દેખાશે તેવા મીડિયાના અહેવાલોને ધ્યાનમાં રાખી એ ઉલ્લેખ કર્યો હતો.
પુરિકા બલરામ નાઇકે શપથ લીધા બાદ તરત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને ત્યાં હાજર અન્યોની શુભેચ્છા મેળવવા પહોંચી ગયા હતા. પરંતુ તેઓ ભૂલી ગયા કે શપથ પછી સહી કરવાનું બાકી રહી ગયું છે. પછી અધિકારીએ તેમને રજિસ્ટ્રરમાં સહી કરવાનું કહેતાં તેઓ પાછા ફર્યા હતા.
શપથગ્રહણ પહેલાં કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદે તમામ નવા પ્રવેશિક પ્રધાનોને મળ્યા હતા અને તેમને વ્યક્તિગતરીતે શુભેચ્છા પાઠવી હતી.
કોંગ્રસના નેતાઓ સર્વે સત્યનારાયણ અને પી. બલરામ નાઇકે શપથ ગ્રહણ કર્યા બાદ રાષ્ટ્રપતિનો ચરણ સ્પર્શ કર્યો હતો અને આશીર્વાદ લીધા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved