Last Update : 29-October-2012, Monday

 

સંઘની ઓથ લઈને ગમે તે કરવામાં
નરેન્દ્રભાઈએ નીતિન ગડકરીમાંથી ઘણુ શીખવા જેવું તો છે જ

નરેન્દ્રભાઈને આવી કટોકટીમાં મહિલાઓને વધુ ટિકિટ જોખમી લાગે છે

દોઢ ડાહ્યાની ડાયરી

 

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોને હરિફોથી વધુ પોતાનો ડર સતાવે છે

ભાજપમાં પીપલી લાઈવનો ડાયલોગ ''નથ્થુ મરેગા'' બહુ સાંભળવા મળે છે

અમદાવાદ, રવિવાર
અત્યાર સુધી કોંગ્રેસના કાર્યકરો માથુ કુટતાં હતાં કે અમે ગમે તેટલી મહેનત કરીએ, પણ આ કેન્દ્ર સરકાર અમારા કર્યા કારવ્યા ઉપર પાણી ફેરવી દે છે. હવે ભાજપના કાર્યકરો પણ કહે છે કે અમારા નરેન્દ્રભાઈ નકોરડા ઉપવાસે ગમે તેટલા સંમેલનો કર્યા, પણ નીતિન ગડકરીએ પાણી ફેરવી દીધુ. ભ્રષ્ટાચારનો મુદ્દો કેવો પકડાઈ ગયો હતો! પણ આખરે એ મુદ્દો પણ હાથમાંથી માખણની માફક સરકી ગયો. ભાજપ કાર્યાલય પાસે કાર્યકરો સાથે ગડકરી પુરાણના અધ્યાયનો પાઠ ચાલી રહ્યો હતો. એક કાર્યકરે કહ્યું ''મને તો આપણા ગડકરીજીએ પ્રથમ પુત્રના જે ધામધૂમથી લગ્નોત્સવ ઉજવ્યો ત્યારે જ મનમાં ઉંડે ઉંડે એવું લાગતું હતું કે આ પ્રમુખ સાહેબ પાર્ટીને ડુબાડે નહીં તો સારૃં. મર્યાદા બહારના દરેક કર્મ આપણા શાસ્ત્રોએ આપત્તિસર્જક ગણાવ્યા છે. અતિને ગતિ નહીં એવી ઉક્તિ આપણા વડીલો બોલતા હોય છે.'' અન્ય કાર્યકરે કહ્યું, ''પણ ત્યારે તો સંઘના આપણા તમામ વડીલો હરખપદુડા થઈને આશિર્વાદ આપવા પ્રથમ દોટ મુકી હતી. દેશભરના પ્રચારકો વિમાનમાં મોંઘા ઝભા પહેરીને પહોંચી ગયા હતા. ત્યારે કોઈએ પૂછ્યું નહીં કે હે સ્વયં સેવક, તે કોની સેવા કરીને આ સંપત્તિ એકત્ર કરી?''
એક સિનિયર કાર્યકરે મો મલકાવીને કહ્યું કેવું નામ રાખ્યું છે ''સ્વયં સેવક'' સ્વયંમનો પ્રથમ વિચાર થાય, સ્વયંનીજ સેવા થાય. તો આ ગડકરીજી તો નાગપુરમાં જ રહે છે, તેમણે પણ સંઘ માટે કંઈક કરી છુટવામાં બાકી રાખ્યું નહીં હોય. મહારાષ્ટ્રના સામાન્ય હોદ્દેદારમાંથી રાષ્ટ્રીય પ્રમુખપદનો હાઈ જંપ સંઘને આભારી છે. પણ જ્યા ઘડો છલકાયો અને વાછટ સંઘને ઉડી, એટલે જાહેર કરી દીધું કે અમે ગડકરીના પાપમાં ભાગીદાર નથી. સંઘને ક્યાંય સંડોવશો નહીં. બોલો આ તો નગુણા થયા કહેવાયને! એક કાર્યકરે કહ્યું આપણા નરેન્દ્રભાઈ ગડકરી નથી. તેમને ખબર જ હશે માટે ઘણાની ચોટલી ઘોડાગાંઠ મારીને ક્યાંક બાંધી રાખી હશે. કોઈ આડું અવળું થાય તો ચોટલી એવી ખેંચે કે કોઈ બોલી જ ન શકે. એક કાર્યકરે કહ્યું, ''છોડો આ ગડકરી પુરાણ, સત્યનારાયણ કથાતો પાંચ અધ્યાયમાં પુરી થાય અને આ કથાના કેટલા અધ્યાય થશે એ નક્કી જ નથી.''
નરેન્દ્રભાઈને આવી કટોકટીમાં મહિલાઓને વધુ ટિકિટ જોખમી લાગે છે
ભાજપના એક અગ્રણી સાથે ફોન પર ઉમેદવારોની પસંદગી અંગે વાતચીત ચાલતી હતી. સી.એમ. સાહેબની પસંદ-નાપસંદ, નિરીક્ષકોને આપવામાં આવેલી ગાઈડલાઈન વગેરે અંગે તેમણે સમજ પાડી. યુવાનો અને મહિલાઓને વધુ મહત્ત્વ આપવા અંગે જ્યારે વાત છેડી તો તેમણે કહ્યું કે યુવાનો માટે તમે સાચા છો, પણ મહિલાઓને વધુ મહત્ત્વ નહીં મળે. કારણ કે આ વખતે અમારા સી.એમ. સાહેબ માટે એક એક બેઠક મહત્વની છે. પડકારો વધુ છે, એન્ટી ઈનકમ્બસીની અસર છે, ત્યારે કોઈ બેઠક પર જોખમ લેવા માંગતાં નથી. દોઢ ડાહ્યાએ કોમેન્ટ કરી, મહિલાઓને તમે જોખમ કહો છો? જવાબ હતો ''એ તો સર્વસ્વિકૃત બાબત છે.'' વાત આગળ ચાલી. આ વખતની ચૂંટણીમાં એવું પણ બનશે કે સાહેબ જેમને નહીં ઈચ્છતા હોય તેમને ટિકીટ જ નહીં આપે. ભૂતકાળમાં તો એવું બનતું હતું કે કોઈ નેતાને પુરો કરવો છે તો ટિકિટ આપીને હરાવી દેવામાં આવે. એટલે નેતાને તેમનું સ્થાન બતાવી દેવામાં આવતું હતું. હવે એ સ્થિતિ નથી. જે નતી ગમતા તેને પડતા મુકી દેવામાં આવે તો પણ તે કશું બગાડી શકશે નહીં એટલો સાહેબને કોન્ફીડન્સ છે અને આ વખતે સીટ બગાડવી પોસાય તેમ નથી. ભલે અમે ગમે તેટલી બેઠકોનો દાવો કરીએ, અમે ગમે તેવા સર્વે કરાવીને ખુશ થઈએ, પણ વાસ્તવિકતા તો સાહેબ સમજે છે. આવી કટોકટ સ્થિતિમાં ન તો કોઈને ટિકિટ આપીને હરાવવાનું પગલું ભરી શકાય, કે ન તો મહિલાઓને ખુશ રાખવા થોડી બેઠક બગાડી શકાય. હા, મહિલાઓને ટિકિટ મળશે, પણ જ્યાં જીતના તમામ કારણો અને પરિમાણો જોવા મળશે ત્યાં જ.
આ મિત્રને કહ્યું, ''મહિલાઓની હાર પાછળ પુરુષોનો અહંમ્ જ હોય છે ને? જવાબ હતો ના, એવું નથી. બને છે એવું કે જ્યારે કોઈ મહિલાને ટિકિટ આપી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે ત્યારથી જ તેમના પતિ, સંતાનો વગેરે બેઠકનો કબજો લઈ લે છે. પુરુષ ઉમેદવાર હોય, તો સંગઠનના આગેવાનો ચૂંટણીની ધૂરા સંભાળતાં હોય છે. પરંતુ મહિલા ઉમેદવારમાં તેમનો પરિવાર જ બધુ સંભાળતા હોય છે. જેથી સંગઠનના આગેવાનો નારાજ થાય છે અને પછી ''તો તેમને બધુ, કરવા દો આપણે શું'' એવી ભાવના ઉભી થાય છે અને ચૂંટણીનું તંત્ર ગોઠવાતું નથી. પરિણામે જીતની બેઠક હારમાં પલટાઈ જાય છે.'' આ મિત્રએ પણ આખરે તો સહુ કોઈ કહે છે એ બ્રહ્મ વાક્યા જ કહ્યું, ''જોઈએ અમારા સી.એમ.ના મગજમાં શું ચાલે છે. એ જાણી શકાતું નથી. યાદી જાહેર થાય ત્યાં સુધી પ્રતિક્ષા કરવાની છે. કોથળામાંથી શું કાઢે છે.''
કોંગ્રેસ અને ભાજપ - બંને પક્ષોને હરિફોથી વધુ પોતાનાનો ડર સતાવે છે
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો- આગેવાનો સાથેની ગપસપમાં એક વાત સામાન્ય નીકળે છે- ડર હરિફોનો નથી, ડર પોતાનાઓનો જ છે. એહમદભાઈ પટેલે તો જાહેરમાં સ્વિકાર કર્યો છે કે કોંગ્રેસને ભાજપ નહીં, કોંગ્રેસ જ હરાવે છે. આવું જ વિધાન ભાજપના અનેક નેતાઓ કરે છે કે ભાજપને કોંગ્રેસ હરાવી શકે એવી હવે સ્થિતિ રહી જ નથી. ભાજપને ભાજપ જ પરાસ્ત કરે છે.
આ સ્થિતિ માટે ભાજપના પૂર્વ આગેવાન અને હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા અગ્રણી મિત્રનો તર્ક ગળે ઉતરે એવો છે. તેમનું કહેવું છે કે કાર્યકરો અને આગેવાનોની દુઃખતી નસની સારવાર કોઈ નેતા કરતાં નથી. ભાજપના કાર્યકરની કોઈ દુઃખતી નસ હોય તો ભાજપ તેની દવા ન કરે, પણ કોંગ્રેસ આ દુઃખતી નસને દબાવી ભાજપમાંથી દૂર કરે છે. એવું જ કોંગ્રેસ પક્ષમાં પણ હોય છે. કોઈ પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષમાં એટલા માટે જાય છે કે તેમને જે તકલીફ હતી તે અંગે તેમના પક્ષે કોઈ ઉપાય કર્યો જ નહીં. અને માટે આ વેદના તેને બળવો કરવા પ્રેરે છે. પક્ષમાં રહીને પોતાના ઉમેદવારને હરાવવા પાછળનું કારણ વેદનાની પ્રતિક્રિયા જ છે. ખબર પાડી દેવાની લાગણી હોય છે. જોકે તેમાં પોતાને પણ સહન તો કરવું જ પડે છે. આજે ઠેરઠેર ઉમેદવારોની લાઈનો છે. આપણા રાજકારણમાં ઉમેદવારોની પસંદગી માટે કોઈ સાયન્ટિફીક સિસ્ટમ નથી. મુલ્યો-સિનિયોરીટી, આવું કશું રહ્યું નથી. જ્ઞાાતિ ફેક્ટર, જીતે એવો ઉમેદવાર આ બધી બાબતમાં અન્યાયની પીડા માટે કોઈ સારવાર પદ્ધતિ શોધી શકાઈ નથી.
બધા જ રોગની દવા શોધાઈ છે, પણ રાજકારણના રોગની કોઈ દવા નથી
અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રેમજીભાઈ વડલાણી સાથે જિલ્લાની સ્થિતિ અંગે વાતચીત ચાલી રહી હતી. તેમને પૂછ્યું કે તમે કઈ બેઠક પરના દાવેદાર છો? જવાબ મળ્યો કે હું ચૂંટણી લડવાનો નથી. મારો એક માત્ર વ્યવસાય ખેતી છે અને ખેતીની આવકમાંથી ચૂંટણીનો ખર્ચો નીકળે નહીં.
દાવેદારોની લાંબી લાઈનો અંગે વાત નીકળી. તેમણે બહુ જ સ્વાભાવિકતાથી તેમની આગવી શૈલીમાં કહ્યું, ''આજે વિજ્ઞાાન ખૂબ આગળ વધી ગયું છે. તમામ રોગની દવા શોધાઈ છે. હવે ટી.બી., કે કેન્સરનો દર્દી પણ હાજો નરવો, હરતો ફરતો થઈ શકે છે. પણ એક રોગ એવો છે કે દુનિયામાં તેની દવા કોઈ શોધી શક્યું નથી, અને એ છે રાજકારણનો રોગ એકવાર રાજકારણની બિમારી લાગુ પડી, બસ પતિ ગયું. માણસ એમાંથી બહાર નીકળી જ ન શકે. ગ્રામ પંચાયતનો સરપંચ હોય કે સાંસદ ગમે તેટલીવાર હારે તોય કેડો નો છોડે. અને આ રોગ એવો છે કે માણસ તેમાં ઊંડો ને ઊંડો ઉતરતો જ જાય. મારે આ રોગમાં નથી ફસાવું. ચૂંટણી લડીને હારતોરા એક વાર થાય, પછી તો હારની જ હારમાળા હોય છે. એના કરતાં સંગઠનમાં થાય એટલું કામ કરવાનું અને લોકોના બેકામ કેમ થાય તેની ચિંતા કરવાની સેવાના કામમાં પાંચ રૃપિયા ખર્ચીએ તો લેખે લાગે ચૂંટણીમાં રૃપિયા વેડફીએ તો એનાથી બીજાનું ભલુ નથી થવાનું. રોજ સવારે ઉઠીને પાપ કરવાનો ધંધો એટલે રાજકારણ.''
ભાજપમાં પીપલી લાઈવનો ડાયલોગ ''નથ્થા મરેગા'' બહુ સાંભળવા મળે છે
અત્યારે ભાજપના કાર્યકરોમાં ''પીપલી લાઈવ'' ફિલ્મનો એક ડાયલોગ વારંવાર સાંભળવા મળે છે ''નથ્થા મરેગા'' ભાજપ કાર્યાલય પાસે ટિકિટના દાવેદારોમાં હારેલા કોર્પોરેટરો સહિતના કાર્યકરો અંગે વ્યંગાત્મક વાત ચાલી રહી હતી. વિધાનસભાની ચૂંટણીમાં બે લાખ મતદારોને રિઝવવા રૃા. બે કરોડનો ખર્ચ થાય છે અને છતાં હેસિયત વિનાના કાર્યકરો પણ ટિકિટ મળવાના સપના જોઈ રહ્યાં છે. વટવાની બેઠક પરના એક કાર્યકરનું નામ બોલાયું અને ફિલ્મી ડાયલોગ આવ્યો ''નથ્થા મરેગા.'' પ્રશ્નો પહેલા ઉભા કરવાના પછી તે પ્રશ્નો અંગે રજૂઆતો કરવાની અને એ રજૂઆતોની પ્રેસનોટ આપવાની. ચેનલ વાળાને બોલાવીને સ્થળ પર ઈન્ટરવ્યુ આપવાના ને પછી ચૂંટણી આવે એટલે પ્રેસનોટોની ઝેરોક્ષ સાથેની મોટી ફાઈલ બનાવી ટિકિટની માંગણી કરવાની.
એક કાર્યકરે કહ્યું, ''આમા એવું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ટિકિટ માંગનારાઓની માનસિકતા અલગ અલગ છે. ભાજપમાં ટિકિટ માંગે નામ છાપામાં આવે, અને માનો કે ટિકિટ મળી ગઈ, તો નામ તો થવાનું જ. ભલે હારી જાય, પણ પછી સરકારમાં કામો કરાવવામાં સરળતા રહે. એક કરોડ ખર્ચા પછી ૧૦ કરોડ કમાઈ લેવાની આવડત હોય એવા કાર્યકરો જ આવું સાહસ કરે છે. કોંગ્રેસમાં તેનાથી ઉલટું છે. સત્તા તો ભાજપની છે અને કદાચ રહેશે. તેમના કામો થવાની શક્યતા નહીંવત છે. પરંતુ કોંગ્રેસમાં પક્ષ દ્વારા મોટી રકમ ઉમેદવારોને આપવાના છે. તેમાંથી ૨૫ ટકા રકમ તો અલગ ઘરમાં મુકી રાખી પાંચ વર્ષનો ખર્ચો કાઢી લે. થોડા ઘણા રૃપિયા ઉઘરાવે અને ચૂંટણી હાર્યા પછી પક્ષના મળેલા ફંડમાંથી નિરાંતે પાંચ વર્ષ રાજકારણ કર્યા કરે. વચ્ચે વચ્ચે જે તક મળે તે વધારાની. પણ ''નથ્થા મરેગા'' એ નિશ્ચિત જ હોય છે.''

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved