Last Update : 29-October-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર
આજે વ્રતની પૂનમ-શરદ પૂનમ કોજાગરી માણેકઠારી પૂનમ

 

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૩૨ મિ. (સૂ) ૭ ક. ૨૯ મિ. (મું) ૭ ક. ૨૬ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ અશ્વિની રાત્રે ૨ ક. ૨૯ મિ. સુધી પછી ભરણી
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૃ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન ચંદ્ર-મેષ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ.કા./૭/ માસ-તિથિવાર ઃ આસો સુદ પૂનમને સોમવાર
- આજે વ્રતની પૂનમ. શરદ-કોજાગરી, માણેકઠારી પૂનમ.
- ડાકોરમાં ભગવાન રણછોડરાયજીનો લોકમેળો.
- કાર્તિક સ્નાનારંભ.
- જૈન આયંબિલ ઓળી સમાપ્ત.
- વાલ્મિકી જયંતી.
- ગોકુલ, ચંદ્રમાજીના રાસોત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૧૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૧૩ રોજ તીર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષઃ ધર્મકાર્ય-શુભકાર્યથી આપના હૃદય-મન હળવાશ અનુભવે. આપની ગણત્રી પ્રમાણે કામકાજ કરી શકો આનંદ થાય.

 

વૃષભ ઃ આપે દિવસ દરમ્યાન દોડધામ-શ્રમ-ચિંતા-ખર્ચ અનુભવવા પડે. કામમાં ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકો નહીં ઉચાટ થશે.

 

મિથુન ઃ આપના કામમાં આવેલી રૃકાવટ-મુશ્કેલીને આપની બુદ્ધિ-અનુભવ-આવડતના આધારે પૂરી કરી સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો. હર્ષ-લાભ રહે.

 

કર્ક ઃ મહત્ત્વના કામમાં વ્યસ્ત રહો. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા જણાય. કુટુંબ-પરિવારનો સાથ રહે.

સિંહ ઃ ધર્મકાર્ય-શુભકાર્યથી આપના હૃદય-મન પ્રસન્નતા અનુભવો. યાત્રા-પ્રવાસ-મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય.

 

કન્યા ઃ વધુ પડતા કામ-દોડધામને લીધે તબિયતની અસ્વસ્થતા-બેચેની જણાય. બેંકના-શેરોના કામમાં આપે સાવધાની રાખવી.

તુલા ઃ આપની અગત્યની મિલન-મુલાકાતમાં આપ સાનુકૂળતા અનુભવાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય.

 

વૃશ્ચિક ઃ આપની દોડધામ-શ્રમમાં આજે વધારો થાય, દેશ-પરદેશના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી.

 

ધન ઃ આપને ધીરે ધીરે શાંતિ-રાહત થતી જાય. આપના રૃકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવવા પ્રવૃત્ત રહેવું પડે.

 

મકર ઃ આપે દિવસ દરમ્યાન ધીરજ રાખવી. ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. આપે કામકાજ દરમ્યાન ઉતાવળ કરવી નહીં. ચિંતા રહે.

 

કુંભ ઃ યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. કાર્યસફળતા રહે.

 

મીન ઃ આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહેવાનું અને કામમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય રાહત અનુભવો. ખર્ચ અનુભવાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર

વર્ષ દરમ્યાન આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે. વિશેષ કરીને નોકરી-ધંધામાં, જાહેર સંસ્થાકીય કામમાં કે અન્ય ક્યાંય પણ જો આપ નાંણાકીય જવાબદારી સંભાળતા હોવ તો વિશેષ તકેદારી રાખવી. અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. વર્ષનો અંત જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ આપને રાહત થતી જાય. વર્ષ દરમ્યાન એક-બે મહત્ત્વના કૌટુંબિક-પારિવારિક કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. પરંતુ સંયુક્ત મિલ્કતના પ્રશ્ને, ભાગીદારીના પ્રશ્ને આપે વાદ-વિવાદથી દૂર રહેવું. મનદુઃખમાં સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી. સ્ત્રીવર્ગે કોઈપણ કાર્યમાં ઉતાવળના બદલે ધીરજનો પાલવ પકડી રાખવો. વિદ્યાર્થીબંધુએ વાહન અકસ્માતથી સંભાળવું પડે.

 

સુપ્રભાતમ્

રાજાની ખાનગી મંત્રણા બહાર ખુલ્લી પડી જાય તો તેનાથી જે નુકસાન થાય છે તેનું કોઈ સમાધાન શક્ય નથી.- તે કોઈ રીતે સુધારી શકાતું નથી, એમ રાજનીતિના પંડિતો કહે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન પોતાની પત્ની લીલી સાથે ઝગડતા બોલ્યો, ''તને મારા જેવો પતિ નહીં મળે...''
''હા, પણ'' લીલી બોલી, ''તમને કોણે કહ્યું કે હું તમારા જેવા બીજા પુરૃષને ઈચ્છીશ ?''

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved