Last Update : 27-October-2012, Saturday

 

જસપાલ ભટ્ટી, ચિત્રગુપ્તના ચોપડામાં!

- મન્નુ શેખચલ્લી


મશહુર વ્યંગકાર અને કોમેડીયન સરદાર જસપાલ સિંહ ભટ્ટી ગુજરી ગયા.
મૃત્યુ પામીને તે ચિત્રગુપ્ત પાસે પહોંચ્યા. ચિત્રગુપ્ત કહે, ''ભટ્ટી સાહેબ, તમે બહુ લોકોને હસાવ્યા છે, દુઃખી લોકોના ચહેરાઓ પર સ્મિત ફરકાવ્યાં છે એટલે તમને સ્વર્ગ મળશે.''
જસપાલ ભટ્ટી ઉદાસ થઈ ગયા ''ઓયે ચિત્તરગુપ્તાજી, મૈં નું સ્વર્ગ નંઈ જાણા!''
''ક્યું?''
''ઓજી, વહાં ગરીબ, બેચારે, ઈમાનદાર ઔર સિદ્ધાંતવાદી ઈન્સાનોં દે વિચ મૈં તો બોર હો જાઉંગા જી! મૈંનું તો નર્ક મેં હી ભેજો.''
''કૈસે ભેજ સકતે હૈં?'' ચિત્રગુપ્ત બોલ્યા ''તમે કોઈને દુઃખ જ નથી પહોંચાડયું!''
''કૈસે નંઈ પહુંચાયા જી? મેરી કોમ્મેડી નેતાઓં કો તો બડી ચૂભતી થી.''
''નહી ભટ્ટીજી! નેતાઓં કો ભી બહોત મજા આતા થા! હમ અભી અભી નરક મેં પૂછકર આયે હૈં!''
જસપાલ ભટ્ટી મુંઝાયા. સાલું, સ્વર્ગમાં જવું જ પડશે? ત્યાં શું મઝા પડે? ત્યાં ફીરકી કોની ઉતારવાની? મજાક કોની કરવાની? આ તો ત્રાસ થઈ જાય...
ત્યાં ભટ્ટીજીને આઈડીયા આવ્યો. એ અચાનક ઠૂઠવો મૂકીને રડવા લાગ્યા ''ઓ ચિત્તરગુપ્તાજી! મૈં તૈનું કી બતાઉં? મૈં ને તો વડ્ડે વડ્ડે પાપ કિયે હૈ?''
''પાપ? કૈસે પાપ?''
''મૈં ના..'' જસપાલ ભટ્ટી આમતેમ જોઈને ધીમા અવાજે બોલ્યા ''મૈં ધરતી પર ભગવાન કે નામ કી માલાએં બેચતા થા.''
''તો?''
''ચિત્તરજી, મૈં ને હજ્જારોં માલાએં બેચ્ચી હૈં, જી.''
''તો ક્યા હુઆ?''
''અરે, આપનું કુછ ભી પતા નંઈ? મૈં માલા બેચતે વક્ત બડા ચિટીંગ કરતા થા જી.''
''કૈસા ચિટીંગ?''
જસપાલ ભટ્ટીએ ઇશારો કરીને ચિત્રગુપ્તને પાસે બોલાવ્યા અને કાનમાં કીધું ''મૈં સબ કો બોલતા થા, ભગવાન કા નામ લેને સે સારે દુઃખ દૂર હો જાત્તે હૈં જી!''
''હેં?''
* * *
...ચિત્રગુપ્ત હજી વિચારમાં જ છે! દરમ્યાનમાં જસપાલજી ધીમે રહીને નર્કમાં સરકી ગયા છે! થોડા જ દિવસોમાં તમને નર્કથી પ્રસારિત થતી કોમેડીઓ જોવા મળશે... પ્લીઝ વેઈટ!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved