Last Update : 27-October-2012, Saturday

 

'રીવર્સ સ્ટિંગ'નો ડંખ

 

દેશના વાતાવરણનો નમૂનો લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજન અને ઓક્સિજનની સાથે મોટી માત્રામાં ભ્રષ્ટાચાર પણ મળી આવે, એવું વાતાવરણ છે. ચોતરફ ભ્રષ્ટાચારના આરોપોનું ઘટ્ટ ધુમ્મસ છવાયું છે. તેમાં બીજા બધા મુદ્દા ઝાંખા કે અદૃશ્ય બની ગયા છે. અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશમાં રોબર્ટ વાડ્રા અને નીતિન ગડકરીનો વારો પડયા પછી, ભાજપ-કોંગ્રેસ ફેરફુદરડી રમતાં થઇ ગયાં. હરિયાણાની કોંગ્રેસ સરકારે વફાદારીપૂર્વક વાડ્રાને નિર્દોષ જાહેર કરી દીધા છે, પણ તેના પ્રમાણપત્રનું મૂલ્ય એ જેની પર અપાયું હોય એ કાગળની કિમત જેટલું પણ નથી. બીજી તરફ, ડ્રાયવર-પટાવાળાનાં નામ ડાયરેક્ટરપદે રાખીને ચાલતી નીતિન ગડકરીની કંપનીઓ અને તેમના છેક અમદાવાદ-ગુજરાતની બસ સર્વિસ- એએમટીએસ- સુધી લંબાયેલા છેડા રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાડી રહ્યા છે. તેમની સામે ઇન્કમટેક્સ વિભાગની તપાસ શરૃ થઇ ચૂકી છે. આ બન્નેને કારણે કોલસાકૌભાંડ દૂરનો ભૂતકાળ બની ગયું હોય એવું લાગે છે.
વગર સ્ટિંગ ઓપરેશને બહાર આવી રહેલાં કૌભાંડોના માહોલમાં ઉદ્યોગપતિ-કોંગ્રેસી સાંસદ નવીન જિંદાલપ્રેરીત 'રીવર્સ સ્ટિંગ' ઓપરેશનથી નવાં વમળ સર્જાયાં છે. કોલસાકૌભાંડના આરોપીઓની લાંબી યાદીમાં સ્થાન ધરાવતા નવીન જિંદાલે, એક ટીવી ચેનલની ફિલમ ઉતારી છે. જિંદાલે તેમની કંપનીના માણસો અને ટીવી ચેનલના તંત્રી તથા બીજા પ્રતિનિધિ વચ્ચે થયેલી સોદાબાજીની ચર્ચાનું છૂપા કેમેરાથી વિડીયો રેકોર્ડિંગ કર્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ રેકોર્ડિંગ વગાડયું અને વાતચીતની ટ્રાન્સ્ક્રીપ્ટ વહેંચી, ત્યારથી સમગ્ર પત્રકારજગતમાં આઘાતનાં મોજાં ફરી વળ્યાં છે. ટેપમાં દર્શાવાયા પ્રમાણે, ચેનલના પ્રતિનિધિ જિંદાલની કંપનીના માણસો પાસેથી પ્રતિ વર્ષ રૃ.૨૦ કરોડ લેખે રૃ.૧૦૦ કરોડની માગણી કરે છે અને બદલામાં કંપની વિરુદ્ધ ચેનલ પર આવતા અહેવાલો બંધ થશે તથા કંપનીને વધુ નુકસાન કરવામાં નહીં આવે, કંપનીનો પક્ષ પણ રજૂ કરવામાં આવશે- એ જાતની ખાતરી આપે છે.
આ જાતની સોદાબાજી માટે ચેનલ તરફથી બ્લેકમેઇલિંગ નહીં, પણ 'ફ્રેન્ડશીપ' અને સાથે મળીને કામ કરવા જેવા શબ્દપ્રયોગો વપરાય છે. બન્ને પક્ષોની વાતચીતમાં બીજાં અખબારો-ચેનલો દ્વારા ચાલતા આ જાતના ગોરખધંધાના પણ ઉલ્લેખ આવે છે. મધુર ભંડારકર અને આમીરખાન જેવા જાણીતા લોકોને પણ મીડિયાવાળા છોડતા નથી અને રૃપિયાના બદલામાં તેમનો જયજયકાર કરવાની યોજનાઓ આપે છે, એ વાત એવા અંદાજમાં કહેવાય છે કે આ જ દુનિયાનો નિયમ છે અને પ્રસાર માધ્યમો સાથે કામ પાડવું હોય તો આ રસ્તો અપનાવ્યા વિના છૂટકો નથી. સામાન્ય રીતે પત્રકારો બીજાનાં કૌભાંડો ખુલ્લાં પાડવા માટે સ્ટિંગ ઓપરેશન કરતા હોય છે, પણ જિંદાલે પત્રકારોનું બ્લેકમેઇલિંગ ઉઘાડું પાડવા માટે સ્ટિંગ ઓપરેશન કરાવ્યું હોવાથી, તેને 'રીવર્સ સ્ટિંગ' જેવું નામ આપવામાં આવ્યું છે.
ક્રિકેટમાં આવતા રીવર્સ સ્વિંગ પ્રકારના બોલની જેમ જિંદાલનું આ રીવર્સ સ્ટિંગ ઓપરેશન ભારે ચકચારી નીવડયું છે. સંબંધિત ટીવી ચેનલે જિંદાલ પર વળતો હુમલો કરતાં કહ્યું છે કે ખરેખર તો એ જિંદાલની કોલસાકૌભાંડમાં સંડોવણી પુરવાર કરવા માટે ચેનલનું સ્ટિંગ ઓપરેશન હતું. ચેનલનો દાવો છે કે તે મોં બંધ રાખવા માટે જિંદાલની કંપની સાથે એક બનાવટી કરાર કરવાની હતી અને એ કરારને જિંદાલ સામેના પુરાવા તરીકે મુકવાની હતી. પરંતુ એકથી વધુ કારણોસર ચેનલનો આ દાવો ભરોસાપાત્ર જણાતો નથી. ચેનલ સ્ટિગ ઓપરેશન કરવા માગતી હોય તો તે ફક્ત કરાર પર સહી કરાવે એ માનવાજોગ નથી. કરાર પર સહી કરાવ્યા સુધીની પ્રક્રિયાનું પણ તે ખાનગી રાહે શૂટિંગ કર્યા વિના ન રહે. આ કિસ્સામાં ફિલ્મ જિંદાલે ઉતારાવી છે. બન્ને પક્ષોની વાતચીતમાં પણ ચેનલના પક્ષે બનાવટ કરતાં વધારે ગંભીરતા વધારે હોય એવું લાગે છે.
પત્રકારોએ અને બીજી ચેનલોએ આ કિસ્સો બહાર આવતાં આઘાતની લાગણી અને આખા કિસ્સાની યોગ્ય તપાસ થાય તેવી માગણી કરી છે. એ યોગ્ય જ છે, પરંતુ પેઇડ ન્યૂઝથી માંડીને રીવર્સ સ્ટિંગ ઓપરેશન જેવા કિસ્સામાં પ્રસાર માધ્યમના બીજા પ્રતિનિધિઓ આઘાત વ્યક્ત કરે ત્યારે જરા નવાઇ લાગે છે. કારણ કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સારી રીતે જાણતા હોય છે કે આ પ્રકારના ક્રિયાકલાપોની જરાય નવાઇ હોતી નથી. નવીનતા ફક્ત પકડાઇ જવામાં જ હોય છે. લોકશાહીના બીજા સ્તંભો ખોખલા થઇ ચૂક્યા હોય ત્યારે 'ચોથી જાગીર' તેમાંથી શી રીતે બાકાત રહે, એવો સહજ વિચાર આવે. પરંતુ બીજા પર દેખરેખ રાખનાર માટે કડક ધોરણ રાખવાનું એટલા માટે જ વધુ જરૃરી બની જાય છે. કેમ કે, દેખરેખ રાખનાર પાસે એક પ્રકારની અબાધિત સત્તા આવી જાય છે, જેનો દુરુપયોગ મહત્તમ માત્રામાં અને સામાન્ય લોકોને ગંધ પણ ન આવે એ રીતે થઇ શકતો હોય છે. નવીન જિંદાલના રીવર્સ સ્ટિંગ ઓપરેશને ફરી એક વાર, આખી દુનિયાનાં કૌભાંડો ખુલ્લાં પાડતી ચોથી જાગીરની પોતાની નૈતિકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved