Last Update : 27-October-2012, Saturday

 
૫૦ વર્ષ પહેલાં ૧૯૬૨માં ચીને આપણી ઉપર આક્રમણ કર્યું ત્યારે ટાંચા સાધનો છતાં આપણે ચીન સામેનું યુધ્ધ જીતી શક્યા હોત શું ?
- ચીને હવે આપણી ઉપર હુમલો કરવાનું સાહસ નહીં કરે એવું માનનારાઓ મુર્ખાઓના નરકમાં જીવે છે !
- હા, હવે ચીન હુમલો કરે તો એને ખોખરુ કરવા આપણા જવાનો તૈયાર છે
- ચીને પચાવી પાડેલી આપણી જમીન પાછી મેળવા વાટાઘાટો કરો

ચીન અને ભારતના ઈતિહાસની તાજેતરની રેખાઓ જોઈએ તો...
આપણે ૧૯૪૭માં આઝાદી મળી પછી આજનું સામ્યવાદી ચીન ૧૯૪૯માં બન્યું. એ પહેલાં ૧૯૧૧ સુધી ત્યાં રાજાશાહી હતી. ૧૯૧૧માં આપણી કોંગ્રેસ જેવો રાષ્ટ્રીય પક્ષ (નેશનલ પાર્ટી) સત્તામાં આવી જેના નેતા ચાંગકાઈ શેક હતા. દરમ્યાનમાં રશિયાના સામ્યવાદી નેતા લેનીનની અસર નીચે ચીનમાં ૧૯૧૯થી માઓત્સે તુંગે સામ્યવાદી લડત શરૃ કરી જેનો અંત ૧૯૪૯માં પેલી ચાંગકાઈ શેકની સરકારને દૂર કરીને ચીનને સામ્યવાદના લોખંડી પંજામાં જકડીને લાખો પોતાના ચીના નાગરિકોને મોતને ઘાટ ઉતારેલા. પેલા ચાંગકાઈ શેક નાસી ગયા અને ચીનની બાજુમાં આવેલા તાઈવાનમાં પોતાનું અલગ રાજ્ય અમેરિકાના પીઠબળથી શરૃ કર્યું. આ સામ્યવાદી ચીનને રશિયા પણ માન્યતા આપે એ પહેલાં આપણા દેશે નેહરૃના કારણે માન્યતા આપેલી. એ પછી યુનોમાંની સલામતી સમિતિમાં ચીનને સભ્ય બનાવવા માટે ખાસ નેહરૃએ યુનો સમક્ષ કલાકો સુધી દલીલ કરતું ભાષણ આપેલું. છેવટે ચીનને સલામતી સમિતિનું સભ્ય બનાવવું પડયું.
એ જ ચીને યુનોની એ સલામતી સમિતિમાં ભારતને સભ્ય બનાવવાનો પ્રશ્ન આવેલો ત્યારે ચીને વિશ્વાસઘાત કરીને ભારતનો વિરોધ કરેલો.
એ ચીને આપણને ભારતને હંમેશા આ રીતે દગો દીધો છે. ચીને ૧૯૫૦માં તિબેટ જેવા દેશનો કબજો લઈ લીધો ત્યારે પણ નેહરૃએ ચીનના એ પગલાને દુનિયામાં સૌ પહેલાં માન્ય કરેલું... નહીંતર તિબેટની સંભાળ રાખવાની જવાબદારી આપણી ભારતની હતી.
આપણા દેશ અને ચીન વચ્ચે ૩,૫૦૦ કી.મી.ની સરહદ રેખા છે. એ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પૂર્વ, મધ્ય અને પશ્ચિમ.
પૂર્વમાં મેકમોહન રેખાની સરહદ (બાઉન્ડરી) છે જેને ચીન માન્ય નથી કરતું. એ સરહદ ઉપર અરૃણાચલ પ્રદેશ આવ્યો છે.
મધ્ય ભાગમાં ઉત્તરાખંડનો અને હિમાચલ પ્રદેશનો ભાગ આવે છે. એના પણ કેટલાક પ્રદેશ ઉપર ચીનનો દાવો છે.
પશ્ચિમ ભાગમાં લડાખ અને સિક્કીમનો તથા કાશ્મીરનો ભાગ આવે છે જેમાંનો અક્ષયચીન અને એની બાજુનો કેટલાક વિસ્તાર ચીનના કબજામાં છે. લડાખમાં ચીન આગળ વધીને આપણા પ્રદેશમાં ''ચીનનો ભાગ'' એવા લખાણવાળા પથ્થરો મૂકી જાય છે.
ચીને તિબેટનો કબજો લીધો ત્યારે જ આપણે ચીનની ચાલબાજી સમજી જવાની જરૃર હતી. તિબેટની રખેવાળી કરવાની આપણી ફરજ હતી એટલે ચીનને તિબેટમાં આગળ વધવા દેવું જોઈતું જ નહોતું. તિબેટ ચીનના હાથમાં જતા આપણા બે મહાન પવિત્ર સ્થાનો કૈલાસ અને માન સરોવરનો ચીને કબજો લઈ લીધો એનો પણ આપણે વિરોધ ન કર્યો. પરિણામે આપણા લાખો યાત્રિકો ચીનની મંજુરી મેળવ્યા પછી જ માન સરોવરના દર્શને જઈ શકે છે.
એમાં ચીને હજી સુધી આડોડાઈ નથી કરી... નહીંતર આપણા એ મહાપવિત્ર સ્થળોના દર્શને લાખો શ્રધ્ધાળુઓ જઈ શકત નહીં.
ભારત અને ચીન વચ્ચે વિવાદ અને ઘર્ષણ ઊભું કરવામાં ચીનને મેકમોહન રેખાનું બહાનું મળી ગયું. તિબેટ ઉપર કબજો કરવા માટે બહાનું કે કશું કારણ નહોતું છતાં એણે સાવ નિઃશસ્ત્ર અને જે દેશ પાસે લશ્કર જ નહોતું અને જે દેશ બૌધ્ધ ધર્મનો ચુસ્ત પાલક છે એનો જ બૌધ્ધધર્મી ચીને પોતાનો ગુલામ દેશ બનાવી દીધો.
આ મેકમોહન લાઈન ૧૯૧૪માં સિમલામાં ભારત, ચીન અને તિબેટ (ત્યારે બ્રિટનના તાબામાં ભારત અને તિબેટ બંને હતા) વચ્ચેની મંત્રણા દરમ્યાન નક્કી થઈ હતી. ચીને એ વખતે ભાગ લીધેલો પણ એણે ત્યારે પણ એ રેખાને માન્ય કરી નહોતી. ભારત આઝાદ થયું પછી ભારતે પણ પૂર્વ વિભાગમાં ચીન સાથેની સરહદને સ્વીકારેલી પણ પશ્ચિમ વિભાગ વિષે એવું કહેલું કે ''એ સરહદ સ્પષ્ટપણે ચોખ્ખી'' કરેલી નથી. જ્યારે ચીન તો મેકમોહન રેખાનો જ સ્વીકાર કરવાનો ઈન્કાર કરે છે. એ વિષે ઉકેલ લાવવા બન્ને દેશો વચ્ચે અસંખ્યાવાર મંત્રણા થઈ પણ બધી નિષ્ફળ ગઈ છે.
૧૯૬૨માં ચીને આપણી ઉપર આક્રમણ કર્યું એની પાછળનું બહાનું આ મેકમોહન રેખા છે. એ બહાને આપણી ઉપર આક્રમણ કરવાની ચીનની મુરાદ અને તૈયારી સામ્યવાદીઓ ત્યાં સત્તામાં આવ્યા ત્યારથી કરેલી. જ્યારે આપણા સંરક્ષણ પ્રધાન સામ્યવાદી કૃષ્ણમેનન હતા. વડાપ્રધાન નેહરૃના એ ખાસ વિશ્વાસુ હતા. એમણે ચીન સાથે સાંઠગાંઠ કરીને ચીનને આક્રમણ કરવાની સગવડ કરી આપેલી.
એટલે આપણી પાસે ટાંચા સાધનો હતા. ૧૯૬૨માં ભારત ચીન સામે હારતા નહીં પણ જીતત. પરંતુ આપણા લશ્કરે જાતે પોતાના હાથ બાંધી રાખેલા. આ કહેનાર છે હવાઈ દળના વડા એર ચીફ માર્શલ એન.એ.કે. બ્રાઉન.
એમણે પહેલીવાર ઘટસ્ફોટ કર્યો છે કે, ૧૯૬૨માં આપણા લશ્કરે પોતાના હવાઈ દળનો ઉપયોગ કર્યો હોત તો ચીન જરૃર હારી ગયું હોત. આપણા લશ્કરે જો લડાયક વિમાન વાપર્યા હોત તો ચીનની થળસેના આસામ સુધી આવી શકી ન હોત. આપણા પૂર્વઉત્તરના જંગલી અને પહાડી પ્રદેશમાંથી ચીનનું લશ્કર ભારત તરફ આગળ વધતું હતું ત્યારે એની ઉપર આકાશમાંથી આપણા લશ્કરે હુમલો કર્યો હોત તો ચીની લશ્કરને સહેલાઈથી આગળ વધતું અટકાવી શકાયું હોત.
આપણા લશ્કરના થળસૈનિકો પાસે ટાંચા સાધનો હતા અને એમની તૈયારી પણ નહોતી એટલે તેઓ ચીની સૈનિકોનો સામનો કરી શકે તેમ નહોતું. એ યુધ્ધમાં આપણા દેશને પડેલા ઘા આજે પણ આપણો દેશ ભૂલ્યો નથી.
આજે ચીન પાસે લશ્કરી તાકાત કેટલાક કિસ્સામાં વધુ છે પણ ૧૯૬૨માં ખાસ કરીને લડાયક વિમાનોની બાબતમાં ચીન સાવ શંક હતું. એટલે ચીન ઉપર હવાઈ હુમલા કર્યા હોત તો ચીનને પીછેહઠ કરવી પડત. ભારતે ત્યારે વાયુસેનાનો ઉપયોગ કર્યો હોત તો ભારત આપણો દેશ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ અલગ મુકામ પર હોત.
કૃષ્ણ મેનન ત્યારે સંરક્ષણ પ્રધાન હતા અને સામ્યવાદી તથા ચીન તરફી હતા એટલે એમણે ભારતના વાયુદળનો ઉપયોગ કરવાની મનાઈ કરેલી. (પાકિસ્તાન સામે ભારત બે વાર જીત્યું એનું કારણ આપણી વાયુસેના, હવાઈદળ છે ઈંદિરા ગાંધીએ ઉપયોગ કરી જાણતી હતી.)
આજે આપણો દેશ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને તાકાતવાળો દેશ છે. જ્યારે ચીન એક મહાશક્તિ બનેલો દેશ છે.
આ કારણે બન્ને દેશો એક બાજુ ડોલર ૭૦ અબજનો વેપાર કરે છે પણ બીજી બાજુ લગભગ ૪૦૦૦ કી.મી. લાંબી સરહદ ઉપર બન્ને બાજુ લશ્કર ગોઠવાયેલું છે.
આપણો દેશ અને ચીન આમ આર્થિક અને વેપારી સંબંધોથી ગુંથાયેલા છે એટલે આપણા રાજકારણીઓ એમ માનતા હોય કે ચીન લશ્કરી અડપલાં ભલે કરતો હોય પણ કોઈ લશ્કરી પગલું નહીં લે... તો એ એમની ભૂલ છે.
જો કે આપણું લશ્કર આપણા રાજકારણીઓ જેવું આકાશમાં વિહરનાર નથી. આપણા રાજકારણીઓ કેવા છે ? આપણું જે લશ્કરી બજેટ હોય છે એની ચર્ચા પહેલાં તો ભાજપ થવા જ દેતો નથી પરિણામે સામાન્ય બજેટ હોય કે રેલવે બજેટ હોય કે સંરક્ષણ બજેટ હોય એ બે-ચાર મિનિટમાં પસાર કરવું પડે છે. અને માનો કે બજેટ ઉપર સંસદમાં ચર્ચા કરવાની થાય તો ચર્ચા કરનાર નેતા કેટલા છે ?
આજના રાજકારણીઓને ભ્રષ્ટાચારમાં જ રસ છે. (એટલે ખિસ્સા ભરવામાં) ભ્રષ્ટચારમાં રસ ન હોય એવો રાજકારણી આજના યુગમાં મળવો મુશ્કેલ છે.
એટલે આપણું લશ્કર પોતાની રીતે તૈયારીઓ કરે છે. દા.ત. ૧૨ હજાર કી.મી. દૂર માર કરી શકે એવા ચીન જેવા આઈ.સી.બી.એમ. ભલે નથી પણ ૫૦૦૦ કી.મી. સુધી માર કરી શકતી અગ્નિ-૫ મિસાઈલ છે. એનાથી પણ ચીનનો ઘણો વિનાશ થઈ શકે છે. એ જ રીતે ચીનના મિસાઈલ ભારત ઉપર પડે તો સંપૂર્ણ ભારતનો વિનાશ થઈ જાય તેમ છે. માનો કે ચીન એવું કરે તો, ભારત પણ પોતાની સેકન્ડ સ્ટ્રાઈક એટલે કે જવાબી હુમલામાં ચીન ઉપર પણ એવો જ વિનાશકારી હુમલો કરી શકે છે.
આ જ ડરથી પેલી બાજુ જેમ અમેરિકા અને રશિયા ચૂપચાપ પડયા રહે છે એમ આ બાજુ ચીન અને ભારત પણ ચૂપચાપ પડયા રહે છે. બન્ને દેશોના હજારો વેપારી પણ કશું નુકસાનકારક પગલું એકપણ દેશ ન લે એની તકેદારી રાખે છે. બન્ને દેશોએ એકબીજાને ત્યાં અબજો ડોલરનું રોકાણ કરી રાખ્યું છે. ચીન માટે ભારત નિકાસનું ૭માં ક્રમનું મોટું બજાર છે. એ ઉપરાંત ભારત ૧૧ ક્રમનો ચીનનો વેપાર ભાગીદાર છે.
એંસીના દશકામાં ચીનના ઉચ્ચ નેતા તંગ શ્યાએ ફિંગ કહેતા હતા કે.. સરહદી પ્રશ્નો એક બાજુ હડસેલીને બીજા ક્ષેત્રોમાં સંબંધો ઊંડા કરો. દા.ત. એ સંબંધો જો આર્થિક ક્ષેત્રના હોય તો એવી ગાંઠ બાંધશે કે એને તોડવાનું બંને દેશ માટે અઘરૃં બનશે.
૨૦૦૦ સુધી બન્ને દેશો વચ્ચે લગભગ બે અબજ ડોલરનો જ વેપાર થતો હતો પણ એ પછી ભારતે પોતાનું બજાર ચીની માલ માટે ખોલી નાંખ્યું જેથી આજે ૭૦ અબજ ડોલરે એ વેપાર પહોંચ્યો છે અને હવે પછીના ૩ વર્ષમાં એ વેપાર ૧૦૦ અબજ ડોલરે પહોંચશે.
આમ છતાં બંને દેશોને સરહદ ઉપર લશ્કર રાખવા પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. બંને દેશોએ લડાયક વિમાનો અને મિસાઈલો એકબીજા સામે નિશાન કરીને રાખ્યા છે. દા.ત. ચીને તિબેટમાં બેલેસ્ટીક મિસાઈલો ભારત તરફ મોં કરીને ગોઠવી રાખ્યા છે... એનો શું અર્થ કરવાનો ?
- ગુણવંત છો. શાહ

 

હેં !
વાઈન, બિયર, વ્હીસ્કી, રમ વગેરે શરાબ પીનારા ચેતે
શરાબ કોઈપણ પ્રકારનો હોય કે કોઈપણ ઠેકાણેથી ભારતમાં ખરીદ્યો હોય (ફાઈવ સ્ટાર હોય કે મીલીટરી કેમ્પનો શરાબ હોય) પણ એ બધા જ ભેળસેળવાળા હોય છે ને હોય જ છે ! વિદેશમાંથી જાતે લાવેલો શરાબ હોય તો જૂદી વાત છે. બાકી આપણા દેશમાં તો ભેળસેળવાળો જ શરાબ હોય છે.
આવો શરાબ સરવાળે નુકસાન કરે છે. જેમ ભેળસેળવાળું પાણી કે દૂધ પણ નુકસાન કરે છે એમ... પણ લાંબા ગાળે ! ''લાંબો ગાળો'' છ મહિનાનો પણ હોય શકે છે અને છવ્વીસ વર્ષનો પણ હોય શકે છે.
શરાબ પીવાથી પહેલું નુકશાન લીવરને થાય છે. પછી હાઈ બ્લડપ્રેસર, પછી હાઈ બ્લડ ફેટ, પછી હાર્ટ ફેઈલર છેવટે કેન્સર.

 

આ જાણો છો તમે ?
ખાદ્ય અને ગ્રાહક મંત્રાલયે આપેલા આંકડા મુજબ... ગ્રાહક સંરક્ષણ કાયદાના જાણકાર ૨૦ ટકા લોકો જે દેશમાં છે. જ્યારે ૪૨ ટકા લોકોએ ગ્રાહક સંરક્ષણ અંગેનો કાયદો છે એટલું જાણે જ છે અને બાકીના ૩૮ ટકાને તો એ કાયદાની ખબર પડી નથી. (સ્કુલોમાં જેમ પર્યાવરણનો વિષય ભણાવાય છે એમ ગ્રાહકના હક્કોનો વિષયપણ ભણાવવાનું ફરજીયાત કરવું જોઈએ.)
- આખી દુનિયામાં જે લોકો પાસે પોતાના શૌચાલયની સગવડ નથી એમાં ભારતના ૬૦ ટકા છે.
- અમેરિકામાં ૪૫૭૫, ભારતમાં ૧૩૯૩, બ્રાઝીલમાં ૧૩૧૨ અને પાકિસ્તાનમાં ૯૧ જ જેલો છે.
- ૨૦૧૧માં જેમના આપઘાત નોંધાયા છે એવા ૧ લાખ ૩૫ હજાર છે. એમાં ૨૪.૩ ટકા લોકોએ કૌટુંબિક કારણોસર આપઘાત કર્યા, ૧૯.૫ ટકાએ બિમારીના કારણે અને ફક્ત ૧.૭ ટકાએ ગરીબીના કારણે આપઘાત કર્યા.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved