Last Update : 27-October-2012, Saturday

 

એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે

- પટિયાલા સુટ પહેરો તો થોડી ઊંચી એડીના પગરખાં અને ચુડીદાર સાથે મોજડી કે ક્લિપ ઓન સેંડલ પહેરવાથી થોડો હટકે લૂક મળે છે.

 

 

'એક નૂર આદમી, હજાર નૂર કપડાં' ઉક્તિ પાછળ ચોક્કસ તથ્ય છે. વ્યક્તિનું પરિધાન તેને 'સ્માર્ટ' અથવા 'ફૂવડ' દર્શાવે છે. આજની તારીખમાં 'ડ્રેસિંગ સેન્સ' શબ્દ એકદમ પ્રચલિત છે. 'ડ્રેસિંગ સેન્સ'નો અર્થ છે તમે કયા પ્રસંગે કેવા વસ્ત્રો ધારણ કરો છો. માત્ર પ્રસંગોપાત જ નહીં, ઓફિસમાં, ઘરમાં, ફિલ્મ જોવા જતી વખતે, પિકનિક પર જતી વખતે કે વન વિહાર-પર્વતારોહણ કરતી વખતે જુદી જુદી રીતનું પરિધાન જરૃરી હોય છે. તેવી જ રીતે વ્યવસાયને અનુરૃપ વસ્ત્રસજ્જા તમારી સ્માર્ટનેસ પુરવાર કરે છે.
ગ્લેમર વર્લ્ડમાં કામ કરતાં લોકો મોટાભાગે ડિઝાઈનર વસ્ત્રોમાં કે પાર્ટીવેરમાં જોવા મળે છે. જ્યારે શિક્ષક આવાં વસ્ત્રો પહેરીને શાળામાં ભણાવવા ન જઈ શકે. ફેશન ડિઝાઈનરો કહે છે કે તમારું પરિધાન તમારા વ્યવસાય અનુસાર હોવું જોઈએ.
જો તમે શિક્ષક હો તો સાડી અથવા વ્યવસ્થિત ફિટિંગ ધરાવતું પંજાબી સુટ અથવા ચુડીદાર પહેરો, સાડીમાં કોટન, શિફોન અને જ્યોર્જટ યોગ્ય પસંદગી ગણાશે. જ્યારે પંજાબી સૂટ કોટનના વધારે સારા દેખાશે. શાળામાં કોઈ ફંક્શન હોય તો રંગબેરંગી અથવા થોડું હેવી વર્ક કરેલું પંજાબી સુટ પહેરો. આ પ્રકારની કુરતી અને લેગિંગ્સ પણ સરસ લાગશે.
શિક્ષકોએ બહુ ભારેખમ આભૂષણ પહેરવાનું ટાળવું. હળવી જ્વેલરી, જેમ કે નાની બુટ્ટી, બ્રેસલેટ, ઝીણી ચેન અથવા પરિણીત શિક્ષકો માટે નાનું મંગળસૂત્ર યોગ્ય ગણાશે.
જોે પટિયાલા સુટ પહેરો તો થોડી ઊંચી એડીના પગરખાં અને ચુડીદાર સાથે મોજડી કે ક્લિપ ઓન સેંડલ પહેરો.
આવા વસ્ત્રાભૂષણો સાથે સિમ્પલ હેરસ્ટાઈલ સારી દેખાશે. વાળને બાંધીને પોનીટેલ લઈ શકાય. અથવા આગળના કેશ પાછળ લઈને હાફ પોની પણ લઈ શકાય.
જો તમે કોર્પોરેટ કંપનીમાં કામ કરતા હો તો હળવા રંગના પ્લેન સ્કર્ટ સાથે ઘેરા રંગનું ટોપ પહેરો. આ સિવાય બ્લેક ટ્રાઉઝર સાથે હળવા ગુલાબી, વાઈટ કે ગ્રે કલરના શર્ટનું કોમ્બિનેશન સરસ લાગશે.
આવા પરિધાન સાથે ગળામાં ઝીણી ચેન અને ઘડિયાળ સિવાય ઝાઝી એક્સેસરીઝનો ઉપયોગ ન કરો. પર્સ પણ મધ્યમ કદની અને સોબર દેખાય એવી લો. આવા પરિધાન સાથે થોડી ઊંચી એડીના પગરખાં સરસ દેખાશે. તેવી જ રીતે હેરસ્ટાઈલમાં ઊંચી પોનીટેલ ખૂબ સુંદર લાગશે.
મિડિયામાં કામ કરતી ગર્લ્સને વિવિધ પ્રકારના ડ્રેસિંગની તક મળે છે. પંજાબી સૂટથી લઈને જિન્સ-ટી-શર્ટ, જિન્સ-કુર્તી, ટ્રાઉઝર-શર્ટ, ચુડીદાર અને પેજ થ્રી કવર કરવા જતાં હો તો સ્લીવલેસ ટી-શર્ટ અને સ્કર્ટ પણ પહેરી શકાય. અલબત્ત, જ્વેલરીની પસંદગી વસ્ત્રોને અનુરૃપ હોવી જોઈએ.
જો તમે કોર્ટમાં, ખુલ્લા મેદાનમાં ચાલતા આંદોલનને કવર કરવા જતા હો કે ક્રાઈમ રિપોર્ટિંગ કરવા ઝુંપડપટ્ટીની ગલીઓમાં રખડતાં હો તો તમારા માટે ટ્રાઉઝર-શર્ટ અથવા જિન્સ-કુર્તી અને સ્પોર્ટ્સ શૂઝ પરફેક્ટ ગણાશે. આની સાથે કાનમાં નાની બુટ્ટી અને કાંડા પર ઘડિયાળ જેટલી એક્સેસરી પૂરતી છે. હા, આંખો પર ગોગલ્સ ચડાવવાનું અને માથે સ્કાર્ફ બાંધવાનું ન ભૂલતા. સાથે થોડું મોટું પર્સ લેશો તો તેમાં તમારા નોટ પેડ અને અન્ય સામગ્રી સાથે પાણીની બોટલ તેમજ એકાદ પેકેટ બિસ્કિટ પણ મુકી શકાય.
જર્નાલિસ્ટનું પરિધાન તે કયા બીટમાં કામ કરે છે તે મુજબ હોવું જોઈએ. કારણકે તેઓને તો વિવિધ ફિલ્ડમાં જવાનું હોય છે. પણ તેઓના ફિલ્ડ પણ અવારનવાર ચેન્જ થતા હોય છે. જેથી એ મુજબનું ડ્રેસિંગ કરવું અનિવાર્ય છે. જો કોઇ એન્કર હોય તો તેને એ પ્રમાણે જ ડ્રેસિંગ કરવું પડે છે. જેમ કે શૂટ અને ટાઇ ચોક્કસ જોઇએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved