Last Update : 27-October-2012, Saturday

 
દિલ્હીની વાત
 

ગડકરીના બચાવમાં નેતાઓ
નવી દિલ્હી, તા.૨૬
ભાજપના મોટા માથા ગણાતા એલ.કે. અડવાણી, સુષ્મા સ્વરાજ અને અરૃણ જેટલી પ્રમુખ નીતીન ગડકરીને ખુલ્લો ટેકો આપી રહ્યા છે. જોકે ભવિષ્યમાં તે ભ્રષ્ટાચારનો કેવી રીતે સામનો કરી શકશે તે અંગે નૈતિક રીતે તેમની પાસે કોઈ ખુલાસો નથી. એક તરફ ગડકરીની કંપનીઓ સામે તપાસ શરૃ થતા તે ભીંસમાં આવ્યા છે. જ્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલ કહે છે કે આવી તપાસથી કશું વળવાનું નથી. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ગડકરીની કંપનીઓ પાસે અનિયમિતતા બાબતે બે અઠવાડીયામાં જવાબ માંગ્યો છે. દિલ્હીની એક વ્યક્તિએ પાંચ કંપનીઓ સામે ફરિયાદ કરીને તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આરએસએસે ગડકરીના મુદ્દે બોલ ભાજપના કોર્ટમાં નાખ્યો છે. જોકે આરએસએસે આ મુદ્દે મૌન રાખ્યું છે.
આરએસએસ સામે સમસ્યા
ગડકરીના મુદ્દે આરએસએસે મૌન રાખતા સૌથી વધુ આશ્ચર્ય થયું છે કેમકે ભ્રષ્ટાચાર સામે સતત લડતું આવ્યું છે. આરએસએસના મૌનનો અર્થ એવો તો નથી થતો ને કે તે ગડકરીને પ્રમુખપદ માટેની બીજી ટર્મ આપવા નથી માગતા? જોકે જ્યારે ગડકરી અંગેના વિવાદમાં રોજ કંઈક નવું આવી રહ્યું છે ત્યારે આરએસએસ ક્યાં સુધી મૌન રાખશે? પ્રશ્ન તો એ પૂછાય છે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ તેની તપાસમાં ગડકરીની કંપનીઓમાં ચાલતી ગેરરીતીઓ શોધી કાઢશે તો આરએસએસ શું કરશે?
વિવાદ ભૂલાઈ જશે...
સૂત્રો એમ કહે છે કે ગડકરીના મુદ્દે આરએસએસ ઉતાવળે કોઈ પગલાં લેવા તૈયાર નથી. તેહલકાના સ્ટીંગ ઓપરેશન બાદ જે રીતે બાંગારૃ લક્ષ્મણને ખસેડવામાં આવ્યા હતા એમ ગડકરીના કેસમાં આરએસએસ કંઈ કરવા માગતું નથી. ગડકરીની ઈચ્છા પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડવાની છે. આરએસએસને એવો ડર છે કે જો તે ગડકરીને પડતા મુકશે તો તે મુદ્દાનો લાભ કોંગ્રેસ ચૂંટણીઓમાં ઉઠાવશે. આરએસએસના અગ્રણીઓ અને ભાજપના કેટલાક નેતાઓ માને છે કે ગડકરી સામેના પગલાં લેવામાં મોડું કરીશું તો લોકો તે વિવાદ ભૂલી જશે અને પછી તે કાયમ માટે દફનાવાઈ જશે.
રાખી સાવંતના
કેજરીવાલને પ્રશ્નો
અરવિંદ કેજરીવાલના દુશ્મનોની યાદીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ યાદીમાં લેટેસ્ટ રાખી સાવંતનો ઉમેરો થયો છે. સાવંતનો ઉમેરો થયો છે. રાખી સાવંત તેના મ્હોં-ફાડ અભિપ્રાયો માટે જાણીતી છે. રાખી સાવંત દશેરાની ઉજવણી માટે દિલ્હીમાં રોહિલી ખાતે આવી ત્યારે તે ખૂબ અપસેટ હતી કેમકે કેજરીવાલે તેના ફોન નહોતા જ ઉપાડયા. તેણે કેજરીવાલને પાંચ પ્રશ્નો પૂછ્યા છે કે, (૧) તમે છો કોણ? રાજકારણી... સોશ્યલ વર્કર કે આમ આદમી (૨) અત્યાર સુધીમાં તમે શું ભોગ આપ્યો છે (૩) વડાપ્રધાન અને સોનિયા ગાંધીને પ્રશ્ન પૂછનાર તમે કોણ છો? (૪) તમે શેરીઓમાં દેખાવો કરીને પ્રજાને જોખમમાં મુકી રહ્યા છો... તમે શા માટે કોર્ટમાં નથી જતા... (૫) જો તમે ક્રાંતિકારી છો તો હું શાંતિ ઈચ્છતી વ્યક્તિ છું. તો પછી તમે મારો સામનો કરતા ડરો છો શા માટે ?!
ડેન્ગ્યૂનો આતંક
ફિલ્મ ડાયરેક્ટર યશ ચોપરાનું મુંબઈમાં ડેન્ગ્યૂના કારણે મૃત્યુ થયા બાદ દિલ્હીમાં પણ ડેન્ગ્યૂનો આતંક વધ્યો છે. દિલ્હીમાં ડેન્ગ્યૂના કેસોની સંખ્યા ૮૦૦ પર પહોંચી છે. આ કેસોના કારણે દિવાળી બગડી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની પથારીઓ ખુટી પડી છે. ઓલ ઇન્ડિયા ઈન્સટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝના ડેપ્યુટી ડીરેક્ટર સહિત ૧૦ ટકા જેટલો સ્ટાફ ડેન્ગ્યૂના તાવમાં સપડાયા છે.
હિમાચલમાં નો-રીપીટ
હિમાચલ પ્રદેશમાં ભાજપના ભાવિ અંગે નેતાઓ બહુ બોલતા નથી. કેમકે હિમાચલ પ્રદેશમાં મતદારોનો ટ્રેન્ડ એવો છે કે કોઈ એક પક્ષને બીજીવાર સત્તા માટે ચૂંટી લવાતો નથી. જોકે ભાજપના મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધુમલના પુત્ર અનુરાગને વિજય અંગે ઘણો વિશ્વાસ છે. ભાજપના યુવા મોરચાના વડા અનુરાગ કહે છે કે તેમના પિતાને વિજય મેળવતા કોઈ રોકી શકે એમ નથી. એટલે જ તે યુવા મોરચાની પ્રવૃત્તિ બુદ્ધ યાત્રામાં વધુ સક્રિય રસ લેતો હતો.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved