Last Update : 27-October-2012, Saturday

 

કોઈને પણ મહાત્મા ચીતરતા પહેલાં વિચાર કરવો જોઈએ
નાના પ્રાદેશિક પક્ષો વઘુ વિસ્તરી રહ્યા છે

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- એકબીજા પર આરોપો કરીને આ લોકો પોતાની રાજકીય સ્થિરતા વધારવા પ્રયાસ કરે છે
- આપણી સામે એવી કમનસીબ સ્થિતિ છે કે દરેક સખત નેગેટીવિટીથી પીડાય છે.

 

રાજકીય તખતા પર જે ચાલી રહ્યું છે તે અંગે હું વારંવાર લખું છું કેમ કે આ તખતા પર અનિશ્ચિત સ્થિતિમાં વધારો થઈ રહ્યો છે. તેમજ રોજરોજ નેગેટીવીટીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ પાછળનું એક કારણ એ પણ છે કે રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપબાજીનો મારો ચલાવ્યો તે પણ છે. આ આક્ષેપોમાં રાજકીય પક્ષો રાજકીય કુટુંબોને પણ સંડોવે છે. એકબીજા પર આરોપો કરીને આ લોકો પોતાની રાજકીય સ્થિરતા વધારવા પ્રયાસ કરે છે. અરવંિદ કેજરીવાલ હવે એક રાજકીય પક્ષ બની ગયા છે. તેમને બહોળો ટેકો નથી મળ્યો. સોશ્યલ નેટવર્ક પરના પ્રતિભાવો જોવા જઈએ તો તેમણે કરો યા મરો નો સંદેશ આપ્યો છે.
આમતો તેમને વિવિધ સોર્સ દ્વારા માહિતી ભેગી કરી હતી પરંતુ ટીવી પર પોતાની રજૂઆતને બ્રેકંિગ ન્યુઝ કેવી રીતે બનાવવા તે માટે તેમણે તમામ પ્લાનીંગ કર્યું હતું. આક્ષેપો અંગે કોઈ ચોક્કસ પુરાવા નથી માટે કોર્ટના દ્વાર તે નહીં ખખડાવે પરંતુ જ્યાં સુધી પોતે જ કોઈ સ્ટીંગ ઓપરેશનના ભોગ નહીં બને ત્યાં સુધી તે રાજકીય સ્પર્ધામાં ઉભા રહેવા આક્ષેપોનો મારો ચાલુ રાખશે.
રાજકીય સ્થિતિ પ્રવાહી છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતના મોરચે શાંતિ છે કેમ કે ત્યાં હજુ પ્રચારની શરૂઆત થઈ નથી. સોનિયા ગાંધીએ મેડીકલ પ્રવાસ પાછળ ૧૮૮૦ કરોડ ખર્ચ્યા જેવો કડવો ઘૂંટ નરેન્દ્ર મોદીએ ફરી કોઈ આક્ષેપમાં ત્રળવો ના પડે તેનું ઘ્યાન રાખવું પડશે.
મારો અંદાજ એમ કહે છે કે લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ ૧૫૦ બેઠકો મેળવશે. ૨૦૦૯માં તેણે ૨૦૬ બેઠક મેળવી હતી આમ તે નીચે જશે જ્યારે ભાજપે ૨૦૦૯માં ૧૧૬ બેઠકો મેળવી હતી જે ૧૫૦ જેટલી બેઠક મેળવી ઉપર જશે.
જ્યારે અન્ય રાજકીય પક્ષો ૨૪૦થી ૨૫૦ બેઠકો મેળવશે આ પક્ષોએ ૨૦૦૯માં ૨૨૦ બેઠકો મેળવી હતી. બે ચૂંટણીઓ ક્યારેય એક સમાન નથી હોતી. ભાજપની સ્થિતિ એ છે કે યુપીએ-ટુ અને એનડીએનું અસ્તિત્વ નથી પરંતુ કોંગ્રેસ અને ભાજપ એમ બે જ તખ્તા પર છે. બંનેને ૧૫૦ બેઠકો મળશે. જ્યારે ત્રીજો મોરચો જેને ચોથો મોરચો પણ કહી શકાય તેમાં મુદ્દા આધારીત ટેકો આપનારા હશે જે ૨૪૦ જેટલી બેઠકો મેળવશે. રાજકારણમાં જોકે દરેક વિકલ્પ શોધે છે અહીં દરેક જોડાણ અંગે શંકાથી જોવાય છે. આવા જોડાણ લૂલા હોઈ શકે અને કોઈપણ દિશામાં આ પક્ષો જઈ શકે છે.
સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ સંગઠીત રહેશે જ્યારે ગુજરાતમાં ચૂંટણીઓ જીત્યા પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ એક થઈ શકે છે. પરંતુ ૪૦ જેટલા છુટાછવાયા પ્રાદેશિક પક્ષો કેવી રીતે ભેગા થશે? હકીકત તો એ છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ આવતાં-આવતાં આ પ્રાદેશિક પક્ષોની સંખ્યા ૬૦ પર પહોંચી જશે. ઘણાં રાજ્યોના પક્ષો જ્ઞાતિ અને પ્રદેશના આધારે વઘુ ટુકડામાં જોવા મળશે.
નાના પ્રાદેશિક પક્ષો વઘુ વિસ્તરી રહ્યા હોવાના અહેવાલો મને મળી રહ્યા છે. મંત્રીપુરમાં ૬૬ હજાર વોટથી જીતતું જુથ અલગ પક્ષ રચવા વિચારે છે. જ્યારે ઓરિસામાં ત્રણ પ્રાદેશિક પક્ષો રચાઈ રહ્યા છે. ઓરિસા જનસમ્મુખાલય (ઓજેએસ) તેમજ બીએસડી અને બીએએફ નામનો પક્ષ પણ આવી રહ્યો છે. આમ જેમ જેમ ચૂંટણીઓ નજીક આવશે એમ એમ વઘુ પક્ષો જોવા મળશે.
દરેક રાજ્યમાં આવી સ્થિતિ ઉભી થાય એમ છે. આંધ્રપ્રદેશમાં ૪૨ બેઠકો, મહારાષ્ટ્રમાં ૪૮ અને તમિળનાડુમાં ૩૯ બેઠકો માટે ખરાખરીનો જંગ જોવા મળશે. બંને મુખ્ય રાષ્ટ્રીયપક્ષોમાંથી નાના જૂથો ઉભો થાય તો વિચાર કરો કે મતો મોટા પાયે વહેંચાઈ જાય!! તેનું પરિણામ કેવું આવે?
ટેબલોઈડના સમાચારોની જેમ ટીવી ન્યુઝ ચેનલો પણ સમાચારો આપી રહી છે. ઉપરા છાપરી આવા કિસ્સાઓના કારણે સાચું શું છે અને ખોટું શું છે તે જાણી શકાતું નથી. જ્યારે અંગત કિન્નાખોરી નજરે આવે તો કોઈ ચૂપ બેસી રહી શકે નહીં. રાજકીય પક્ષોના ફીકસીંગ કેટલીક ડર્ટી ફીક્સ વગેર ચેનલોના ટીઆરપી રેટીંગ્સ વધારવા માટે હોય છે. આપણે કાયદા પ્રધાન સલમાન ખુર્શીદ અને તેમની પત્નીને પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જોયા હતા. તેમની પાસે બધા જ સત્તાવાર પુરાવા હતા, તેઓ સંબંધિત ચેનલને પડકારવાના પણ છે. અરવંિદ કેજરીવાલ પણ સ્ટીંગ ઓપરેશન સાથે સંમત નહોતા અને આંદોલન અચાનક સસ્પેન્ડ કરી દીઘું હતું. સાચી વાત તો એ છે કે અહેવાલ સત્તાવાર છે કે કેમ તે અંગે તે ચોક્કસ નથી.
સલમાન ખુર્શીદ અને તેમની પત્નીને હું છેલ્લા ત્રણ દાયકાથી ઓળખું છું. એટલા જ સમયથી હું અરૂણપુરી અને તેમના પત્ની રેખાને ઓળખું છું. આ બંને કોઈ રીતે ખોટી વસ્તુને ટેકો આપે એવા નથી. બંનેએ સમાજને પોઝીટીવ વિચારસરણી આપી છે. આવા મુદ્દા ઉભા કરવા એ અર્થહીન છે. થોડા દિવસ પછી લોકો આ વિવાદને ભૂલી જશે આમ લાંબા ગાળે કોઈને જીત મળવાની નથી.
આપણી સામે એવી કમનસીબ સ્થિતિ છે કે દરેકે સખત નેગેટીવીટીથી પીડાય છે. અહીં ખરાબ પછી સારું થશે એવી અપેક્ષા રાખી શકાય.
રોબર્ટ વઢેરા અને ડીએલએફ વચ્ચે થયેલા સોદાના વિવાદમાં પોતે પ્રમાણિક છે એવું કહેતા હરિયાણાના આઈએએસ ઓફિસરનો વિવાદના એપિસોડ પણ આપણને જોવા મળ્યો છે. ટીવી ચેનલો તેમની પ્રશંસા કરતા થાકતી નથી પરંતુ શું કોઈએ આ અધિકારીની કારકિર્દીની વિગતો જાણવા પ્રયાસ કર્યો છે ખરો? આ આઈએએસ અધિકારીની ૨૦ વર્ષમાં ૪૩ વાર બદલી થઈ છે. વિવિધ શાસન દરમ્યાન તેમની બદલી શા માટે થઈ છે તેનો અભ્યાસ કોઈએ કર્યો છે ખરો? આપણે કોઈને પણ મહાત્મા ચીતરતા પહેલાં વિચાર કરવો જોઈએ. અણ્ણા હજારેના કેસમાં શું થયું તે યાદ છે ને? એક જ વર્ષમાં તે હિરોમાંથી ઝીરો બની ગયા હતા. તેમને ઇન્ડિયન ઓફ ધ યર પણ જાહેર કરાયા હતા. પરંતુ છેલ્લે તો તેમની જાહેર સભામાં પણ ખુબ ઓછા લોકો આવતા હતા.
આઈએએસ અધિકારી કોની દોરવણી હેઠળ કામ કરે છે તે તો સમય જ કહેશે. હકીકત એ છે કે ૧૨મીએ મિલ્કતની કંિમત નક્કી થઈ હતી જે ઠરાવ ૧૫મી ઓક્ટોબરે કેન્સલ પણ થયો હતો જ્યારે તેમની બદલી ૧૧મીની રાત્રે થઈ હતી!! મેં હરિયાણા સરકારે આપેલા બદલીના ઓર્ડરની કોપી ડાઉનલોડ કરી છે જે મારી પાસે છે જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ આઈએએસ ઓફિસરે કેટલીક અનિયમિતતા આચરી હતી. જો આ બધા મુદ્દાની ચર્ચા ટીવી ચેનલો કરે તો તે આવકારદાયક બને. ટીવી ચેનલોએ તેમની બદલીનો મુદ્દો આગળ ધરીને અન્ય મુદ્દાઓને દબાવી ના દેવા જોઈએ. કોઈક આ મુદ્દે રાજકારણ રમી રહ્યું છે, બધા જ એવું પ્લાનીંગ સાથે કરતા હોય એમ દેખાઈ આવે છે.
કેટલાક રાજકીય પક્ષોમાં ઉહાપોહ થઈ રહ્યો છે. ફીકસીંગ ગેમ રમાતી દેખાય છે. પ્રતિસ્પર્ધીઓ સામાવાળા પાસે કેટલી સંપત્તિ છે, કેટલી કાર છે, ઘડીયાળો છે, પેન છે તેની યાદી સાથે મેડીકલ રીપોર્ટ શું છે તેની યાદી રાખે છે. જો તમારી એમઆઈઆઈ/અલ્ટ્રાસાઉન્ડ/હાર્ટનું સીટીસ્કેન, બલ્ડ અને સુગર રીપોર્ટ સંતોષકારક હોય અને ટીવી માઘ્યમો સાથે સારું બનતું હોય તેની પણ વિગતો રાખે છે. હકીકતે તો દરેક જણ પોતાનું સ્થાન ટકાવવા પ્રયાસ કરે છે.
જો ટીવી સ્ક્રિન પર જ ન્યાય તોળવામાં આવશે તો આપણે બનાના રીપબ્લીક બની જઈશું અને કાયદાને અવગણતા થઈશું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 

 

 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved