Last Update : 27-October-2012, Saturday

 
 

હરભજન અને ઇશાંતને રૃ.૫૦ લાખની ફી ધરાવતા બી-ગ્રેડમાં સમાવાયા
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

ઇરફાન-ચેતેશ્વર બી ગ્રેડમાં અને જાડેજા, યુસુફ, મુનાફ પટેલ,પાર્થિવ પટેલને સી-ગ્રેડમાં સ્થાન
બીસીસીઆઇએ ૩૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ ઓફર કર્યા

નવી દિલ્હી,તા.૨૬
યુવા ઓફ સ્પિનર અશ્વિને ભારતીય ટીમ બાદ બીસીસીઆઇના સેન્ટ્રલ રિટેનરશીપ કોન્ટ્રાક્ટમાં પણ હરભજનના સ્થાને એ-ગ્રેડમાં પ્રવેશ મેળવ્યો છે. વાર્ષિક એક કરોડની રિટેનરશીપના એ-ગ્રેડના કોન્ટ્રાક્ટમાં સામેલ હરભજનને તેમજ ફાસ્ટ બોલર ઇશાંત શર્માને તેમના કથળેલા દેખાવનેકારણે બી-ગ્રેડમાં ફેંકી દેવામાં આવ્યા છે. જેની રિટેનરશીપ રૃપિયા ૫૦ લાખ છે. બરોડાના ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ અને સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પુજારાને બી ગ્રેડમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતના પાર્થિવ પટેલ , સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજા તેમજ બરોડાના યુસુફ પઠાણ તેમજ મુનાફ પટેલને વાર્ષિક રૃપિયા ૨૫ લાખની રિટેનર ફી ધરાવતા સી-ગ્રેડમાં સામેલ કરાયા છે.
કેપ્ટન ધોની, તેંડુલકર, સેહવાગ, કોહલી, ગંભીર, યુવરાજ સહિતના નવ ખેલાડીઓને એક કરોડની રિટેનરશીપ ફી ધરાવતા એ-ગ્રેડના કરાર આપવામાં આવ્યા છે. જ્યારે બી ગ્રેડનો કરાર મેળવનારા ખેલાડીઓની યાદીમાં હરભજન, ઇશાંતની સાથે ચેતેશ્વર પુજારા, ઇરફાન પઠાણ, રોહિત શર્મા સહિતના આઠ સામેલ છે.
હરભજન અને ઇશાંતનો દેખાવ ગત વર્ષ દરમિયાન કથળ્યો હતો. તેમને જે તક આપવામાં આવી હતી, તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને ત્યાર બાદ મોટા ભાગે તો તેઓ ટીમમાંથી બહાર રહ્યા હતા. બંને ખેલાડીઓને ફિટનેસની સમસ્યાએ પણ પરેશાન કર્યા હતા. જેને તેમના એ ગ્રેડમાંથી બી ગ્રેડમાં ફેંકાવા માટેનું મહત્વનું કારણ માનવામાં આવે છે. બીજી તરફ ૨૬ વર્ષના અશ્વિને ગત વર્ષે નવેમ્બરમાં પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ કુલ આઠ ટેસ્ટમાં ભાગ લીધો હતો. તેણે કુલ ૪૯ વિકેટ ઝડપી હતી. જેમાં ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટની શ્રેણીમાં તો તેની ૧૮ વિકેટ હતી. તેણે વન ડેમાં ૪૦ મેચમાં ૫૬ વિકેટ મેળવી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-૨૦માં તેની ૧૫ મેચમાં ૧૨ વિકેટ છે. એ ગ્રેડનો કોન્ટ્રાક્ટ આ વખતે નવ જ ખેલાડીને આપવામાં આવ્યો છે, જેમાં ગત વર્ષ કરતાં ત્રણ ખેલાડીઓ ઓછા છે. ગત વર્ષે લક્ષ્મણ અને દ્રવિડે નિવૃત્તિ જાહેર કરી હતી, જેના કારણે કરારમાં તેમની જગા ખાલી જ છે.
ઇનફોર્મ બેટ્સમેન કોહલી, રૈના અને યુવરાજે ટોપ બ્રેકેટમાં સ્થાન જાળવ્યું છે.બી ગ્રેડના કોન્ટ્રાક્ટમાં ત્રણ વધુ ખેલાડીઓને સમાવાયા છે, જેમાં ગત વર્ષે આ ગ્રેડમાં રહેનારો એક જ ખેલાડી રોહિત શર્મા આ વખતે પણ તે ગ્રેડમાં છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ગત વર્ષની જેમ આ વખતે પણ કુલ મળીને ૩૭ ખેલાડીઓને જુદી-જુદી ત્રણ કેટેગરીમાં કરાર આપ્યા છે.

એ-ગ્રેડ (વાર્ષિક રૃ.૧ કરોડ)
તેંડુલકર, ધોની, સેહવાગ ,ગંભીર, યુવરાજ, કોહલી, રૈના, ઝહીર,અશ્વિન.

બી-ગ્રેડ (વાર્ષિક રૃ.૫૦ લાખ)
હરભજન, ઇશાંત, ઇરફાન પઠાણ, ચેતેશ્વર પુજારા, પી.ઓઝા, રોહિત શર્મા, રહાને, ઉમેશ યાદવ.

સી-ગ્રેડ (વાર્ષિક રૃ.૨૫ લાખ)
રવિન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ, એ.મિશ્રા, વી.કુમાર, મુનાફ પટેલ,મિથુન, એમ.વિજય, ધવન, સહા, પાર્થિવ પટેલ, એમ.તિવારી, બદ્રિનાથ, ચાવલા, ડી.કાર્તિક, રાહુલ શર્મા, એરોન, મુકુંદ, ડિન્ડા, પી.કુમાર, બાલાજી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved