Last Update : 27-October-2012, Saturday

 
મહિલાઓના હકો માટે કરાતાં
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?

સોવિયેત સંઘથી છૂટા પડેલા આ દેશમાં ૨૮મીએ ચૂંટણી યોજાવાની છે

કીવ, તા. ૨૪
યુક્રેનમાં આવતા રવિવારે સંસદની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ત્યાંની ફેમેન નામની મહિલા અધિકાર સંગઠ્ઠનની એક્વીસ્ટો ટોપલેસ થઇને સ્ત્રીઓના હકો માટે પ્રદર્શન યોજી રહી છે. દાયકાઓ સુધી સોવિયેત સંઘના સામ્યવાદની એડીઓ તળે દબાયેલાં રહેલા યુક્રેનમાં આવી ચળવળ ચૂંટણી ટાણે કોઇ ચમત્કાર સર્જી શકે છે કે કેમ તે તો આવનારા સમયમાં ખબર પડી જશે.
યુક્રેનના પાટનગર કીવના એક સાવ સામાન્ય ફ્લેટમાં ફેમેનની ઓફિસ આવેલી છે. ફ્લેટમાં ફર્નિચરના નામે પણ કશું નથી. ઓફિસમાં બેઠેલી ૨૫ વર્ષીય ઓલેકસેન્ડ્રા શેવશેન્કો ફેમેનની વિચારધારા રજૂ કરતા જણાવે છે કે તેઓ પુરૃષ પ્રધાન સમાજ સામે લડત ચલાવી રહ્યાં છે. સ્ત્રીઓના જાતિય શોષણ, પુરૃષો દ્વારા ચલાવાતી જોહુકમી અને ધર્મના નામે થતા સ્ત્રીઓના દમન સામે તેમનો વિરોધ છે.
૨૦૦૮માં ફેમેનની સ્થાપના થઇ ત્યારથી શેવશેન્કો તેની સભ્ય છે. સોવિયેતથી છૂટા પડયા બાદના યુક્રેનમાં સ્ત્રીઓની દયનીય સ્થિતિ જોતા તેમણે લડત ચલાવવાનું નક્કી કર્યું. જો કે શરૃઆતમાં ફેમેનની એક્ટિવિસ્ટો ટોપલેસ પ્રદર્શન કરતી નહોતી. પરંતુ તેઓને લાગ્યું કે સીધી સાદી ચળવળ ચલાવવાથી કશુ વળે તેમ નથી અને તેમણ ટોપલેસ થઇને વિરોધ કરવાનો નુસખો અમલમાં મૂક્યો. શેવશેન્કો કહે છે કે સદીઓથી પુરૃષો સ્ત્રીઓનો શરીરને ભોગવતા આવ્યા છે તો હવે સ્ત્રીઓનું શરીર જ તેઓનું હથિયાર બનશે.
જોકે યુક્રેનના રૃઢિચુસ્ત સમાજમાં ફેમેનના આ પ્રકારના પ્રચારને ઝાઝો આવકાર મળતો નથી. તેમને ટોપલેસ દેખાવો યોજતા જોઇને મોં મચકોડવું એ સામાન્ય પ્રતિભાવ હોય છે. લોકો તેમની ચળવળને ગંભીરતાથી લેતા નથી અને ફેમેનની એક્ટવિસ્ટોને દેહપ્રદર્શન કરતી છીછરી યુવતીઓ માને છે અથવા તો બે ઘડી મનોરંજન માણે છે. પરંતુ પશ્ચિમના દેશોના મહિલા અધિકારવાદી સંગઠ્ઠનોનો તેમને સારો સહકાર મળ્યો છે. શેવશેન્કોનું કહેવું છે કે પશ્ચિમના દેશોના સંગઠ્ઠનો તેમને આમંત્રણ આપે છે અને જરૃરી ફંડની વ્યવસ્થા પણ કરી આપે છે.
શેવશેન્કોના જણાવ્યા અનુસાર ફેમેનમાં અત્યારે ૪૦ ટોપલેસ એક્ટિવિસ્ટો છે અને અન્ય દેશોમાં ૧૦૦ ચળવળકારીઓ છે. જર્મનીના અગ્રણી મહિલા સામાયિક 'એમા'ના તંત્રી એલિસ શ્વાર્ઝર ફેમેનની ચળવળને હિંમતભરી અને ચતુરાઇભરી તેમજ સર્જનાત્મક ગણાવે છે. પોતાની કારકિર્દીમાં મહિલાઓની અંગ પ્રદર્શન કરતી તસ્વીરો છાપવાથી દૂર રહેલા શ્વાર્ઝર તેમના મેગેઝિનના મુખપૃષ્ઠ પર ફેમેનની એક્ટિવિસ્ટોની ટોપલેસ તસવીરો પ્રગટ કરે છે.
શેવશેન્કો દલીલ કરે છે કે સ્ત્રીઓનાં મતાધિકાર મેળવતી વખતે પણ આંદોલનો ચલાવવા પડયાં હતાં. હવે જમાનો બદલાયો છે. આજની યુવાપેઢી જરીપુરાણાં નારીવાદમાં નથી માનતી. તેમને તો નવીન નારીવાદનો હિસ્સો બનવું છે. પોતાના હક માટે દલીલબાજીઓ કરવી કે સૂત્રો પોકારવા યથાયોગ્ય લાગે છે.
જો કે યુક્રેનની સંસદની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેમનો આવો બોલકો વિરોધ કેવો રંગ લાવે છે એ જાણવા બધા ઉત્સુક છે. ફેમેનની એક્ટિવિસ્ટોને કોઇ રાજકીય પક્ષોમાં ભરોસો નથી. તેમના મતે બધા પક્ષોનાં બધા પુરૃષ ઉમેદવારો સરખા છે.
શેવશેન્કો કહે છે કે યુક્રેનમાં કોઇ રાજકારણી નથી, બધો માત્ર પૈસાદાર લોકોનો ખેલ છે. જેમની પાસે સંપત્તિ છે, તાકાત છે એવા લોકો જ ચૂંટણીમાં ઝંપલાવે છે અને જીતે છે. ફેમેન ગુ્રપ જેલવાસ ભોગવી રહેલા વિરોધપક્ષના નેતા યુલિયા ટાયમોશેન્કોનો પણ ભારે વિરોધ કરે છે. યુલિયા પણ તેમને શાસકપક્ષના નેતાઓ જેટલા જ ભ્રષ્ટ અને સ્વાર્થી લાગે છે. ફેમેનની એક્ટિવિસ્ટો તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જ વિરોધ કરવાના મૂડમાં જણાય છે પરંતુ તેમની પાંખી સંખ્યા જોતા તેમનો આ જુસ્સો ખાસ તફાવત સર્જે એવું જણાતું નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved