Last Update : 27-October-2012, Saturday

 
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી
છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

મતદારોનું વલણ જોતાં ૬ નવેમ્બરે યોજાનાર ચૂંટણીમાં ભારે રસાકસી જામશે

વોશિંગ્ટન, તા. ૨૬
અમેરિકાના એક અગ્રણી દૈનિકના તારણો અનુસાર પ્રમુખપદની ચૂંટણીની રેસમાં ઓપિનિયન પોલ અનુસાર રિપબ્લીકન પક્ષના ઉમેદવાર મીટ રોમ્ની પ્રમુખ બરાક ઓબામા કરતા આગળ નીકળી ગયા છે.
વોશિંગ્ટન પોસ્ટ અને એબીસી ન્યૂઝ દ્વારા યોજાયેલા સંયુક્ત ઓપિનિયન પોલ અનુસાર રોમ્નીને ૫૦ ટકા મતદારોનું સમર્થન મળ્યું હતું. જ્યારે ઓબામા ૪૭ ટકા મતદારોના સમર્થન સાથે પાછળ રહી ગયા હતા. ઓબામાએ દલીલ કરી હતી કે તેઓ આર્થિક પડકારોને પહોંચી વળવાની વધારે ક્ષમતા ધરાવે છે. જ્યારે રોમ્ની બજેટમાં ગાબડુ પાડશે, એ જ વખતે આવા તારણો ઓબામા માટે ઝાટકા સમાન છે.
જોકે અમેરિકાના વિવિધ રાજ્યોમાં યોજાયેલા ઓપિનિયન પોલથી એક વાત સ્પષ્ટ બની છે કે ૬ નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ઓબામા અને રોમ્ની વચ્ચે બરાબર ટક્કર જામશે. ઓહાયો, નેવાડા, વર્જિનિયા અને ફલોરિડા જેવા રાજ્યોમાં ઓબામા અને રોમ્નીના મતોનો તફાવત ઘટયો છે. રાસ્મુસીન રિપોર્ટ અને ગેલપ ગુ્રપના ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતા ત્રણ પોઈન્ટ આગળ છે. જ્યારે એપી-જીએફકેના પોલમાં રોમ્ની ઓબામા કરતા બે પોઈન્ટની સરસાઈ ભોગવે છે. જોકે જુદાજુદા ઓપિનિયન પોલમાં નજીવો તફાવત પણ જોવા મળી રહ્યો છે. ફોક્સ ન્યૂઝ અનુસાર વર્જિનિયામાં રોમ્ની બે પોઈન્ટ આગળ છે. જ્યારે ટાઈમ મેગેઝિનના જણાવ્યા અનુસાર ઓબામા પાંચ પોઈન્ટ આગળ છે.
પબ્લીક પોલિસી પોલ (પીપીપી)ના તારણ અનુસાર લોવા અને વિસ્કોન્સિનમાં ઓબામા સરસાઈ ભોગવે છે. વોલસ્ટ્રીટ જર્નલ અનુસાર કોલોરાડોમાં ઓબામા અને રોમ્નીને એકસરખા ૪૮ ટકા મતદારોનો સાથ છે. નેવાડા ખાતે ઓબામાને ૫૦ ટકા જ્યારે રોમ્નીને ૪૭ ટકા મતદારોનો સાથ છે એવું ઓપિનિયન પોલના તારણોમાં જણાવાયું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved