Last Update : 27-October-2012, Saturday

 

અડવાણી, શુષમા, જેટલી પણ ગડકરીની વિરુધ્ધમાં ?
આરએસએસે પણ હાથ ખંખેરતા ગડકરીનું પ્રમુખપદ જોખમમાં

નેતાઓની ગેરરીતિ સાથે સંઘને સંડોવવાના પ્રયાસો દુઃખદ છે ઃ ભૈયાજી જોશી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૬
ભાજપના પ્રમુખ નીતિન ગડકરી ઉપર આર્થિક ગેરરીતિઓ આચરવાના આક્ષેપોની પસ્તાળ પડી રહી છે ત્યારે સંઘે પણ નિષ્પક્ષ તપાસ કરવાનું જણાવીને ગડકરીથી દૂર થઇ રહ્યા હોવાનો સંકેત આપ્યો હતો. બીજી તરફ અડવાણી, સુષ્મા સ્વરાજ અને જેટલી જેવા ભાજપના ટોચના નેતાઓ પણ ગડકરીને પ્રમુખ તરીકે બીજી મુદત આપવાની વિરુદ્ધ હોવાનું મનાય છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે ગડકરી પીડબલ્યૂડી મંત્રી હતા એ વખતની તેમની કામગીરી અંગે તપાસ કરવાની માંગ કરીને ગડકરી વિરુદ્ધના હુમલાઓ વધુ પ્રબળ બનાવ્યાં હતાં.
ભાજપની માતૃ સંસ્થા આરએસએસનું આ વિવાદથી દૂર રહેવાનું નિવેદન ભાજપ પ્રમુખ ગડકરી માટે અપશુકનિયાળ નીવડી શકે છે. છેલ્લાં થોડા સમયથી સંઘ ગડકરીની પડખે છે તેવા આક્ષેપોનો છેદ ઉડાડતા આજના નિવેદનમાં સંઘે સ્પષ્ટતા કરી હતી કે અમુક રાજકીય નેતાઓના કોર્પોરેટ અફેર્સમાં ગેરરીતિ આચરવાના આરોપોમાં સંઘને સંડોવવાના અને લાંછન લગાડવાના પ્રયાસો અત્યંત દુઃખદ છે. સંઘે જણાવ્યું હતું કે ગેરરીતિમાં સંડોવાયેલ કોઇ પણ વ્યકિત કે સંસ્થાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને દોષિતોને કડક સજા થવી જોઈએ.
નિવેદનમાં જણાવાયું હતું કે ગેરરીતિના અમુક આરોપો મિડિયાના કેટલાંક વિભાગોએ મૂકેલાં છે અને એ આરોપો અંગેની સત્તાવાર તપાસ થવાની પણ હજુ બાકી છે ત્યારે આવા મુદ્દાઓને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ કમનસીબ બાબત છે. સંઘે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત બિનરાજકીય અને બિનપક્ષીય હોવી જોઈએ, તેમજ માત્ર સનસનાટી ફેલાવીને પ્રજાજનોની શ્રદ્ધા ડગી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. નહીંતર ભ્રષ્ટાચાર વિરુદ્ધની ઝુંબેશ જેવા મહત્વના અને ગંભીર મુદ્દાનો મૂળ ઉદ્દેશ જ નહીં રહે, જે અમુક તત્વો ઇચ્છી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૯માં અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓની ઇચ્છા વિરુદ્ધ સંઘે ભાજપના પ્રમુખપદે ગડકરીને નીમવાની મંજૂરી આપી હતી. ગડકરીને સતત બીજી ટર્મ માટે ભાજપના પ્રમુખ પદે બેસાડવા માટે પક્ષના બંધારણમાં ફેરફાર કરવા પાછળ પણ સંઘનો જ દોરીસંચાર હોવાનું કહેવાતું હતું, પરંતુ આજના નિવેદન પછી અને ભાજપના ટોચના નેતાઓના વિરોધ પછી ગડકરીને ભાજપના પ્રમુખ પદે બીજી મુદત મળવાના સંજોગો ધૂંધળા જણાય છે.
ગડકરીના નિવાસસ્થાને ભાજપના ટોચના નેતાઓની મળેલી બેઠકમાં સમગ્ર વિવાદ અને તેમના બીજી ટર્મ માટે પ્રમુખપદે ચાલુ રહેવા અંગેની ચર્ચા થઇ હોવાનું મનાય છે. લોકસભામાં વિપક્ષના પ્રમુખ સુષ્મા સ્વરાજ તેમજ રાજયસભાના વિપક્ષના પ્રમુખ અરૃણ જેટલી સહિત પક્ષના મહામંત્રીઓ સાથેની બેઠકમાં ગડકરીએ સમગ્ર વિવાદમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગડકરીએ પક્ષના નેતાઓને ગળે એ વાત ઉતારવા કોશિશ કરી હતી કે તેઓ નિર્દોષ છે અને લડત આપ્યા વિના હાર નહીં માને.
જો કે ભાજપમાં એવો અવાજ ઊઠી રહ્યો છે કે ભલે ગડકરીએ પોતાની સામે તપાસ કરાવવાની રજૂઆત કરી હોય તો પણ કંપનીના વહીવટ બાબતે એવા ઘણાં પ્રશ્નો છે જેનો જવાબ આપવો મુશ્કેલ છે.
દરમિયાન મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ૧૯૯૫ થી ૧૯૯૯ દરમિયાન શિવસેના- ભાજપના મહારાષ્ટ્રમાં શાસન દરમિયાન ગડકરી પીડબલ્યૂડી મંત્રી હતા એ ગાળામાં આરએસએસના વડામથકના વિસ્તૃતીકરણ અને બાંધકામ અંગેની કામગીરીમાં તપાસ કરવાની મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી.
કોંગ્રેસના પ્રવકતા રશીદ અલ્વીએ ગડકરીની આર્થિક ગેરરીતિઓના મુદ્દે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તેમણે દેશની જનતાને એ પ્રતીતિ કરાવી છે કે ભાજપ શા માટે સત્તામાં આવવા ઇચ્છે છે. તેમણે એ પણ યાદ અપાવ્યું હતું કે ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ બાંગારુ લક્ષ્મણને પણ ભ્રષ્ટાચારના મામલે જેલ ભેગા થવું પડયું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved