Last Update : 27-October-2012, Saturday

 

ડીએલએફ સાથેના જમીન સોદામાં
હરિયાણાના ચાર સરકારી અધિકારીની રોબર્ટ વાઢેરાને ક્લીનચિટ

ખેમકાએ આપેલા આદેશ બાદ તપાસ યોજાઇ હતી ઃ ભાજપ- કેજરીવાલે અહેવાલ ફગાવ્યો

(પીટીઆઇ) ચંદીગઢ, તા. ૨૬
હરિયાણા સરકારના ચાર અધિકારીઓએ આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાને જમીન ખરીદ વિવાદમાં કલીનચિટ આપી હતી. રોબર્ટ વાઢેરા અને ડીએલએફ વચ્ચે થયેલા જમીન સોદાઓ અંગે હોબાળો થતાં હરિયાણા સરકાર દ્વારા આ મુદ્દે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આઇએએસ અધિકારી અશોક ખેમકા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં. તપાસના અંતે આજે અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટેમ્પ ડયૂટીમાંથી બચવા માટે ખરીદવામાં કે વેચવામાં આવેલી કોઇ પણ મિલકતોની ઓછી કિંમત આંકવામાં આવી નથી. અધિકારીઓ જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છેે કે સોદાઓમાં રાજ્યની તિજોરીને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
ગુડગાંવ, ફરિદાબાદ, પલવાલ અને એનસીઆર ક્ષેત્રમાં આવેલ મેવાતનાં ડેપ્યુટી કમિશ્નરોને વાઢેરા કે તેની કંપનીઓ દ્વારા ૨૦૦૫થી કરવામાં આવેલા તમામ દસ્તાવેજોની તપાસ કરવા ખેમકા દ્વારા આદેશ આપવામાં આવ્યા હતાં.
અધિકારીઓ દ્વારા કલીનચિટ આપવામાં આવ્યા પછી વાઢેરા-ડીએલએફ કરારોની તપાસ કરવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલ અને ભાજપે આ અહેવાલને ફગાવી દીધો હતો.
કોંગ્રેસ પ્રવક્તા રાશીદ અલવીએ આ અહેવાલનો બચાવ કરતા જણાવ્યું હતું કે વાઢેરાને આપવામાં આવેલી કલીનચિટ ઢોંગ નથી. તપાસકર્તાઓ જવાબદાર અધિકારીઓ છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે એવી ધારણા હતી જ કે કલીનચિટ આપી દેવામાં આવશે જો આમ થયું ન હોત તો દેશને આશ્ચર્ય થયું હોત.
સ્વ પ્રમાણપત્ર સાથે કલીનચિટની સરખામણી કરતા ભાજપે જણાવ્યું હતું કે આ તપાસના તથ્યોમાં વિશ્વાસ મૂકવા પાછળ કોઇ કારણો જોવા મળતા નથી. જમીન વિવાદમાં રોબર્ટ વાઢેરાને હરિયાણા સરકાર દ્વારા આપવામાં આવેલી કલીનચિટ પોતાના દ્વારા જ આપવામાં આવેલુ પ્રમાણપત્ર છે.
ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે તેઓ બીજુ કરી પણ શું શકતા હતાં? કલિનચીટ આપનારા અને તપાસ કરનારા તમામ દોષિત છે.
ખેમકાએ જણાવ્યું હતું કે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મિલકતોની ઓછી કિંમત આંકવામાં આવી નથી. જો આ વાત સાચી હશે તો સરકારના કાર્યોમાં લોકોનો વિશ્વાસ વધશે.
આ અહેવાલ એડિશનલ ચીફ સેક્રેટરીનાં નેતૃત્વવાળી ત્રણ સભ્યોની બનેલી સમિતિને સુપરત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સમિતિ દ્વારા જ ખેમકા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદાઓની તપાસ કરવા હરિયાણા સરકારને આદેશ આપવામાં આવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved