Last Update : 27-October-2012, Saturday

 

અંબિકા સોની, મુકલ વાસનિકે પણ રાજીનામાની દરખાસ્ત કરી
વિદેશ મંત્રી કૃષ્ણાનું રાજીનામું ઃ કાલે કેબિનેટમાં ફેરફાર

પાઇલોટ-સિંધિયાને પ્રમોશન અપાશે ઃ ચિરંજીવીને કેબિનેટમાં સ્થાન મળી શકેઃ કૃષ્ણાને કર્ણાટકમાં પક્ષની જવાબદારી અપાશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૬
તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સહિત કેટલાક પ્રધાનોએ કેન્દ્રીય પ્રધાનમંડળ છોડી જતાં ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે રવિવારે કેબિનેટની પૂનરર્ચનાની જાહેરાત થવાની છે તેના બે દિવસ અગાઉ આજે વિદેશી બાબતોના કેન્દ્રીય પ્રધાન અને કર્ણાટકમાં કોંગ્રેસના રાજકારણમાં હેવીવેઇટ મનાતાં એસ.એમ.કૃષ્ણાએ રાજીનામું આપી દીધું છે. એ ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓ અંબિકા સોની અને મુકુલ વાસનિકે પણ રાજીનામાની ઓફર કરી હોવાનો અહેવાલ છે. રવિવાર પહેલા વધુ પ્રધાનો રાજીનામું આપે તેવી શક્યતા નકારી શકાતી નથી.

જોકે આગામી વર્ષે કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કૃષ્ણાને પક્ષની મહત્વની જવાબદારી સોંપવાના આશયથી આ પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ અંગેની માહિતી આપતાં સુત્રોએ જણાવ્યું હતું કે કૃષ્ણાએ આજે બપોર પછી તેમનું રાજીનામું વડાપ્રધાન મનમોહન સિંહને સુપરત કરી દીધું હતું. કર્ણાટકમાં આગામી વર્ષે મે પહેલાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે પહેલાં તેઓ રાજ્યમાં પક્ષને મજબૂત બનાવવાની દિશામાં કામ કરે તેવા આશયથી તેમને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આજના તેમના રાજીનામાથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે હવે રવિવારે કેબિનેટની પુનર્રચના નિશ્ચિતપણે થવાની છે અને તેમાં કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીના નજીકના મનાતા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. રાજ્યકક્ષાના પ્રધાનોમાં યુવા નેતાઓની વધુ ભાગીદારીની સંભાવના છે.
રાહુલ ગાંધી પોતે રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબત હજુ પણ અટકળ જ રહી છે. જોકે સુત્રોએ કહ્યું છે કે થોડાક વખત પહેલાં તેમણે આવી શક્યતા નકારી કાઢી હતી. ૨૦૦૯ની ચૂંટણીઓ બાદ તરત જ કૃષ્ણાને વિદેશી બાબતોના મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો હતો. હવે તેમના અનુગામીના સંભવિતોમાં વાણિજ્ય પ્રધાન આનંદ શર્માનું નામ મોખરે છે. રવિવારે હાથ ધનારા સંભવિત ફેરફારોમાં બે પોર્ટફોલિયો ધરાવતાં પ્રધાનોના હાથમાંથી એક પોર્ટફોલિયો લઇ લેવામાં આવે તેવી શક્યતા છે.
પોતાના ૧૮ સાંસદો સાથે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકારને સ્થિર રાખવાનું ઇનામ એક્ટરમાંથી રાજકારણી બનેલાં ચિરંજીવીને મળી શકે છે અને તેમને કોઇ મહત્વનો પોર્ટફોલિયો આપી શકાય છે. હવે એવી દરખાસ્ત છે કે રાહુલ ગાંધી સરકારમાં નહિ જોડાય તો તેમને કોંગ્રેસના મહામંત્રીમાંથી એક નવા રચાયેલાં હોદ્દા વર્કિંગ પ્રેસીડેન્ટની જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે. તેલગણા પ્રાન્તના બે સાંસદો અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે.વિજય ભાસ્કર રેડ્ડીના પુત્ર સૂર્ય પ્રકાશને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
આ ઉપરાંત યુવા પ્રધાનો સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રમોશન આપીને તેમને સ્વતંત્ર હવાલો આપવામાં આવે તેવી શક્યતા છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો કેબિનેટ અને રાજ્યકક્ષા એમ બન્ને સ્તરેથી સરકારમાંથી બહાર નીકળી જતાં છેલ્લાં ઘણાં વખતથી કેબિનેટની પુનર્રચનાની સંભાવના સેવાતી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved