Last Update : 27-October-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૭-૧૦-૨૦૧૨, શનિવાર
'ગુજરાત સમાચાર'ના ભિષ્મ પિતામહ ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની આઠમી માસિક પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૧ મિ. (સૂ) ૭ ક. ૨૮ મિ. (મું) ૭ ક. ૨૬ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાભાદ્રપદ રાત્રે ૯ ક. ૪૫ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) -મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈન વીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ. કા. પ. માસ-તિથિ-વાર ઃ આસો સુદ તેરસ ને શનિવાર.
- આજે પંચક છે. પ્રદોષ વ્રત છે.
- સુરત, બાલકૃષ્ણ લાલજીનો ઉત્સવ.
'ગુજરાત સમાચાર'ના ભિષ્મ પિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની આઠમી માસિક પુણ્યતિથિ
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૧૧ રોજ ખોરશેદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દિવસ દરમ્યાન આપ કોઇ ને કોઇ કામકાજમાં વ્યસ્ત રહો. પરંતુ માનસિક પરિતાપ ચિંતા જણાય. ખર્ચ- ખરીદી જણાય.

 

વૃષભ ઃ આપને નોકરી-ધંધાના કામકાજમાં સહકાર્યકરવર્ગ નોકર ચાકર વર્ગનો સાથ - સહકાર મળી રહે. પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને રાહત રહે.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામની સાથે સામાજિક વ્યવહારિક કામ અંગે દોડધામ ખર્ચ અનુભવાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

 

કર્ક ઃ દેશ પરદેશના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ થાય.

 

સિંહ ઃ રાજકીય સરકારી કામકાજમાં આપને રુકાવટ મુશ્કેલી અનુભવાય. બેંકોના વીમા કંપનીના કામકાજમાં સાવધાની રાખવી. વાહન ધીરે ચલાવવું.

 

કન્યા ઃ નોકરી-ધંધાર્થે મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય. કામકાજમાં સાનુકુળતા રહેવાને લીધે કામ કરવાનો ઉત્સાહ વધે.

 

તુલા ઃ આપના રુકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં હરિફ વર્ગનો સામનો કરવો પડે.

 

વૃશ્ચિક ઃ આપના અનુભવ આવડત અગત્યના કામ અંગેની મિલન મુલાકાતમાં કામ લાગે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય.

 

ધન ઃ આપે નોકરી-ધંધાના કોઇપણ કામમાં ગાફેલ રહેવું નહીં. આપની બેદરકારી આપના માટે જોખમી સાબિત થશે. વાદ વિવાદ થી દૂર રહેવું.

 

મકર ઃ આપના યશ પદ ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થાય. આનંદ થાય. ધંધામાં નવી કોઇ ઓફર આવે કે ઓર્ડર મળી રહે.

 

કુંભ ઃ કૌટુંબિક પારિવારિક કામકાજ અંગે દોડધામ શ્રમ ચિંતા અનુભવાય. સીઝનલ ધંધામાં માલની આપ-લે નાણાની લેવડ દેવડમાં ધ્યાન રાખવું.

 

મીન ઃ આપને માનસિક પરિતાપ અનુભવાય છતાં આપના કામમાં વ્યસ્ત રહો. મહત્વના કામકાજમાં નિર્ણય લેવામાં ધ્યાન રાખવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૭-૧૦-૨૦૧૨, શનિવાર

 

આપના જન્મ વર્ષનો પ્રારંભ થોડોક સાનુકુળ રહે તેમ છતાં જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપને પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. કોર્ટ કચેરીના પ્રશ્ને આપની મુશ્કેલીમાં વધારો થાય. રાજકીય - સરકારી બાબતે આપની ગણત્રી ધારણા કરતાં અવળું બને. નોકરી-ધંધામાં સાથે રહેનાર વ્યકિત જ કયારે દૂર જતી રહે અને વિરોધી બની ગઈ તેની સમજણ પડે નહીં. પરદેશની કાર્યવાહિમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. વર્ષના અંતમાં આપે ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતે પુરા સભાન રહેવું પડે. વધુ પડતા આત્મ વિશ્વાસમાં સ્વાસ્થયને મોટું નુકસાન ન થાય તેની તકેદારી રાખવી. સ્ત્રીવર્ગને ઘર પરિવારની ચિંતા રહ્યા કરે. વિદ્યાર્થીબંધુએ કોઇના ભરોસે રહેવું નહીં.

 

સુપ્રભાતમ્

છાની વાત છ કાન સુધી (ત્રીજા- ત્રણ માણસ સુધી) જાય અથવા તેના વિષે (બીજાને) વાત કરવામાં આવે તેથી જાહેર થઈ જાય છે તેથી રાજાએ પોતે- બીજાને સાથે રાખ્યા વિના- ગુપ્ત મંત્રણા એકલાએ કરવી જોઈએ.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન પોતાની પત્ની લીલી સાથે ઝગડતા બોલ્યો, ''તને મારા જેવો પતિ નહીં મળે...''
''હા, પણ'' લીલી બોલી, ''તમને કોણે કહ્યું કે હું તમારા જેવા બીજા પુરૃષને ઈચ્છીશ ?''

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved