Last Update : 26-October-2012, Friday

 

યશ ચોપરાનો શીફોન-કોન્ટ્રાક્ટ!

- મન્નુ શેખચલ્લી

 

હિન્દી ફિલ્મોમાં રોમાન્ટિક ફિલ્મોને એક નવી જ ઊંચાઈ આપનારા દિગ્દર્શક યશ ચોપરાનું અવસાન થઈ ગયું.
યશ ચોપરાએ એમની ફિલ્મોમાં જેને પણ હીરોઈન બનાવી તે 'ગ્લેમર ક્વીન' બની જતી હતી! વચમાં એક સમયગાળો એવો હતો કે યશરાજ ફિલ્મ્સમાં હીરોઈન બનવા માટે એક ખાસ જાતનો 'શીફોન સાડી' કોન્ટ્રાક્ટ સાઈન કરવો પડતો હતો!
(કોન્ટ્રાક્ટ કાલ્પનિક છે.)
* * *
(૧) યશરાજ ફિલ્મ્સમાં કામ કરનારી હિરોઈને ફિલ્મમાં કમ સે કમ એક ડઝન જાતની પ્લેઈન કલરની, સેમી-પારદર્શક શિફોન સાડી પહેરવી પડશે.
* * *
(૨) ફિલ્મનું ગાયન કાશ્મીરમાં હોય, સ્વીટ્ઝર્લેન્ડમાં હોય, વરસતા બરફમાં હોય, કે વરસતા વરસાદમાં હોય... શિફોન સાડી ફરજીયાત છે!
* * *
(૩) સ્વીટ્ઝરલેન્ડના બરફીલા પહાડો પર ભલે હીરો બબ્બે સ્વેટર, મફલર, જાકીટ અને ઓવરકોટ પહેરીને ગાયન ગાતો હોય... હીરોઈને તો શિફોન સાડી જ પહેરવી પડશે! કેમેરો ચાલુ હોય ત્યારે સ્વેટર, મફલર કે ઉનની ટોપી પહેરવા મળશે નહિ.
* * *
(૪) યશ ચોપરાની યશરાજ ફિલ્મ્સવાળા રાજકપુરની આર.કે. ફિલ્મ્સવાળા કરતાં વધારે સુધરેલા છે એટલે હીરોઈને બ્લાઉઝ વિનાની સફેદ સાડી પહેરીને ધોધ નીચે નહાવાનો સીન ફરજીયાત નથી હોતો, પણ લાલ, ગુલાબી, પીળી, લીલી કે આસમાની સાડી પહેરીને વારંવાર વરસાદમાં નહાયા વિના નહિ ચાલે.
* * *
(૫) વરસાદના શૂટીંગ વખતે હીરોઈનને શરદી, કફ, તાવ વગેરેની ફરિયાદ હોય તો એના માટે ૨૪ કલાક ડોક્ટર હાજર રહેશે પણ શરદી-છીંક-ઉધરસ જેવા ફાલતુ કારણસર શૂટીંગ કેન્સલ થશે નહિ.
* * *
(૬) ...અને ફિલ્મની વાર્તા મુજબ હીરોઈન ઘરડી થઈ જાય ત્યારે યશ ચોપરાજી કહે એ જ હેન્ડલૂમ સાડી પહેરવાની રહેશે! (એ વખતે શીફોન-બીફોનની જીદ ચલાવી લેવામાં આવશે નહિ.)
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved