Last Update : 26-October-2012, Friday

 

‘સિલસિલા’નો અંત

 

યશરાજ ચોપ્રાએ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ તેમની ૮૦મી વર્ષગાંઠે નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે કોઇને અંદાજ ન હતો કે કારકિર્દીની સાથોસાથ જીવનમાંથી પણ તે આટલા ઝડપથી નિવૃત્ત થઇ જશે. તેમણે નિર્દેશીત કરેલી અને ટૂંક સમયમાં રજૂ થનારી છેલ્લી ફિલ્મનું નામ ‘જબ તક હૈ જાન’ પણ તેમના જીવનકાર્યનું સૂચક હોય એવું છે. ૨૧ ઓક્ટોબરના રોજ ડેન્ગ્યુને કારણે હોસ્પિટલમાં અવસાન પામેલા યશરાજ ચોપ્રાને લેબલપ્રેમી ફિલ્મી દુનિયા ‘કંિગ ઓફ રોમાન્સ’ તરીકે ઓળખે છે, પણ ઘણાંખરાં લેબલની જેમ તે યશ ચોપ્રાની પ્રતિભા દર્શાવવા માટે અઘૂરું અને અધકચરું છે.
બલદેવરાજ (બી.આર.) ચોપ્રાના ભાઇ તરીકે યશ ચોપ્રા માટે ફિલ્મલાઇનમાં આવવું સહજ હતું. ઘરમાંથી માતાએ ગમતું કામ કરવાની પરવાનગી આપી તે બોનસ. દોઢ-બે દાયકા સુધી યશ ચોપ્રાએ મોટા ભાઇની નામી નિર્માણસંસ્થા બી.આર.ફિલ્મ્સના નેજા તળે અવનવા વિષયો ધરાવતી ફિલ્મો સફળતાપૂર્વક નિર્દેશીત કરી. એ ફિલ્મો સામાજિક સંદેશ ધરાવતી અને સામાજિક સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી હતી. એટલે, ફિલ્મોના નિર્દેશક તરીકે યશ ચોપ્રા હોવા છતાં, તેમની પર સિક્કો તો બી.આર.ફિલ્મ્સની બ્રાન્ડનો જ લાગેલો રહ્યો. અલબત્ત, યશ ચોપ્રા ફિલ્મઉદ્યોગમાં એટલા જાણીતા થઇ ગયા કે ૧૯૭૧માં તે પોતાની અલગ નિર્માણસંસ્થા શરૂ કરી શકે.
સિત્તેરનો દાયકો હંિદી ફિલ્મઉદ્યોગમાં પ્રણયરંગી ફિલ્મોનો ઉતરતો અને મારધાડની ફિલ્મોનો ચઢતો કાળ ગણાય છે. યશ ચોપ્રાની એક કમાલ એ હતી કે તેમણે આ બન્ને પ્રવાહો વચ્ચે ગજબનું સંતુલન સાઘ્યું અને બન્ને પ્રકારો પર પોતાની પકડ ટિકિટબારી પર સિદ્ધ કરી આપી. ભારતીય પ્રેક્ષકો એકસાથે ‘શોલે’ અને ‘જય સંતોષીમા’ ફિલ્મોને હિટ બનાવી શકે છે. પરંતુ યશ ચોપ્રા તેનાથી એક ડગલું આગળ ગયા. આ એક જ નિર્દેશકે એક વર્ષના અંતરે બનાવેલી બે ફિલ્મો હતીઃ ‘દીવાર’ અને ‘કભી કભી’. બન્નેમાં એક જ હીરો- અમિતાભ બચ્ચન- હોવા છતાં, યશ ચોપ્રા અમિતાભ પાસેથી ‘એંગ્રી યંગ મેન’ અને કવિ જેવી સાવ વિરોધાભાસી ભૂમિકાઓ સફળતાપૂર્વક કરાવી શક્યા. એટલું જ નહીં, પ્રેક્ષકોને પણ તેમાં કશો વિરોધાભાસ ન લાગ્યો. સફળતાને તરત ફોર્મ્યુલામાં અને ફોર્મ્યુલાને ઇમેજમાં બાંધી લેતી ફિલ્મી દુનિયામાં યશ ચોપ્રાની આ નોંધપાત્ર સિદ્ધિ ગણાય.
અમિતાભને પડદા પરનું સૌથી પ્રચલિત નામ ‘વિજય’ યશ ચોપ્રાની ફિલ્મમાંથી મળ્યું અને ‘એન્ગ્રી યંગ મેન’ તરીકેની સ્વીકૃતિમાં પણ યશ ચોપ્રાની ફિલ્મોનો હિસ્સો નોંધપાત્ર રહ્યો. છતાં એકાદ દાયકા પછી ‘સિલસિલા’ની નજાકતભરી ભૂમિકામાં પણ યશ-અમિતાભ સંયોજન એટલું જ સુપરહિટ નીવડ્યું. અમિતાભ પહેલાંના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે તેમણે બનાવેલું ‘દાગ’ પણ એટલું જ સફળ રહ્યું હતું. એ દૃષ્ટિએ જોતાં યશ ચોપરાએ સુપરસ્ટાર અભિનેતા-અભિનેત્રીઓની ત્રણ-ચાર પેઢી સાથે કામ લીઘું. બલ્કે, તેમાંથી કેટલાકને સુપરસ્ટાર બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. અમિતાભ પછીની પેઢીમાં, એંસીના દાયકામાં ‘ચાંદની’ અને ‘લમ્હેં’ જેવી ફિલ્મો દ્વારા શ્રીદેવીનું જુદું સ્થાન ઊભું થયું. ત્યાર પછીની પેઢીના સુપરસ્ટાર શાહરુખખાન યશ ચોપ્રાના બે દાયકા જૂના, માનીતા અભિનેતા બની રહ્યા. ‘ડર’થી શરૂ થયેલી તેમની જુગલબંદી પછી તો ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘દિલ તો પાગલ હૈ’થી માંડીને હવે રિલીઝ થનારી તેમની છેલ્લી ફિલ્મ સુધી ચાલી. યશ ચોપ્રાની એંસીમી વર્ષગાંઠ નિમિત્તે શાહરૂખખાને લીધેલો તેમનો ઇન્ટરવ્યુ બન્નેના આત્મીય સંબંધોની પ્રતીતિ કરાવનારો હતો.
યશ ચોપ્રાની ફિલ્મોમાં સંગીતનું પાસું હંમેશાં વિશેષ ઉલ્લેખનીય રહ્યું. સંખ્યાની દૃષ્ટિએ બહુ થોડી છતાં ગુણવત્તાની રીતે ઉત્તમ સંગીત આપનારા ખૈયામે ચોપ્રાની સંખ્યાબંધ ફિલ્મોમાં યાદગાર ઘૂનો આપી. તેમની રોમેન્ટિક ફિલ્મોના ગુલાબી રંગને ઉભારવામાં પણ સંગીતનો મોટો ફાળો રહ્યો. બી.આર.ફિલ્મ્સથી છૂટા પડ્યા પછી યશ ચોપ્રાએ બનાવેલી ફિલ્મોમાં અગાઉની ફિલ્મો જેવા સામાજિક મુદ્દાનો અભાવ હતો, પરંતુ તેમણે કદી એવો દાવો પણ ન કર્યો. સ્વચ્છ, મનોરંજક અને માનવીય સંબંધોની કોમળ કઠણાઇઓ રજૂ કરતી ફિલ્મો બનાવીને તેમણે ઊભું કરેલું આગવું સ્થાન ફિલ્મ ઇતિહાસમાં કાયમ રહેશે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved