Last Update : 26-October-2012, Friday

 

IRS પત્ની અને બે બાળકોનું નાનું કુટુંબ
દેશના રાજકારણીઓની આંખમાં કણાની જેમ ખૂંચતા કેજરીવાલ

 

- પક્ષ રચવા વ્યૂહાત્મક રીતો અજમાવે છે ઃ મધર ટેરેસાના સેવાકાર્યોથી પ્રભાવિત

 

રાજકીય પક્ષોની આંખમાં કણાની જેમ ખૂંચતા અરવંિદ કેજરીવાલ લડાયક મૂડમાં છે. જે રાજકારણીઓના સામ્રાજ્યને કોઈ સ્પર્શી ના શકે તેમને અરવંિદ કેજરીવાલે કોલરથી પકડયા છે. ઇન્ટરનેટ પર બ્લોગ અને ટવીટર દ્વારા મુવમેન્ટ કરવાના બદલે આ માણસે સીધો જ જંતર-મંતરનો માર્ગ પકડયો હતો. અરવંિદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓને નારાજ કર્યા છે. રાજકારણીઓના મતે આ માણસ પ્રેકટીકલ નથી અર્થાત્‌ કશું બાંધછોડ કરવા તૈયાર નથી.
ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશના અસલી હિરો અણ્ણા હજારે સુષુપ્ત અવસ્થામાં છે. તેમનાથી છુટા પડેલા અરવંિદ કેજરીવાલે રાજકીય સિસ્ટમ પર એટલા બધા આક્ષેપો કર્યા છે કે ભ્રષ્ટાચાર વિરોધી તખ્તા પર તેમણે અણ્ણા હજારેને ભૂલાવી દીધા છે. એક તબક્કે અણ્ણા હજારે ગુરૂ હતા અને અરવંિદ કેજરીવાલ તેમના ચેલા તરીકે ઓળખાતા હતા. આજે આ ચેલો ગુરુ કરતાં સવાયો બની ગયો છે. ટૂંકમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશનો તખ્તો અરવંિદ કેજરીવાલે આંચકી લીધો છે.
કેજરીવાલે વ્યૂહાત્મક રીતે પ્રગતિ કરી છે. અણ્ણા હજારેથી છુટા પડયા પછી તેમનું નામ ભૂંસાઈ જાય એવી સ્થિતિમાં હતું. તેમના રાજકીય પક્ષની રચનાનો આઇડયા પણ પડી ભાંગે તેમ હતો. અણ્ણા હજારેએ શરૂ કરેલી મુવમેન્ટનો આઇડયા અરવંિદે લઇ લીધો હતો અને તેના સ્ટીયરીંગ પર બેસી ગયા હતા.
અરવંિદ કેજરીવાલ વારંવાર એવું કહેવા મથે છે કે દેશના મુખ્ય બે રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ અંદરખાને મળેલા છે અને બંને ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. પ્રજાનું ઘ્યાન અન્યત્ર દોરવા માટે કેજરીવાલે ભ્રષ્ટાચાર વિરોધી તખ્તાને રાજકીય ટચ આપવો શરૂ કર્યો હતો. તેમણે કોંગ્રેસ અને ભાજપના મોટા માથાઓને ટાર્ગેટ બનાવીને પોતે બધાથી પર છે તેમ દર્શાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
અરવંિદ કેજરીવાલ નથી માથેથી પકડાતાં કે નથી પગથી પકડાતાં. તે કોઇની સામે કોર્ટમાં કેસ કરવા નથી માગતા કે નથી તો પોતાની પાસેના ડોકયુમેન્ટના આધારે કોઇ રાજકારણી સામે એફઆઈઆર કરવા માગતા.
વઢેરાના કેસમાં અને ગડકરીના કેસમાં ચોળીને ચીકણું કરાતું હોય એમ દેખાઈ આવતું હતું. ઘણી ચેનલો પાસે તો કદાચ પ્રશ્નો ખૂટી ગયા હોય તેમ લાગતું હતું. જે મુદ્દે કેજરીવાલ એમ કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે તે મુદ્દે ભાજપ રદીયો આપે છે. બંને એકબીજા પર કેસ કરવા તૈયાર નથી.
સુષ્મા સ્વરાજે સાચું જ કહ્યું છે કે અરવંિદ કેજરીવાલ આક્ષેપોમાં વાઘ આવ્યો રે વાઘ જેવી સ્થિતિ થવાની છે. અરવંિદ એન્ડ કંપની દ્વારા થતા આક્ષેપો ઘૂળ ઉડાડવા સમાન છે. ભાજપના પ્રમુખ ગડકરીએ તેને ‘ચિલ્લર’ પ્રકારના દર્શાવ્યા છે. લોકો પણ ધીરે ધીરે આ બાબતે સંમત થઇ રહ્યા છે.
ગાંધી પરિવારના જમાઇ રોબર્ટ વઢેરા અંગે ઉહાપોહ સર્જનાર કેજરીવાલ ગડકરીના કિસ્સામાં બહુ લાભ ઉઠાવી શકયા નહોતા. ભાજપના નેતાઓએ ખુલાસા વાર ચર્ચા કરીને આક્ષેપોનો છેદ ઉડાડી દીધો હતો. જો કે એક એક પ્રોગ્રામ માટે પ્રયાસો કરતી ટીવી ચેનલોને તો આ મફતનો મસાલો મળી ગયો હોય એમ દેખાતું હતું.
૪૪ વર્ષના સામાન્ય બાંધાના અરવંિદ કેજરીવાલની પત્નીનું નામ સુનિતા છે. તે પણ આઇઆરએસ છે અને કેજરીવાલની બેચમાં હતા. કેજરીવાલને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રી બારમાં અને પુત્ર છઠ્ઠા ધોરણમાં ભણે છે. ૨૦૦૦માં કેજરીવાલે પરિવર્તન નામનું એનજીઓ શરૂ કરીને સ્લમ વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી. તેમની કામગીરીના સંદર્ભમાં તેમને ૨૦૦૬માં મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો.
ત્યારબાદ કેજરીવાલે આઇઆરએસની નોકરીમાંથી રાજીનામું આપીને એવોર્ડમાં મળેલા નાણાથી પ્રજાના કામ માટે રીસર્ચ ફાઉન્ડેશન ઉભું કર્યું હતું. ત્યારે તે ચળવળકાર અરૂણા રોયની કામગીરીથી પ્રભાવિત થયા હતા.
ઉત્તર ભારતના એક નાના શહેરમાં ઉછરેલા અને હિસ્સારમાં સ્કૂલનું શિક્ષણ લેનાર અરવંિદ કેજરીવાલે ખટગપુર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીનું શિક્ષણ લઇને ૧૯૮૯માં ટાટા સ્ટીલમાં જોડાયા હતા. ત્યાર બાદ સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ આવે તે દરમ્યાન કેજરીવાલ કલકત્તામાં મધર ટેરેસાને મળ્યા હતા અને તેમની સાથે સેવા માટે જોડાવા ઇચ્છા વ્યકત કરી હતી.
૧૯૯૨માં તે ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં (IRS) જોડાયા હતાં. ત્યાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં તેમને પોસ્ટીંગ મળ્યું હતું. ઇન્કમટેક્ષ ખાતાની છાપ એવી છે કે ત્યાં ટોપથી બોટમ ભ્રષ્ટાચાર થાય છે. પરંતુ કેજરીવાલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કર્મચારી ઇચ્છે તો પ્રમાણિત રહી શકે છે.
અણ્ણા હજારે એ તૈયાર કરેલી ટીમ વેર વિખેર થઇ ગઈ છે. અરવંિદની ટીમમાં પ્રજા ભરોસો મુકવા તૈયાર નથી. બધાએ અણ્ણા હજારેમાં ઉપવાસની તાકાત જોઇ હતી પરંતુ અરવંિદના આક્ષેપોની તાકાત વન ડે ગેમ જેવી છે. જેનો ચાર્મ દિવસ ઉતરતાં ઉતરી જાય છે. તાત્કાલીક રીતે છવાઇ જવાની ઉતાવળમાં અરવંિદ માર ખાઇ રહ્યા છે.
આક્ષેપોના નવા શિકાર શોધવાના બદલે અરવંિદે પ્રજાનો વિશ્વાસ જીતવાના પ્રયાસો કરવાની જરૂર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved