Last Update : 26-October-2012, Friday

 

બરાક ઓબામા અને મીટ રોમ્ની ચૂંટણીના આખરી દિવસોમાં ટ્વિટર-ફેસબુકને સતત મોનિટર કરે છે
સોશિયલ મીડિયાઃ પ્રચારના પડઘમનું નવું સરનામું

ઓફિસમાં બેઠાં બેઠાં ફક્ત ટાઈપ કરવા જેટલો શ્રમ ઊઠાવીને કરોડો લોકો સુધી પહોંચાડી શકતું આ માધ્યમ આ વખતે ખરા અર્થમાં અમેરિકન ઈલેક્શનનો નવો ઈતિહાસ સર્જી રહ્યું છે

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી ભારત માટે ઘણી બધી રીતે મહત્વપૂર્ણ હોય છે. પ્રમુખપદના ઉમેદવારો લશ્કરી, વિદેશી, આર્થિક બાબતોમાં કેવું વલણ ધરાવે છે અને ચૂંટાયા પછી નવી નીતિ કેવી હશે તેના પર ભારતના વ્યવસાયિકથી માંડીને સુરક્ષા સહિતના અનેક હિતો સંકળાયેલા હોય ત્યારે અમેરિકાની ચૂંટણીનો માહોલ આપણે ત્યાં પણ ગંભીરતાથી જોવાતો હોય તે સ્વાભાવિક છે. આગામી ૬ નવેમ્બરે યોજાનારી ચૂંટણી પણ તેમાંથી બાકાત નથી. જોકે આ સળંગ બીજી ચૂંટણી એવી છે જેમાં ઉમેદવારોના નીતિવિષયક વલણ ઉપરાંત ચૂંટણી પ્રચાર માટેના તેમના તોર-તરીકાઓ અભ્યાસનો વિષય બની રહ્યા છે.
ભારત અને અમેરિકાની ચૂંટણીમાં બે દેશની માનસિકતા જેટલો જ મોટો ફરક છે. આમ છતાં કેટલીક બાબતો એવી છે જે આવનારા દિવસોમાં ભારતમાં પણ જોવા મળવાની છે. જેમ કે, ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ. આમ તો આ ઢબ પણ હવે નવી ગણાય તેમ નથી. કારણ કે ગત ચૂંટણીમાં બરાક ઓબામાએ ચૂંટણી પ્રચારની આ રીત અજમાવીને ખાસ્સી સફળતા મેળવી હતી. પરંતુ આ વખતે તેમણે અને હરીફ ઉમેદવાર મીટ રોમ્નીએ જે રીતે સોશિયલ મીડિયાને મહત્ત્વ આપ્યું છે એ જોતાં એવું લાગે કે ચૂંટણીની ખરી ઉત્તેજના હવે સરનામું બદલી ચૂકી છે.
સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રોત્સાહન મળે તેના કેટલાંક કારણો છે. વ્યક્તિગત સંપર્ક કરવો કોઈપણ ઉમેદવાર માટે લગભગ અશક્ય ગણાય અને વધુમાં વધુ લોકોના જૂથને મળવામાં પણ સમય અને શક્તિનો ખાસ્સો વ્યય થાય. પરંતુ એ બંને અડચણો સોશિયલ મીડિયાના વ્યાપને લીધે હવે અપ્રસ્તુત બની ગઈ છે. ફેસબુક, ટ્વિટર કે ગૂગલ પ્લસ એક એવો રસ્તો છે જ્યાં તમે એક સમયે એક સાથે કરોડો લોકોનો સંપર્ક કેળવી શકો છો. નથી કોઈ મુસાફરી કરવાની કે ન તો કોઈ શારીરિક શ્રમ કરવાનો છે. ઓફિસમાં બેઠાં બેઠાં ફક્ત ટાઈપ કરવા જેટલો શ્રમ ઊઠાવીને કરોડો લોકો સુધી પહોંચાડી શકતું આ માધ્યમ આ વખતે ખરા અર્થમાં અમેરિકન ઈલેક્શનનો નવો ઈતિહાસ સર્જી રહ્યું છે.
પાંચ વર્ષ પહેલાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોએ પ્રચાર સાહિત્ય માટે જે ભંડોળ ફાળવ્યું હતું તેની સરખામણીએ આ વખતે ૪૫ ટકા ઓછું ભંડોળ વપરાશે તેવી ધારણા છે. ગત ચૂંટણીની સમગ્ર પ્રચાર પ્રક્રિયા દરમિયાન બરાક ઓબામા કુલ ૮૪ મિટિંગને સંબોધન કરીને આશરે ૮૦ લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ મળ્યા હતા. જ્યારે આ વખતે ચૂંટણી પતશે ત્યાં સુધીમાં તેઓ લગભગ ૬૦ જેટલી મિટિંગ યોજશે પરંતુ મહત્તમ અઢી કરોડ લોકોના સંપર્કમાં આવશે. ખર્ચ ઘટે છે, સમય બચે છે, ચૂંટણી સભાઓ પણ ઘટે છે અને તેમ છતાં સંપર્કનો વ્યાપ વધે છે. ચૂંટણી પ્રચારની, નેતાલોગને થકવી દેતી સમગ્ર પ્રક્રિયા જાણે જાદુઈ લાકડી ફરી ગઈ હોય તેમ બદલાઈ રહી છે અને એ બદલાવનું નામ છે સોશિયલ મીડિયા.
હજુ હમણાં સુધી (અને ઓફિસોમાં તો હજુ પણ) આપણે ત્યાં જેને સૂગ અને તુચ્છકારથી જોવાતા હતા એ ફેસબુક અને સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણીઓને વ્યાપક અને અસરકારક પ્રસાર મળી રહ્યો છે એ જોયા પછી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીના બંને પ્રતિસ્પર્ધીઓએ ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા વિંગની નિમણૂંક કરી છે. ઓબામા આ મામલે તેમના હરીફ કરતાં ખાસ્સા આગળ છે. ટ્વિટર પર ૨ કરોડથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતા ઓબામા દુનિયાભરના સૌથી અગ્રેસર રાજનેતા છે. પાંચ વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં બરાક ઓબામાએ સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો અને તેને લીધે યુવા મતદારોમાં તેમને ખાસ્સી લોકપ્રિયતા મળી એ પછી દુનિયાભરના નેતાલોગનું ધ્યાન આ નવા અને વધુ અસરકારક માધ્યમ ભણી ખેંચાયું હતું.
સોશિયલ મીડિયાના આવા ઉપયોગના સંશોધક તરીકેનું શ્રેય જ બરાક ઓબામાના ફાળે જાય છે. ગત વર્ષે અમેરિકામાં મંદીના પડઘમ વાગતા હતા ત્યારે સરકારનો વહીવટી ખર્ચ ઘટાડવાના અનેક પગલાઓના ભાગ સ્વરૃપે વ્હાઈટ હાઉસના પબ્લિક રિલેશન ખર્ચ પર પણ કાપ મૂકાયો હતો. પરિણામે, વ્હાઈટ હાઉસમાં છાશવારે યોજાતા મેળાવડા, ફર્સ્ટ ફેમિલીના પ્રવાસો અને સભા-સંમેલનો પર કાપ મૂકાયા પછી ઓબામાની પી.આર. ટીમે ખર્ચ ન વધે છતાં ય લોકો સાથેનો સંપર્ક યથાવત રહે એવો કિમિયો શોધી કાઢ્યો અને ટ્વિટર પર બરાક ઓબામાને દાખલ કરી દીધા. એ પછી જે પ્રતિસાદ મળ્યો એ એટલો પ્રચંડ હતો કે ગત વર્ષના એપ્રિલ-મે મહિનામાં જ ચૂંટણીપ્રચારમાં સોશિયલ મીડિયાના ઉપયોગની વ્યૂહરચના તૈયાર થઈ ગઈ હતી.
ફેસબુક, ગુગલ પ્લસ અને ટ્વિટર તો ખેર, ફેમિલી ન્યૂઝ મેગેઝિન જેવું પેકેજ ધરાવે છે પરંતુ સંગીત વિષયક સોશિયલ વેબ સ્પોટીફાઈ, ફોટોગ્રાફ સંબંધિત ઈન્સ્ટાગ્રામ અને પિન્ટેરેસ્ટ જેવી વેબસાઈટને પણ ઓબામા અને રોમ્નીની પ્રચાર ટીમે છોડી નથી. આ દરેક નેટવર્કિંગ વેબ પર ફક્ત 'ડિબેટ' શબ્દ ટાઈપ કરો એટલે ઓબામા અને રોમનીના ચૂંટણી ઢંઢેરા, બંને વચ્ચેની ટીવી ડિબેટની સ્ક્રિપ્ટ સહિતની વિગતોનો ખડકલો થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ત્વરિત પ્રતિભાવ મળે છે એ તેના પ્રભાવનું મુખ્ય કારણ છે.
ગત સપ્તાહે ટામ્પા સ્ટેટમાં ચૂંટણી પ્રચાર વખતે મીટ રોમ્નીએ સભા તો ફક્ત બે જ સંબોધી પરંતુ ટામ્પા વિસ્તારમાં રહેતા મતદાતાઓનું ટ્વિટર પર જૂથ બનાવીને તેમની સાથે કુલ છ મીટિંગ યોજી નાંખી, અને એ પણ એક જ દિવસમાં. સોશિયલ મીડિયાની મજા જુઓ, એ દરેક ઓનલાઈન મીટિંગમાં મીટ રોમનીએ વિદેશનીતિ, સંરક્ષણ નીતિ અને ખાસ તો રાજ્યોની ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કર્યા તેની એક જ કલાકમાં ટ્વિટર પર રોમનીના ફોલોઅર્સની સંખ્યામાં અઢાર હજારનો વધારો થયો અને ફોલોઅર્સનો આંકડો ૧૦ લાખને પાર કરી ગયો. ટ્વિટર પર દસ લાખ ફોલોઅર્સનો આંકડો થયો તેનું પણ મીટ રોમનીનું પ્રચાર કાર્ય સંભાળતી ટીમે જાણે રોમની ચૂંટણી જીતી ગયા હોય તેવું શાનદાર સેલિબ્રેશન કર્યું હતું. રસપ્રદ બાબત એ છે કે, અત્યાર સુધી ચૂંટણીચિત્ર એવું રહ્યું છે કે અખબારો અને ટીવી ચેનલ્સ દ્વારા ચૂંટણીલક્ષી વર્તારા અને લોકમતના બદલાતા વલણો જાણવા મળતા હોય છે. આ વખતે અખબારો અને ચેનલ્સ પણ ચૂંટણીલક્ષી અહેવાલો, આગાહીઓ અને રિપોર્ટ્સ માટે ફેસબુક અને ટ્વિટર પર આધાર રાખે છે. આગામી ડિસેમ્બરથી જે બંધ થવાનું છે એ પ્રતિષ્ઠિત ન્યૂઝવીક મેગેઝિને ઓનલાઈન પ્રચારના આ વલણ અંગે મજેદાર સ્ટોરી કરી છે જ્યારે વોશિંગ્ટન પોસ્ટે જેમના પર આ પ્રચારનો મારો કરાઈ રહ્યો છે એ યુઝર્સનો જ સર્વે કર્યો છે. એ સર્વે મુજબ, ૮૬ ટકા લોકોએ તેમની અનિચ્છા છતાં આવી જતાં રાજકીય સંદેશાઓ અને પ્રચાર સામગ્રી સામે અણગમો વ્યક્ત કર્યો હતો. એ પૈકી કેટલાંકે તો એટલી હદે ત્રાસ વ્યક્ત કર્યો હતો કે હવે જો અમને જે કોઈ ઉમેદવારની ટીમ આવા પોલિટિકલ મેસેજ મોકલશે તો અમે તેમને મત જ નહિ આપીએ.
સ્વાભાવિક છે કે, આજે અમેરિકા જે કરે એ આવતીકાલે ભારતમાં પણ થવાનું જ. ભારતમાં ઈન્ટરનેટનો વ્યાપ હજુ ધીમો છે અને સવા અબજ ભારતીયો પૈકી ફક્ત ૭ કરોડ લોકો જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. આ આંકડો કુલ વસ્તીના દસ ટકાથી ય ઓછો છે પરંતુ ઈન્ટરનેટ વાપરનારા પૈકી ૨૫ ટકા લોકો સોશિયલ વેબનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટ વાપરનારો ભારતીય અઠવાડિયે સરેરાશ ૪ કલાકનો સમય ફેસબુક પર ગાળે છે. આ હિસાબે આવનારા દિવસોમાં ભારતમાં પણ, એક જમાનામાં ઘરની દિવાલ પર લખાતું વાક્ય 'આપનો કિંમતી અને પવિત્ર મત ફલાણાને આપજો' હવે ફેસબુકની વોલ પર લખાયેલું જોવા મળે તો નવાઈ ન પામશો.

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved