Last Update : 26-October-2012, Friday

 
ચીને આપણી ઉપર કરેલા આક્રમણને ૫૦ વર્ષ થઈ ગયા છતાં આપણે કંઈ જ શીખ્યા નથી અને આપણી ૮૮,૦૦૦ કી.મી. જમીન ચીનના કબજામાં છે અને બીજી લાખો મીટર જમીન ઉપર દાવો કરે છે
- ૧૯૬૨માં નેહરૂએ કરેલી ભૂલ વડાપ્રધાન મનમોહનસંિહ વિદેશ પ્રધાન કૃષ્ણા અને સંરક્ષણ પ્રધાન એન્થની આજે પણ કરી રહ્યા છે
- અરૂણાચલપ્રદેશ, સિક્કીમ અને લડાખ ઉપર ચીનનો ડોળો
- ચીનની સરખામણીમાં આપણા લશ્કરની નબળાઇઓ વિષેનો રિપોર્ટ આપણી સરકારે દબાવી રાખ્યો છે ઃ ભાજપ પણ ચૂપ છે

૫૦ વર્ષનો સમય કોઇપણ દેશ માટે, કોઇપણ સત્તા માટે, કોઇપણ પક્ષ માટે, કોઇપણ નેતા માટે, કોઇપણ વ્યક્તિ માટે ઓછો ન ગણાય. છતાં આપણી સરકારો, આપણા પક્ષો, આપણા નેતાઓ આડવાણી, જેટલી કે સુષમા પણ નહીં કે મનમોહનસંિહ કે કૃષ્ણા કે એન્થની પણ નહીં.
આપણું લશ્કર જો કે સતર્ક છે. આપણા જવાનોમાં જોકે જુસ્સો છે... ૧૯૬૨માં પણ હતો. પણ આપણી બધા જ પક્ષોની (કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી, બહુજન સમાજ, તૃણમૂલ બધા જ બધા જ) નેતાગીરી પાવૈયાછાપ છે. ભાઇડાછાપ તો હતી એક ઈંદિરા ગાંધી. પાકિસ્તાને અટકચાળુ કર્યું અને એણે પાકિસ્તાનને એવું સીઘું કરી નાખ્યું કે એના એક ભાગ એવા પૂર્વપાકિસ્તાન યાને બાંગ્લાદેશને અલગ કરીને એના ૧ લાખ સૈનિકોને કેદ કરેલા. આવી હંિમત કે આવું સાહસ આજના ભાજપ કે કોંગ્રેસ કે બીજા કોઇ પણ પક્ષના નેતામાં છે? (જે પોતે ૨૦-૨૫ કમાન્ડો અને મોટરોના કાફલા સાથે નીકળતો હોય એ નેતા જેવું ડરપોક બીજું કોણ હોય?)
દા.ત. આપણા લશ્કરી વડા જનરલ વિક્રમસંિહ જેવા લશ્કરીનેતાઓ જોકે કહે છે કે ચીનના કોઇપણ આક્રમણનો સામનો કરવા આપણું લશ્કર તૈયાર છે.
પરંતુ આપણા લશ્કરના હાથ બંધાયેલા છે. ૧૯૬૨માં પણ બંધાયેલા હતા અને કારગીલ વખતે આપણું લશ્કર પાકિસ્તાનની સરહદમાં જવા તૈયાર હતું પરંતુ ત્યારના ભાજપના વડાપ્રધાન અટલવિહારી બાજેયીએ એને અટકાવેલું.
આપણી ૮૮ હજાર કી.મી. જમીન ઉપર આજે ૫૦ વર્ષ પણ ચીનનો કબજો છે. એ જમીન ખાલી કરીને આપણને સોંપવામાં ચીની સરકાર વાતચીત કરવા પણ તૈયાર નથી. ઉલટાની જે કંઇ મંત્રણા થાય છે એ ચીન આપણા જે બીજા લાખો મીટર પ્રદેશ ઉપર દાવો કરે છે એના માટે મંત્રણાઓ ચાલે છે. (આપણી સરકારોએ એવી વાટાઘાટો માટે ઘસીને ના પાડી દેવી જોઇએ.) આપણી અને ચીન વચ્ચેની સરહદ અલગ કરતી મેકમોહન રેખા નામની જે આંતરરાષ્ટ્રીય સરહદ રેખા છે એને જ ચીન માન્ય કરતું નથી.
આપણી સંસદે ૧૯૬૩માં સર્વસંમતિથી એકી અવાજે ઠરાવ પસાર કરેલો કે... ‘‘જ્યાં સુધી આપણે ચીનના કબજામાંથી એકેએક ઈંચ જમીન મુક્ત નહીં કરીએ ત્યાં સુધી ચીન સાથે આપણે કશી વાતચીત નહીં કરીએ.’’
આ સંકલ્પ પછી પણ કેન્દ્રમાં ભાજપ સહિત જેટલી સરકારો આવી ગઇ અને બધી સરકારોએ ચીન સાથે વાટાઘાટો પણ કરી અને બાજપેયી તો ચીનના પ્રવાસે પણ ગયા હતા. ચીન સાથે દોસ્તી રાખવાના છેતરામણા ખ્યાલમાં આપણે અત્યાર સુધીમાં ૨૪ વખત આપણે વાટાઘાટો કરી છે. એ બધી મંત્રણાઓ જોકે નિષ્ફળ રહી છે.
એ તો ઠીક, ચીને આપણી જમીન પચાવી પાડેલી છે જ્યારે બીજી તરફ આપણી સરકારે ચીનને આપણા દેશમાં વેપાર કરવા માટે દરવાજા આપણે ખોલી નાંખ્યા છે. જેના કારણે આપણા ઉદ્યોગો અને અર્થકારણને ઘણું નુકસાન થઇ રહ્યું છે.
હકીકતમાં તો, એવું લાગે છે કે, આપણી નીતિઓ ઘડનાર જે અમલદારશાહી છે એમાં કેટલાક ચીન તરફી તત્ત્વો છે જે આપણી સરકારોને અષ્ટમ્‌પષ્ટમ્‌ સમજાવીને ચીનના લાભમાં હોય એવી નીતિ કરાવરાવે છે. અરે, આપણા વિદેશ પ્રધાન એસ એમ કૃષ્ણા તો જાણે ચીનના વકીલ હોય એવી દલીલો કરતા હોય છે.
અરે, આજે ચીની આક્રમણને ૫૦ વર્ષ થયા છતાં આપણી એક પણ સરકારે એ અંગેના દસ્તાવેજો ‘‘ડીક્લાસીફાઇડ’’ કરવાની હંિમત પણ નથી કરી. (આમાં પણ બ્યુરોકેટોનો જ વાંક હોય)
એ ઉપરાંત, ચીની આક્રમણ વખતે ૧૯૬૨માં આપણો પરાજય થયો એના કારણોની તપાસ કરવા માટે લેફટનન્ટ હેન્ડરસન બુ્રકસ અને ભગતની જે સમિતિ બનાવેલી એણે જે રિપોર્ટ આપેલો એને પણ ‘‘ખાનગી’’ કહીને અભરાઇએ ચઢાવી દેવાયો છે. સરકારમાં બેઠેલા એ બ્યુરોક્રેટો (અમલદારો) સારી રીતે જાણે છે કે, એ રિપોર્ટ જો જાહેર થાય તો બ્યુરોકેટો અને નેતાઓએ કરેલા રાષ્ટ્રવિરોધી કામોનો પર્દાફાશ થઇ જશે.
ચીન પ્રત્યેના આ વલણના મૂળમાં નેહરૂની ‘‘હિન્દી ચીની ભાઇ ભાઇ’’ નીતિ રહેલી છે. ચીને નેહરૂને દગો દીધો એનો આઘાત એવો લાગેલો કે એ પછી એ લાંબુ જીવી શકેલા નહીં.
હવે આજે આપણા વિદેશ પ્રધાન કૃષ્ણા ‘‘હિન્દી ચીની ભાઇ ભાઇ’’ની નીતિ માટે એવી દલીલ કરે છે કે, ચીન સાથે આપણો વેપાર એટલો બધો વધી ગયેલો છે કે ચીન હવે દગો વિશ્વાસઘાત કરીને આપણી ઉપર આક્રમણ કરી શકે તેમ નથી.’’ બન્ને દેશો વચ્ચે વાર્ષિક ૭૦ અબજ ડોલરનો વેપાર થાય છે.
જ્યારે આપણા સંરક્ષણ પ્રધાન એ.કે. એન્થની કહે છે કે, ‘‘આપણું લશ્કર ચીનના આક્રમણ સામે લડવા સક્ષમ છે.’’
આ બધી વાત સાચી પણ ચીનની વિસ્તારવાદી વૃત્તિ અને નીતિને આપણે ભૂલવા જોઇએ નહીં. દા.ત. જાપાન સાથે દરિયાના પાણીની સરહદ માટે ચીન જાપાન સાથે વર્ષોથી લડી રહ્યું છે.
આ અંગે ૧૯૫૯માં પાકિસ્તાનના જે લશ્કરી વડા વત્તા રાષ્ટ્રપતિ હતા એ જનરલ અયુબખાન દિલ્લી આવેલા અને ભારત સાથે ચીન સામે સંયુક્ત સંરક્ષણ પેકેટ કરવાની નેહરૂને દરખાસ્ત કરેલી જેને નેહરૂએ ફગાવી દીધેલી.
એ વખતે અયુબખાને આપણા પત્રકારો સમક્ષ અનૌપચારિક વાત કરતા કહેલું કે, આપના વડાપ્રદાન કયા સ્વપ્નલોકમાં વિહરે છે! ચીન ભારત ઉપર ટૂંક સમયમાં જ આક્રમણ કરવાનું છે અને નેહરૂજી એની સાથે દોસ્તીના સ્વપ્નોની નગરીમાં રાચે છે!
આ ઉપરાંત ૧૯૬૦માં આપણા લશ્કરી વડા જનરલ થિમૈયાએ નેહરૂને ચેતવ્યા હતા કે, ‘‘ચીન ભારત ઉપર હુમલો કરવાની તૈયારીમાં છે એટલે આપણે એ હુમલા સામે તૈયારી કરવી જોઇએ.’’
જનરલ થિમૈયાની એ વાત પણ નેહરૂએ નકારી કાઢેલી અને આવી વાત ફરી નહીં કરવા જણાવી દીધેલું જેથી નાખુશ થઇને જનરલ થિમૈયાએ રાજીનામુ આપી દીધેલું.
નેહરૂના સ્વપ્નોના કારણે તથા ત્યારના સંરક્ષણ પ્રધાન પણ છૂપા ચીનવાદી (સામ્યવાદી) કૃષ્ણ મેનનના કારણે આપણે આપણા લશ્કરના શસ્ત્રો બનાવવા માટેની ‘‘ઓર્ડીનન્સ ફેકટરી’’માં કોફી અને ચા બનાવવા માટેના મશીનો બનાવતા હતા!
૧૯૬૧માં દિલ્હીના પ્રગતિ મેદાનમાં હંમેશા યોજાતા હોય છે એવા પ્રદર્શનોમાંનું પ્રદર્શન યોજાયું. એમાં સંરક્ષણ ખાતાનો પણ એક સ્ટોલ હતો. એ સ્ટોલમાં પેલું ચા-કોફી બનાવવાનું યંત્ર પણ મૂકાયેલું જોઇને પત્રકારોએ સંરક્ષણ ઉત્પાદન પ્રધાન કૃષ્ણમેનનને પૂછ્‌યું કે, સંરક્ષણ ઉત્પાદનના કારખાનામાં ઘરના રસોડામાં કામ લાગે એવી વસ્તુ શા માટે બનાવવામાં આવે છે? સવાલ સાંભળીને મેનન ઉછળી પડેલા અને કહેલું કે આપણા બધા પડોશી દેશો આપણા મિત્રો છે એટલે આપણે શસ્ત્ર બનાવવાની જરૂર નથી.’’
આ તો ઠીક, પણ ત્યારના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે લિખિત રૂપે નેહરૂને પત્ર લખીને ચીનના બદઇરાદાઓ સામે સાવધાન રહેવા જણાવેલું. એથી નેહરૂ એમનાથી નારાજ થઇ ગયા.
અત્યારે જેમ ચીન મહિનામાં એક-બે વાર આપણી સરહદમાં સૈનિકો સાથે ધુસી જાય છે એમ ૧૯૫૬થી એ ધુસતું રહેલું. ૧૯૬૦માં ચીને લડાખમાં ધૂસીને ‘‘હોટ સ્પ્રીન્ગ’’ નામના સ્થળે આપણા દેશના ૨૭ જવાનોને બેરહમીથી મારી નાંખેલા. એ વખતે અખબારોએ ખૂબ દેકારો કરેલો પણ આપણી સરકારે ચીન સામે કશા પગલાં લેવાનો ઈન્કાર કરી દીધેલો. એ વખતે લોકસભા ચાલુ હતી. એટલે લોકસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવાયેલો ત્યારે નેહરૂએ જવાબ આપેલો કે, જે પ્રદેશમાં ઘાસનું એક તણખલું પણ નથી ઉગતું એ પ્રદેશ જમીન માટે આટલો બધો દેકારો શા માટે? એ વખતે નેહરૂના મિત્ર અને નેહરૂના ટીકાકાર તથા નેહરૂના પ્રધાનમંડળમાં અગાઉ પ્રધાન હતા એ મહાવીર ત્યાગી લોકસભામાં ખુરશી પર ઊભા થઇને બોલેલા કે, જવાહર, મારા માથામાં ટાલ પડેલી છે અને એકપણ વાળ નથી ઉગતો એટલે મારે શું મારું માથું શત્રુને આપી દેવું?
૧૯૬૨ના ઓકટોબરમાં ૨ તારીખે ટીવી પર સમાચાર આવ્યા કે (ત્યારે ચીનની જેમ ટીવી પર સમાચારોની બીજી કોઇ ચેનલ જ નહોતી. એ માત્ર દૂરદર્શન જ ચેનલ હતી અને એ પણ રાતના ૯ વાગે જ સમાચારો અડધી કલાક આપતી. ટીવી પર જાહેર ખબરો પણ લેવાતી નહોતી. બઘું સંપૂર્ણપણે સરકારના હાથમાં હતું.) ચીને નેફામાં (પૂર્વઉત્તરના મેઘાલય, નાગાલેન્ડ, અરૂણાચલ, મણિપુર વગેરે રાજ્યોના પ્રદેશનો એક ભાગ ત્યારે હતો જે ટૂંકમાં ‘‘નેફા’’ કહેવાતો એટલે નૌર્થ ઈસ્ટર્ન ફ્રન્ટીયર એરીયા’’) આપણી ૨૦ ચોકીઓ ઉપર કબજો કરી લીધો છે.
આ સમાચાર આપણા દેશના અખબારોમાં છપાય એ પહેલાં ન્યુયોર્ક ટાઇમ્સમાં છપાયેલા. ન્યુયોર્ક ટાઇમ્સના એ સમાચાર અમેરિકામાંની આપણી એલચીકચેરીએ વાંચીને ભારત સરકારને જણાવ્યા ત્યારે આખા દેશમાં ચીનના એ આક્રમણની ખબર પડેલી!
ચીનના આ વલણને જોઇને ભારત સરકારે એક નવું સૈનિક દળ ઊભું કર્યું જેને ‘‘ફોર્થ કોર’’ નામ આપવામાં આવ્યું. એનું વડુ મથક તેજપુર રાખવામાં આવ્યું એના વડા નેહરૂ કુટુંબના નજીકના સગા લેટફનન્ટ જનરલ બી.એચ. કૌલને બનાવ્યા. એ કૌલ લશ્કરના હતા પણ એમણે કદી કોઇ લડાઇ લડેલી નહીં. એટલે યુઘ્ધનો અનુભવ જ નહીં. એટલે જ્યારે ચીને આક્રમણ કર્યું એ તેજપુર તરફ જ હતું એટલે એનો સામનો કરવાના બદલે કૌલ તેજપુર છોડીની દિલ્લી જતા રહેલા.
પરિણામે પૂર્વ વિભાગના વડા લેફ. જનરલ એલ પી સેન મેદાનમાં ટકી રહ્યા. એમણે ચીનાઓ સામે ટાંચા સાધનો છતાં ટક્કર જીલી. એ વખતે બીજું કોઇ હોત તો પેલા કૌને ગોળી મારીને ઉડાડી દેત પણ એ નેહરૂના સગા હતા એટલે એમનો વાળ પણ વાંકો ન થયો.
ચીને પૂરી તૈયારી સાથે આપણા ઉપર આક્રમણ કરેલું અને આપણા સૈનિકોએ જુસ્સા સાથે અને દેશપ્રેમ ખાતર લડાઇ લડેલી પરંતુ આપણી પાસે શસ્ત્રો પણ નહોતા કે હિમાલયના પર્વતીય પ્રદેશમાં ઠંડીથી બચવાના કપડાં પણ નહોતા. છેક અંબાલા છાવણીથી શીખ લાઇટ ઈન્ફન્ટરીની એક બેટેલીયનને વિમાન દ્વારા બોમડીલા (તેજપુર પાસે)માં એરડ્રોપ કરાવેલું. બોમડીલામાં ટેમ્પરેચર શૂન્ય કરતાં પણ ૪૦ ડીગ્રી ઓછું હોય છે. આપણા સૈનિકોને ત્યાં પણ સુતરાઉ યુનિફોર્મમાં લડવું પડેલું અને એમની પાસે થ્રી નોટ થ્રીની જૂના જમાનાની બંદૂકો હતી. એનું પરિણામ એ આવ્યું કે આપણા એક પણ સૈનિકે ગોળી ચલાવ્યા વિના શહિદી વહોરી લીધી.
આપણા નેતાઓની ખોટી નીતિઓના કારણે આપણા સેંકડો નવજુવાનો માર્યા ગયા. દેશના રક્ષણ માટે આપણા જવાનોએ પોતાનું લોહી વહાવ્યું.
આજે ૫૦ વર્ષ પછી પણ સ્થિતિમાં કશો ફરક પડ્યો નથી. આજે પણ ચીન એ જ રીતે આપણી સરહદમાં ધુસી જાય છે પણ સરકારનો હુકમ હોવાથી એને લશ્કર કશું કરી શકતું નથી અને સરકાર વિરોધ પત્ર મોકલે છે જેને ચીન કચરાટોપલીમાં નાંખી દે છે.
- ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved