Last Update : 26-October-2012, Friday

 

આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો

- સાતમ, આઠમ અને નોમ હોવાથી શહેરમાં વસતા કેટલાંક લોકો ગામડે જઇ નેવૈધ કરતા હોય છે. આ સમયે એસટી બસો પણ પેસેન્જરથી ફૂલ હોવાથી પેસેન્જર્સને પ્રાઇવેટ વાહનો પર આધાર રાખવો પડે છે. તો કેટલાંક લોકો પોતાનું પ્રાઇવેટ વાહન લઇને જવાનો આગ્રહ રાખે છે.

એક તરફ નવરાત્રિ તેના છેલ્લાં પડાવમાં છે. ત્યારે શહેરમાં તો ખેલૈયાઓ નવરાત્રિની છેલ્લી ઘડીઓને મન મૂકીને માણી રહ્યા છે. જ્યારે સાતમ, આઠમ અને નોમ હોવાથી કેટલાંક લોકો જે શહેરમાં વસે છે તેઓ પોતાના ગામડે નૈવેધ કરવા માટે જતા હોય છે. ત્યારે આ દિવસે એસટી બસો પણ પેસેન્જરથી ફૂલ ભરેલી જોવા મળી રહી છે. જેનો સીધો લાભ પ્રાઇવેટ જીપ અને પ્રાઇવેટ વાહનોને થઇ રહ્યો છે. ઉત્તર ગુજરાત તરફ જવા માટે ઇન્કટેક્સ, સુભાષબ્રીજ સર્કલ, ચાંદખેડા અને અડાલજ ખાતે તો આવી પ્રાઇવેટ જીપનો જાણે કે મેળાવડો જામ્યો છે. પેસેન્જર્સને એસટી બસોમાં ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી અને એસટી બસો પેક હોવાથી બસ સ્ટોપ પર ઉભી પણ રહેતી નથી. જેથી છેવટે પેસેન્જરોને પ્રાઇવેટ જીપનો સહારો લેવો પડે છે. જેનો સંપૂર્ણ લાભ પ્રાઇવેટ જીપ અને વાહનો ઉઠાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આવા પ્રાઇવેટ વાહન ચાલકો દ્વારા ભાડમાં પણ વધારો ઝીંક્યો છે.
જો કે, ઉત્તર ગુજરાતમાં આવી પ્રાઇવેટ જીપોને લોકો આફ્ટનિયા તરીકે ઓળખે છે. વળી આ પ્રાઇવેટ જીપોમાં પેસેન્જરોને ઘેંટા બકરાની જેમ ઠાંસી ઠાંસી ભરવામાં આવે છે. આ અંગે જીપ ચાલક કલ્પેશભાઇ કહે છે કે, હું એક દિવસમાં દસ વાર મહેસાણાથી અમદાવાદની ટીપ કરું છું. જીપમાં ૧૯ પેસેન્જરથી ઓછા એક પણ પેસેન્જરને બેસાડવામાં આવતા નથી. વળી હાલ સાતમ, આઠમ અને નોમ હોવાથી ભાડામાં પણ ૧૦થી ૨૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કારણકે આ ત્રણ ચાર દિવસ એટલે કમાણીના દિવસ છે. વળી એસટી બસ પણ પેસેન્જર્સથી એટલી ભરેલી હોય છે કે પેસેન્જર્સને પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવી પડે છે. વળી તેઓને પહોંચવાની પણ ઉતાવળ હોય છે. વળી અમદાવાદ મહેસાણા આવવા જવા માટે પોલીસને પણ હપ્તા આપવા પડે છે.
જ્યારે રાહુલ મકવાણા કહે છે કે, સાતમ, આઠમ અને નોમ હોવાથી અમારુ પરિવાર દર વર્ષે ગામડે નેવૈધ કરવા જાય છે. પરંતુ આ દિવસોમાં એસટી બસમાં પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી. જેના કારણે અમે પ્રાઇવેટ જીપ કે જેને ઉત્તર ગુજરાતમાં આફ્ટનિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ના છૂટકે જવાનું પસંદ કર્યું. પણ રોજિંદા કરતા આવા પ્રાઇવેટ વાહનચાલકો દ્વારા પણ ભાડમાં વધારો કર્યો હતો. વળી હાઇકોર્ટના આદેશ પ્રમાણે ૧૧ પેસેન્જર્સ જ બેસાડવા હોવા છતા તેઓ ૧૯ કે ૨૦ પેસેન્જર્સ ઠાંસી ઠાંસીને ભરે છે. પણ આવા સમયે આવા પ્રાઇવેટ જીપ ચાલકો પેસેન્જર્સની મજબૂરીનો લાભ ઉઠાવે છે. દિવસ ભર આવા જીપ ચાલકો અમદાવાદ-મહેસાણાના આંટા ફેરી કરીને તગડી કમાણી કરી લે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved