Last Update : 26-October-2012, Friday

 

'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'

- ગુજરાતી પારંપરિક ગરબાઓનું અસ્તિત્વ હવે ભૂંસાઇ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એવા કોઇ ક્રિએટીવ રાઇટર રહ્યા નથી કે પારંપરિક ગરબાઓની તોલે નવા ગરબા લખાય.

નવરાત્રીની શરૃઆત થાય તે અગાઉથી જ કેટલાંક આર્ટિસ્ટ ગરબાને લગતાં નવા નવા સોંગ અને આલબમ બનાવવામાં વ્યસ્ત બની જાય છે. પણ આજે આધુનિક ગરબાઓમાં પારંપરિક ગરબાનું અસ્તિત્વ ટકી શક્યું નથી. આજે પારંપરિક ગરબાઓના બદલે ચીલા ચાલુ ગરબાઓનું પ્રમાણ વધ્યું છે. નવરાત્રીમાં પૂર્વ વિસ્તારમાં પોળ અને ગલીઓમાં ચલતા ગરબાઓમાં મોટાભાગે સીડી પ્લેયર ઉપર ગરબા વગાડીને ગરબા ગવાતા હોય છે. પણ નવાઇની વાત એ છે કે હવે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ આધારિત ગરબાના આલ્બમ પોળ વિસ્તારમાં વધુ ચાલી રહ્યા છે. ત્યારે રાઉડી રાઠોડ ફિલ્મ પરથી રાઉડી ગબ્બર અને કેવી રીતે જઇશ પરથી કેવી રીતે જઇશ અંબાજી જેવા ગરબાના આલ્બમ વધુ ચાલી રહ્યા છે. આ સિવાય અંબેમાની સરકાર, ઢીંકા ટીકા ઢીંકા ટીકા, કૂદો દાંડિયા કરોડપતિ કે સાથ અને અંબેમાનો સોમલો વગેરે સોંગ ચાલી રહ્યા છે.
આ અંગે જીતેન્દ્ર સોલંકી કહે છે કે, આ વર્ષે નવરાત્રી દરમિયાન અમે જ્યારે નવી ગરબાની સીડીઓ લેવા માટે ગયા ત્યારે આલ્બમના નામ જોઇને જ પહેલાં તો નવાઇ લાગી. નવી હિન્દી ફિલ્મો પરથી આલ્બમના નામ બને છે. જેવી રીતે હિન્દી ફીલ્મ રાઉડી રાઠોડ પરથી રાઉડી ગબ્બર અને કેવી રીતે જઇશ ફિલ્મ પરથી કેવી રીતે જઇશ અંબાજી એવા આલ્બમ પર ગરબાનું પ્રમાણ વધ્યું છે. પણ આવા ગરબાના આલ્બમ પણ ચીલા ચાલુ હોય છે.
જ્યારે કિર્તી સોંલકી કહે છે કે, અમારી પોળમાં મોટાભાગે સીડી પ્લેયર પર જ ગરબા થાય છે. જેથી અમે દર વર્ષે નવા નવા ગરબાના આલ્બમની સીડીઓ ખરીદીએ છીએ. પણ આજ કાલ તો ગરબામાં પણ હિન્દી ફિલ્મોને સમાવી લેવામાં આવે છે. આજે આવા ગરબાની સીડીઓ જોઇને જ પહેલાં તો હસવું આવે છે. પણ નવાઇની વાત તો એ છે કે આપણા ગુજરાતી પારંપરિક ગરબાઓ વિસરાઇ રહ્યા છે અને એવા કોઇ ક્રિએટીવ રાઇટર પણ રહ્યા નથી કે આવા સુંદર અને સરસ ગરબા લખાય. છેવટે લોકો આવા ચીલાચાલુ ગરબા તરફ વળ્યા છે. એક તરફ રાઉડી ગબ્બર તો બીજી તરફ કેવી રીતે જઇશ અંબાજી વગેરે જેવા આલ્બમનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે, નવાઇની વાત એ છે કે પહેલાંના સમયમાં જે પારંપરિક ગરબા લખાતા અને રમાતા તે આજે મૃતપાય થઇ ગયા છે. જેથી બજારમાં ચીલા ચાલુ ગરબાનું પ્રમાણ વધ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved