Last Update : 26-October-2012, Friday

 

લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે

- પાર્ટી પ્લોટમાં ગૂ્રપ સાથે ગરબે રમી ઇનામ મેળવનાર ખેલૈયાઓ છે. તો બીજી તરફ પોળ અને શેરીઓમાં ઇનામ નહીં પણ લ્હાણી લેવીની મજા આજે પણ જીવંત છે.

 

 

આજે પાર્ટી પ્લોટ કે કલબમાં ગરબા રમવા જવાનો ક્રેઝ છે. પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં આજે પણ શેરી, પોળ અને સોસાયટીના ગરબાનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે. પાર્ટીપ્લોટ કે ક્લબમાં ખેલૈયાઓને આકર્ષવા કે ગરબામાં રમઝટ લાવવા માટે ગીફ્ટ કે ઇનામ જેવી લલચામણી જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ હકીકત તો એ છે કે આ પરંપરા વાસ્તવમાં 'લ્હાણી'માંથી આવી છે. આજે પણ પૂર્વ વિસ્તારમાં આવેલી શેરીઓ, પોળો અને સોસાયટીઓના ગરબામાં લ્હાણીની પરંપરા જીવંત છે. આમ તો લ્હાણી સાથે કોઇ ઐતિહાસિક વાતો બહુ જોડાયેલી નથી. પરંતુ જ્યારે પણ માઇકમાં જાહેરાત થાય કે આજે લ્હાણી આપવામાં આવશે, ત્યારે ગરબાની લાઇનો હોય તેના કરતાં ચાર ઘણી વધી જાય છે. ૧૦ વર્ષના બાળકથી માંડી ૭૦ વર્ષના દાદીને પણ ગરબે ઝૂમવાની ઇચ્છા થાય.
ગરબામાં ભલે ગંગનમ સ્ટાઇલ આવી ગઇ હોય પરંતુ શેરીઓ, પોળ અને સોસાયટીમાં થતાં ગરબામાં આજે પણ દેશી ઢોલ, ગોળ રાઉન્ડના ગરબા- રાસ, હીંચ અને નાગીનનો ડાન્સ ફેવરિટ છે. નવરાત્રિમાં સાતમ, આઠમ, નોમના દિવસનો મહિમા વધુ હોય છે. આ દિવસોમાં જ લ્હાણી આપવામાં આવતી હોય છે. જો કે લ્હાણીમાં કોઇ મોટી આઇટમ હોતી નથી પરંતુ ગરબા રમતા રમતાં લ્હાણી લેવાની મજા કંઇક જુદી છે. આજે પણ શેરીઓ, પોળ અને સોસાયટીમાં લ્હાણી આપવાની પરંપરા જીવંત છે અને લોકોનો ઉત્સાહ પણ એટલો જ જોવા મળે છે. આ અંગે પોળમાં રહેતાં વિરજીભાઇ કહે છે કે 'દાતા પોતાની સ્વેચ્છાએ લ્હાણી આપતો હોય છે. જ્યારે પણ લ્હાણીની જાહેરાત થાય બધાં લોકોમાં એક અલગ ઉત્સાહ આવી જાય છે. બે-ત્રણ કલાક સુધી ગરબાની લાંબી લાઇનો જોવા મળે છે. છેલ્લાં ચાર દિવસનો મહિમા વધુ હોય છે અને ખેલૈયાઓમાં આ ચાર દિવસ દરમિયાન વધારે ઉત્સાહ જોવા મળે છે. લ્હાણીનું નામ પડતાં જ ગરબાની લાઇનો પોળની બહાર લાઇન જતી રહે છે.'
જ્યારે લલિત વ્યાસ કહે છે કે, અમારી પોળમાં દર વર્ષે ગરબા દરમિયાન લ્હાણી આપવામાં આવે છે. આ પ્રથા પણ જાણે કે પારંપરિક બની ગઇ છે. ગરબે રમતા માટે લ્હાણી લેવાની મજા જ કંઇક અલગ હોય છે.કારણકે લ્હાણીમાં શું આપવામાં આવશે તેનાથી તમામ અજાણ હોય છે. તેની કોઇ કિંમત આંકી શકાય નહીં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved