Last Update : 26-October-2012, Friday

 
દિલ્હીની વાત
 

રવિવારે પ્રધાનમંડળમાં ફેરફારો..
નવી દિલ્હી, તા. ૨૫
રવિવારે પ્રધાનમંડળમાં ફેરફાર થવાની અપેક્ષા રખાય છે. આ કંઇ સરકારમાં છેલ્લો ફેરફાર નહીં હોય પણ સૌથી મોટો ફેરફાર હશે કેમ કે ૧૪ જગ્યાઓ ભરવાની છે. આઠ પ્રધાનો એવા છે કે જે એકથી વધુ મંત્રાલય માત્ર નથી સંભાળતા પણ પક્ષ સંગઠનની પોસ્ટ પણ સંભાળે છે. વન મેન - વન પોસ્ટ વાળો સિધ્ધાંત પણ અપનાવાશે એમ મનાય છે. નવા ચહેરાઓને પ્રધાનમંડળમાં સમાવાય એવી શક્યતાઓ વચ્ચે કૌભાંડી પ્રધાનો અંગે વડાપ્રધાન શું નિર્ણય લે છે તે જાણવા સૌ આતુર છે. કોલસા કૌભાંડમાં સંડોવાયેલાઓના કારણે આખું ચોમાસુ સત્ર વાદ-વિવાદમાં ધોવાઇ ગયું હતું જેના કારણે વડાપ્રધાન અને કોંગ્રેસ બંને કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા હતા.
ઓછામાં ઓછા ચાર પ્રધાનો પડતા મુકાય એમ લાગી રહ્યું છે. જેમાં શ્રીપ્રકાશ જયસ્વાલ, સુબોધકાંત સહાય, સલમાન ખુરશીદ અને બેનીપ્રસાદ વર્માનો સમાવેશ થાય છે. કોલસા કૌભાંડમાં કોલસા પ્રધાન જયસ્વાલ સંડોવાયા હતા. કોલસા ફાળવણીમાં પ્રવાસ પ્રધાન સુબોધકાંત સહાયે તેમના સંબંધી માટે ભલામણ કરી હતી. કાયદા પ્રધાન સલમાન ખુરશીદ સામે અપંગો માટેના ટ્રસ્ટમાં કેન્દ્રીય ભંડોળની ગેરરીતિનો આરોપ છે. જ્યારે બેની પ્રસાદ વર્માએ તો ખુરશીદ વિવાદમાં એમ કહીને મૂંઝવણ ઊભી કરી હતી કે ૭૫ લાખ તો બહુ નાની રકમ કહેવાય!! ખુરશીદે પણ અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે જો તે તેના મત વિસ્તારમાં આવશે તો જીવતો પાછો નહીં જાય!! અહીં મહત્વનો પ્રશ્ન એ છે કે પ્રધાનમંડળમાં ફેરફાર દરમ્યાન તેમની બાદબાકી થઇ જશે કે નહીં?!
રાહુલ જોડાશે કે નહીં?
રાહુલ ગાંધી પ્રધાનમંડળમાં જોડાશે કે તે સંગઠનના કામમાં જ સક્રિય રહેશે તે અંગે હજુ રહસ્ય અકબંધ છે. અહીં પ્રશ્ન એ પણ છે કે શું પ્રધાનમંડળમાં ફેરફારની યાદીને તેમણે મંજૂર કરી છે ખરી? રાહુલ ગાંધી વડાપ્રધાનને મળ્યા છે એટલે એવી અપેક્ષા રખાય છે કે પ્રધાનમંડળમાં કેબીનેટ રેન્ક નવા ચહેરાઓને મળશે. આ નવા ચહેરાની યાદીમાં ટોપ પર જ્યોતિરાદિત્ય સિંધિયા, જીતેન પ્રસાદ, સચીન પાયલોટ અને અજય માકેનનો સમાવેશ થાય છે. જનાર્દન દ્વિવેદી અને મનીષ તિવારીનો પણ કેબીનેટમાં સમાવેશ થઇ શકે છે. અગાથા સંગમાની જગ્યાએ એનસીપીના તારીક અનવર પણ નિશ્ચિત મનાય છે. જાણકાર સૂત્રો એમ પણ કહે છે કે જો પ્રધાનમંડળના સંભવિત ફેરફાર રાહુલ ગાંધીએ રસ લીધો હશે તો મીનાક્ષી નટરાજન અને પ્રદીપ માનજીહીને પણ કેબીનેટમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવાશે.
ગડકરી તમે ભારે કરી
ભાજપના પ્રમુખ નીતીન ગડકરી દિવસે ને દિવસે વધુ ચિંતા કરાવી રહ્યા છે. દશેરાની ઉજવણી માટે નાગપુર ગયેલા ગડકરીને રોકાઇ જવા આરએસએસે જણાવ્યું હતું. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પણ તેમની કંપનીઓ સામે તપાસ શરૃ કરી દીધી છે જ્યારે શરૃઆતમાં ગડકરી પર આક્ષેપો થયા ત્યારે મૌન રાખનાર પક્ષના નેતા અડવાણીએ ગડકરીને ટેકો આપતા આ ૮૦ વર્ષના નેતા પર સૌના ભવા સંકોચાયા છે. આમ તો અડવાણી અને ગડકરી વચ્ચે બહુ ઉષ્માભર્યા સંબંધો નથી પણ આરએસએસના વડા મોહન ભાગવતે ટેકો આપતા અડવાણીએ પણ ટેકો આપ્યો હતો.
અડવાણીની ગેહરી ચાલ
પક્ષના સૂત્રો એમ કહે છે કે અડવાણી ૨૦૧૪માં વડાપ્રધાનની પોસ્ટ પર નજર રાખીને બેઠા છે એટલે તે આરએસએસ સાથે કેટલાક સમયથી બગડેલા સંબંધો સુધારવા માગે છે. જોકે સૂત્રો કહે છે કે અડવાણીનું આ પગલું બેધારી તલવાર સમાન છે. જેના કારણે તે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં પ્રવેશને મોડો પાડી શકશે. દરમ્યાન ભાજપના નેતાઓ માને છે કે બાંગારૃ લક્ષ્મણ, યેદુઆરપ્પા જેવા નેતાઓને ભ્રષ્ટાચારના મુદ્દે હટાવી શકે તો પછી ગડકરીને શા માટે જવા દેવા જોઇએ?! સૌને આ વાતનું આશ્ચર્ય થાય છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved