Last Update : 26-October-2012, Friday

 
૩૦ ઓક્ટોબરે જાહેર થવાની
આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્

કોર્પોરેટ જગતના ૫૩ ટકા લોકો વ્યાજદરમાં ફેરફાર થશે તેમ માનતા નથી

(પીટીઆઈ) મુંબઈ, તા. ૨૫
ભારતીય કોર્પોરેટ સેક્ટરમાંથી મોટા ભાગનાને ૩૦મી ઓક્ટોબરે જાહેર થનારી બીજા ત્રિમાસિક ગાળાની ધિરાણનીતિમાં ખાસ અપેક્ષાઓ નથી. દેશના અર્થતંત્રની હાલની સ્થિતિ અને મેફ્રો ફંડામેન્ટલ્સ જોતા ૫૩ ટકા લોકો પોલિસિ રેટમાં ઘટાડો થવાની શક્યતા જોતા નથી એમ એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે.
આરબીએસના ધિરાણનીતિ પૂર્વના સર્વેમાં જણાવાયું છે કે માર્ચની શરૃઆતમાં લાંબા ગાળાના વ્યાજ દરો ઘટવાની અપેક્ષા છે. રિઝર્વ બેન્ક આગામી મંગળવારે રિઝર્વ બેન્ક વ્યસ્ત મોસમની ધિરાણ નીતિ રજુ કરશે. આ નીતિમાં ગવર્નર સુબ્બારાવ તમામ ચાવીરૃપ દરો યથાવત રાખશે, જે ઓગસ્ટમાં ૭.૮૧ ટકાના લેવલે હતા.
ઘણા વિશ્લેષકો તેમજ અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, સરકારે આર્થિક સુધારાની દિશામાં કદમ ઉઠાવ્યા હોવા છતાં વ્યાજ દરને લાગે વળગે છે ત્યાં સુધી તેમાં કોઈ નાટયાત્મક ફેરફારો થવાની સંભાવના નથી. પરંતુ ઉદ્યોગ જગતના કેટલાક લોકો અને અભ્યાસુઓ કોર્પોરેટ જગતના સેન્ટિમેન્ટને ઊંચકવા માટે સંકેતાત્મક પગલા લેવાય એવી આશા રાખી રહ્યા છે.
અત્યારે સીઆરઆર ૪.૫૦ ટકા છે. અને રેપો રેટ આઠ ટકા છે. સર્વેમાં અડધાથી વધુ લોકોનું કહેવું છે કે સીઆરઆરમાં કોઈ ફેરફાર થવાની અપેક્ષા રાખી શકાય એમ નથી જ્યારે ૪૯ ટકા લોકોનું કહેવું છે કે ૦.૨૫થી ૦.૫૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. ૫૩ ટકા લોકોએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે રેપો રેટમાં કોઈ ઘટાડો નહીં થાય. ટૂંકા ગાળાના ધિરાણદરમાં પણ કોઈ ફેરપાર થવાની શક્યતા નથી, જ્યારે બાકીનાએ જણાવ્યું હતું કે, ૦.૨૫ ટકાના ઘટાડાની આશા રાખી શકાય.
આ સર્વેક્ષણમાં આરબીએસે ૧૨૦ કોર્પોરેટ કલાયન્ટ, બેન્કો, વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડોને આવરી લીધા હતા. ૫૬ ટકા પ્રતિભાવ કોર્પોરેટ કલાયન્ટ્સ અને બાકીના પ્રતિભાવ નાણા સંસ્થાઓમાંથી આવ્યા હતા. ૫૧ ટકા લોકોનું કહેવું હતું કે, આ વખતે સીઆરઆર યથાવત રહેશે. ડોલર અને રૃપિયાના વિનિમય દર અંગે આવેલા પ્રતિભાવોમાં એવું તારણ બહાર આવ્યું હતું કે તે રૃા. ૫૨ની સપાટીએ રહેશે બજારના જાણકારોનું કહેવું છે કે ડોલર-રૃપિયામાં સાંકડી વધઘટ રહેશે. પરંતુ લાંબા ગાળાનો વક્કર તેજીનો રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved