Last Update : 26-October-2012, Friday

 
રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

વિચરતી જાતિના તેમના સમુદાયમાં નાની વયે લગ્ન કરવા સામાન્ય ગણાય છે

બુખારેસ્ટ, તા. ૨૫
રોમાનિયાની રિફકા સ્ટેન્સ્ફૂ નામની યુવતીએ ૨૩ વર્ષની વયે વિશ્વની સૌથી નાની ઉંમરની નાનીમા બનવાનો દાવો કર્યો છે.
રિફકા રોમાનિયાની વિચરતી જાતિની સભ્ય છે અને તેમના સમુદાયમાં નાની ઉંમરે લગ્ન કરવા સામાન્ય બાબત ગણાય છે. ઇન્વેસ્ટી શહેરની રિફકાએ અગિયાર વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા અને બાર વર્ષની ઉંમરે મારિયા નામની પુત્રીને જન્મ આપ્યો હતો. બાદમાં મારિયાએ પણ નાની ઉંમરે લગ્ન કરીને પુત્રને જન્મ આપ્યો હતો.
રિફકાના સમુદાયમાં નાનપણમાં જ લગ્ન નક્કી કરી દેવામાં આવે છે. રિફકાના લગ્ન પણ બે વર્ષની વયે નક્કી થઇ ગયા હતા પરંતુ ૧૧ વર્ષની વયે રિફકા તેના હાલના પતિ સાથે નાસી ગઇ હતી. રિફકાનું કહેવું છે કે તેને એના પ્રેમી સાથે લગ્ન કરવા હતા અને એક વખત તેની સાથે નાસી ગયા બાદ તેમના લગ્નનો કોઇ વિરોધ કરવામાં આવ્યો નહીં. લગ્નના એક વર્ષ બાદ તેણે મારિયાને જન્મ આપ્યો અને થોડા વર્ષો બાદ અન્ય એક સંતાનની માતા પણ બની.
રિફકાએ જણાવ્યું હતું કે તેણે પોતાની પુત્રીને શાળામાં અભ્યાસપૂર્ણ કરવા વિનંતી કરી હતી પણ તે માની નહીં અને લગ્ન કરી લીધાં. રિફકા નાની વયે નાનીમા બનીને ખુશ તો છે પણ તેનું કહેવું છે કે તેના પોતાના માટે અને પોતાની પુત્રી માટે તેણે કંઇક અલગ જ વિચાર્યું હતું. રિફકાનું કહેવું છે કે તેણે મારિયાને લગ્ન કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ કશું વળ્યું નહીં. આખરે આ જ રિવાજ છે એમ કહીને રિફકા પોતાનું મન મનાવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved