Last Update : 26-October-2012, Friday

 

'ઉલ્ટાપુલ્ટા' ને 'ફ્લોપ શૉ'થી
જાણીતા હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીનું માર્ગ અકસ્માતમાં અવસાન

આગામી ફિલ્મના પ્રમોશન માટે જઈ રહ્યા હતા ઃ હિરોઇન સહિત ત્રણ ઘાયલ

(પી.ટી.આઇ.) ચંડીગઢ, તા. ૨૫
જાણીતા હાસ્ય કલાકાર અને ફિલ્મ નિર્માતા જસપાલ ભટ્ટીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે. તેમની મોટર માર્ગની ધારે આવેલા વૃક્ષ સાથે અથડાઈ હતી. જસપાલ ભટ્ટી સામાન્ય માનવીઓની સમસ્યા, સરકારી મશીનરીની કામચોરી અને રાજકારણીઓના છબરડા પર કટાક્ષ કરીને હાસ્ય નિષ્પન્ન કરવા માટે જાણીતા હતા.
હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીનો પુત્ર જસરાજ ભટ્ટી તેમની કાર ચલાવી રહ્યોહતો. તેને અને સાથે પ્રવાસ કરી રહેલી અભિનેત્રી સુરીલી ગૌતમ તેમજ ફિલ્મ પ્રમોટર નવનિત જોશી આ અકસ્માતમાં ઘવાયા છે. જસપાલ ભટ્ટીની ફિલ્મ 'પાવરકટ'માં સુરીલી હીરોઈન છે જે આવતીકાલે રજૂ થવાની છે. આ બન્નેની હાલત પણ ગંભીર છે તેમ પોલીસે માહિતી આપી હતી.
૫૭ વર્ષીય જસપાલ ભટ્ટીએ 'ઉલ્ટા-પુલ્ટા' અને ફ્લોપ શૉ જેવા કાર્યક્રમો દ્વારા લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું તેઓ ફિલ્મને પ્રમોટ કરવા માટે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે ૨-૩૦ કલાકે શાહકોટ નજીકના નાકોદર વિસ્તારમાં અકસ્માત થયો હતો તેમ ભટ્ટી સાથે સંકળાયેલા વિનોદ શર્માએ માહિતી આપી હતી તેમને તાત્કાલીક જલંધરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ડોક્ટરોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે સુરીલી ગૌતમ, જસરાજ અને નવનીત જોશીને લુધિયાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોકટરો તેમની હાલત સ્થિર ગણાવે છે.
તે સંદર્ભે ડો. હરપ્રીતસિંહ ભટ્ટીએ માહિતી આપી હતી કે, તેમનો મૃતદેહ વહેલી સવારે ત્રણ વાગે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તબીબી પરીક્ષણ બાદ તેમને મૃત્યુ પામેલા જાહેર કરાયા તા. ભટ્ટી તેમનીપત્ની સવિતા, એક પુત્ર અને પુત્રી રબ્બિયાને વિલાપ કરતા છોડી ગયા છે.
શર્માએ આપેલી માહિતી અનુસાર જસપાલ ભટ્ટી ભટીન્ડાથી જલંધર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ભટીન્ડામાં તેઓ તેમની ફિલ્મ પાવર કટ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધવાના હતા. આ ફિલ્મમાં પજાબમાં વારંવાર થતા પાવર કટ પર તીવ્રત્તમ કટાક્ષ કરવામાં આવેલો છે.
૫૭ વર્ષીય જશપાલ ભટ્ટીનો જન્મ ૩ માર્ચ ૧૯૫૫ના રોજ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. તેઓએ ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રીકલ એન્જિનિયરરિંગની ડિગ્રી મેળવી હતી કોલેજ કાળથી જ તેઓ હાસ્ય કલાકાર તરીકે લોકપ્રિય બન્યા હતા. ચંડીગઢના ટ્રિબ્યુન સમાચારપત્રમાં તેમણે કાર્ટુનિસ્ટ તરીકે પણ સેવા આપી હતી પણ તેમને સાચી લોકપ્રિયતા અપાવી હતી નાનકડા પડદાએ. દૂરદર્શન પર રજૂ થતા તેમના કાર્યક્રમો દ્વારા ઉલ્ટાપુલ્ટા અને ફ્લોપ શૉથી તેઓ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

 

જસપાલ ભટ્ટીને રાજકારણીઓની શ્રદ્ધાંજલિ
* સિનેમા અને ટેલિવિઝન મારફતે સમાજને અરીસો દેખાડવાનું હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીનું કામ આવનારા વર્ષો સુધી યાદ રહેશે.
- મનમોહનસિંહ, વડાપ્રધાન
* દરેકના ચહેરા પર સ્મિત લાવનારો એક નિષ્ઠાવાન આત્મા અચાનક આપણાથી દૂર જતો રહ્યો છે.
- પી. કે. બંસલ, (સંસદીય બાબતોના પ્રધાન)
* જસપાલ ભટ્ટી ટેલિવિઝન પર હાસ્યના પ્રણેતા સામાન્ય માણસના પ્રશ્નોની કટાક્ષ સાથે કરેલી રજૂઆત બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
- અંબિકા સોની (માહિતી અને પ્રસારણ પ્રધાન)
* જસપાલ ભટ્ટીએ હાસ્ય અને રમૂજ દ્વારા સમાજના દૂષણો પ્રત્યે જાગૃતિ લાવી દૂષણોને દૂર કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
- પ્રકાશસિંહ બાદલ, પંજાબના મુખ્યપ્રધાન
* સમાજના પ્રશ્નો ઉજાગર કરતા ભટ્ટીના 'ફ્લોપ શૉ' અને 'ઉલ્ટાપુલ્ટા' કાર્યક્રમો યાદગાર છે.
- ભૂપીન્દરસિંહ હૂડા, હરિયાણાના મુખ્યપ્રધાન
* રમૂજ અને કટાક્ષ મારફતે લોકોના પ્રશ્નોને વાચા આપનાર અદ્ભુત કલાના માલિક જસપાલ ભટ્ટીના અકાળે નિધનના સમાચાર ઘણા દુઃખદ છે.
- અખિલેશ યાદવ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન
* જસપાલ ભટ્ટી 'વ્યંગના રાજા' હતા અને તેમનું અકાળે અવસાન થતા દેશને મોટું નુકસાન થયું છે. ભારત ઉપરાંત વિશ્વભરમાં વસતા ભારતીયો તેમને હંમેશા યાદ કરશે.
- લોર્ડ સ્વરાજ પોલ (NRI ઉદ્યોગપતિ)

'વ્યંગના રાજા'ને બોલિવૂડની અંતિમ સલામ
* મુંબઈમાં આવતાંની સાથે જ મારા પ્રિય મિત્ર જસપાલના નિધનના સમાચાર મળ્યા. ઇશ્વર શા માટે સારા માણસોને પોતાની પાસે બોલાવી લેતા હશે ?
- અનુપમ ખેર (અભિનેતા)
* મહાન હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીની વિદાય દુઃખદ સમાચાર છે. મને તેમના ટી.વી. કાર્યક્રમો આજે પણ યાદ છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
- અક્ષયકુમાર (અભિનેતા)
* જસપાલ ભટ્ટી લોકોના ચહેરા પર સ્મિત લાવવાની કળામાં પાવરધા હતા ભગવાન તેમના પરિવારને હિંમત આપે.
- મધુર ભંડારકર (નિર્માતા)
* ઇશ્વર જસપાલ સાહેબના આત્માને શાંતિ આપે તેમના અકાળે અવસાનના સમાચાર ઘણા આઘાતજનક છે.
ૃ- જિમ્મી શેરગીલ (અભિનેતા)
* ભટ્ટી સાહેબના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
- મનોજ વાજપાઈ (અભિનેતા)
* દેશના મહાન હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીના અવસાનની ઘટના ઘણી કમનસીબ અને દુઃખદ છે.
- આફતાબ શિવદાસાની (અભિનેતા)
* ભગવાન જસપાસ સાહેબના આત્માને શાંતિ આપે. તેમણે તેમના વ્યંગ મારફતે સામાન્ય પ્રજાના પ્રશ્નો પર પ્રકાશ પાડયો હતો.
- દિવ્યા દત્તા (અભિનેત્રી)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved