Last Update : 26-October-2012, Friday

 

બનાવટી કંપનીઓ દ્વારા રોકાણના આક્ષેપો વચ્ચે
ગડકરી સામે આઇટી અને કોર્પોરેટ અફેર્સની તપાસનો ગાળિયો

પૂર્તિમાં રોકાણ કરતી કંપનીઓનાં નાણાંના સ્ત્રોત શોધાશેઃ આઇટી

(પી.ટી.આઇ.) મુંબઇ, તા. ૨૫
ચોતરફથી ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલાં ભાજપ પ્રમુખ નીતિન ગડકરી હવે ભીંસમાં મુકાયા છે. કંપની બાબતોના વિભાગે તેમની કંપની પૂર્તિ પાવર એન્ડ સુગર લિમિટેડ (પીપીએસએલ) દ્વારા કરવામાં આવેલાં રોકાણોમાં તપાસની શરૃઆત કરી છે તો આવકવેરા વિભાગે પણ તેમની (ગડકરી)ની કંપનીમાં રોકાણ કરનાર વિભિન્ન કંપનીઓના નાણાંના મૂળ સ્ત્રોતને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
પોતાનું નામ નહિ આપવાની શરતે આઇટીના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે 'પૂર્તિમાં રોકાણ કરનારી ૧૮ કંપનીઓ સહિતની કંપનીઓના ભંડોળના સ્ત્રોત શોધી કાઢવામાં આવશે. પ્રથમ દૃષ્ટિએ એમ લાગે છે કે કેટલીક બનાવટી કંપનીઓ (વિભિન્ન નાણાકીય વ્યવહારો સાચવવા માટે બનાવવામાં આવેલી બિનસક્રિય કંપનીઓ કે અન્યરીતે ઉપયોગમાં લઇ શકાય તે માટે માત્ર નામપૂરતી બનાવેલી કંપનીઓ)એ નાણાંનું રોકાણ કર્યું છ. '
આઇટીના સુત્રોએ કહ્યુ હતું કે ટૂંકમાં જ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટેક્સિઝ (સીબીડીટી)ને એક રિપોર્ટ પાઠવવામાં આવશે. અમે આ કંપનીઓને લગતાં દસ્તાવેજો એકત્ર કરવાની પ્રક્રિયા આરંભી દીધી છે. મુંબઇ અને પૂણેના અમારા અધિકારીઓ તપાસમાં કામે લાગ્યા છે. જો જરૃર પડશે તો રોકાણકાર કંપનીઓના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં પણ આવશે. ભાજપ વડાને પણ પૂછપરછ માટે બોલાવી શકાય છે. અગાઉ ગડકરીની કપનીમાં શંકાસ્પદ રોકાણોના આરોપોમાં તપાસનો આરંભ કરી દેવામાં આવ્યો છે કે કેમ તેવા સવાલના જવાબમાં કંપની બાબતોના મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે. મંગળવારે કંપની બાબતોના કેન્દ્રીય પ્રધાન વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ આ કંપની સામેના આરોપોમાં તપાસ કરશે.મીડિયાના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગડકરી ૧૯૯૫થી ૧૯૯૯ દરમિયાન મહારાષ્ટ્રમાં પીડબ્લ્યુડી પ્રધાન હતા ત્યારે તેમણે જે કંપનીને કોન્ટ્રાક્ટ્સ અપાવ્યા હતા તે આઇડિયલ રોડ બિલ્ડર્સ (આઇઆરબી) જૂથ દ્વારા પૂર્તિને મોટાપાયે રોકાણો અને લોનો આપવામાં આવી છે. મીડિયામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રોકાણ કરવા માટે બનાવટી કંપનીઓ ઊભી કરી દેવામાં આવી હતી અને તેમના બનાવટી સરનામા રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને પાઠવવામાં આવ્યા છેસ્ જોકે ગડકરીએ તેમની કંપની સામેના તમામ આરોપોને નકારી કાઢવાનું ચાલુ રાખ્યું છે અને પોતે તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છે તેમ કહે છે. જોકે હવે તેમની કંપની સામે સરકારી તંત્ર તપાસમાં લાગી ગઇ હોવાથી પરિસ્થિતિ મુશ્કેલ બને તેમ છે.

કોંગ્રેસે ગડકરીને ફસાવ્યાઃ સુષમા
(પી.ટી.આઇ.) સુરેન્દ્રનગર
(હિમાચલ પ્રદેશ), તા. ૨૫
નીતિન ગડકરી સામેના આક્ષેપોના મુદે ભાજપ પીછેહઠ કરવાના મૂડમાં હોય તેમ લાગતું નથી. તેનું કહેવું છે કે કોંગ્રેસ પોતે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહી હોવાને કારણે તેણે ગડકરી સામે આરોપો મુક્યા છે.
અહીં ચૂંટણીલક્ષી એક રેલીને સંબોધતાં ભાજપના નેતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે કોંગ્રેસે ભ્રષ્ટાચારના નવા રેકોર્ડ બનાવ્યા છે અને તેના જ પગલે ચીજવસ્તુઓના ભાવમાં વધારો પણ થઇ રહ્યો છે. કેન્દ્રસરકાર પાસે બે જ કામો રહ્યા છે. જેમાં મોંઘવારી વધારીને સામાન્ય લોકોની કમરની સાથે સાથે ભ્રષ્ટાચારનો રેકોર્ડ તોડવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતાઓના મોઢા કાળા થઇ રહ્યા છે ત્યારે તેમણે અમારી છબિ ખરડવાનું પણ નક્કી કર્યું છે. તેના ભાગરૃપે નીતિન ગડકરીને નિશાન બનાવવામાં આવ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved