Last Update : 26-October-2012, Friday

 

નવી ફ્રેન્ચાઇઝી માટે રૃ. ૩૦૦ કરોડની બેઝ પ્રાઇઝ હતી
સન ટીવીએ ૮૫૦ કરોડમાં IPLની હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી ખરીદી

દેવામાં ડુબેલી ડેક્કનનો કોન્ટ્રાક્ટ બીસીસીઆઇએ રદ કરી દીધો હતો

ડેક્કનના ખેલાડીઓ નવી ફ્રેન્ચાઇઝી માટે ઉપલબ્ધ રહેશે

મુંબઇ,તા.૨૫
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હવે ડેક્કનનું સ્થાન સન ટીવીની માલિકીની હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી લેશે. આઇપીએલની નવી ફ્રેન્ચાઇઝી માટેની બીડને દક્ષિણ ભારતના મીડિયા ગુ્રપ સન ટીવીએ ૧૦ વર્ષ માટે કુલ રૃપિયા ૮૫૦.૫૦ કરોડમાં ખરીદી લીધી છે. દેવામાં ડુબેલી ડેક્કન ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓ તેમજ બોર્ડની બાકીની નિકળતી રકમ નિર્ધારિત સમયમાં ન ચુકવતા તેનો કરાર રદ કરી દેવામાં આવ્યો હતો.
ડેક્કનનો કરાર રદ કર્યા બાદ બોર્ડે કાનુની લડાઇ પછી ૧૨ શહેરો માટે નવેસરથી ફ્રેન્ચાઇઝી માટે ટેન્ડર બહાર પાડયું હતુ. જેમાં નવી ટીમની બેઝ પ્રાઇઝ રૃપિયા ૩૦૦ કરોડ રાખવામાં આવી હતી. નવી ટીમ માટે માત્ર બે જ ટેન્ડર આવ્યા હતા, જેમાં સન ટીવી નેટવર્કની બોલી વધુ દસ વર્ષ માટે વાર્ષિક રૃપિયા ૮૫.૦૫ કરોડની હોવાથી તેને માન્ય રાખવામાં આવી હતી. જ્યારે બીસીસીઆઇને નવી ટીમ માટે વાર્ષિક રૃપિયા ૬૯.૦૩ કરોડની ઓફર મુકાનારૃ પીવીપી વેન્ચ્યુઅર ફ્રેન્ચાઇઝી મેળવી શક્યુંનહતુ.
બીસીસીઆઇએ નવી ફ્રેન્ચાઇઝી માટે જાહેર કરેલા ૧૨ શહેરોમાં અમદાવાદ તેમજ રાજકોટનો પણ સમાવેશ થતો હતો. જો કે ગુજરાતને ફ્રેન્ચાઇઝી ના મળતાં ચાહકો નિરાશ થયા હતા.
ડેક્કન ચાર્જર્સ ટીમની પેરેન્ટ કંપની ડીસીએચએલે કાનૂની કાર્યવાહી કરતાં બીસીસીઆઇ ગત મહિને આ અંગેની કાર્યવાહી કરી શક્યુ નહતુ. હવે આઇપીએલમાં સન ટીવી નેટવર્કની માલકીની હૈદરાબાદની ટીમ રમતી જોવા મળશે. બીસીસીઆઇએ એમ પણ કહ્યું હતુ કે, ડેક્કન ચાર્જર્સના બધા ખેલાડીઓ હૈદરાબાદની નવી ફ્રેન્ચાઇઝી માટે ઉપલબ્ધ રહેશે એટલે ડેક્કનના ખેલાડીઓને ખરીદવાનો સૌપ્રથમ અધિકાર નવા ફ્રેન્ચાઇઝને મળશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved