Last Update : 26-October-2012, Friday

 

રિવર્સ સ્ટિંગ ઓપરેશન દ્વારા ન્યૂઝ ચેનલ સામે ચોંકાવનારો આક્ષેપ
કૌભાંડ દબાવવા 'ઝી'એ સો કરોડ માગ્યા ઃ જિંદાલ

ઝી ન્યૂઝે આક્ષેપો નકાર્યા ઃ કોલસા કૌભાંડમાં સંડોવણી જાહેર થતાં ડરી ગયેલા જિંદાલે ૨૫ કરોડની ઓફર કરી હતી જે અમે નકારી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫
કોંગ્રેસ સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદાલે ઝી ન્યૂઝ પર આરોપ મૂક્યો હતો કે કોલ બ્લોક ફાળવણી અંગે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ(જીએસપીએલ) વિરુદ્ધ સ્ટોરી પ્રસારિત કરવા ન બદલ ચેનલ દ્વારા કંપની પાસેથી ૧૦૦ કરોડ રૃપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે ઝી દ્વારા આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે.
છત્તીસગઢના રાયગઢમાં આરટીઆઇ કાર્યકરના પરિવાર દ્વારા નવીન જિંદાલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે જિંદાલ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડના ચેરમેન જિંદાલે જણાવ્યું હતું કે ઝીના એક્ઝિકયૂટિવ દ્વારા ચાર વર્ષ માટે ૨૦ કરોડ રૃપિયાની માંગણી કરવામાં આવી હતી.
તેમણે દાવો કર્યો હતો કે ત્યારબાદ કંપની વિરુદ્ધ સ્ટોરી પ્રસારિત ન કરવા માટે તેઓ દ્વારા ૧૦૦ કરોડ રૃપિયાની માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જિંદાલ પાવર એન્ડ સ્ટીલને હરાજી વગર કોલ બ્લોક ફાળવવામાં આવ્યા હતાં.
જિંદાલના આ આરોપો પછી ઝી ન્યુઝના વડા સુધીર ચૌધરી અને ઝી બિઝનેસના વડા સમીર આહલુવાલિયાએ દાવો કર્યો હતો કે કોલ બ્લોક ફાળવણીમાં તેમની સંડોવણી જાહેર થઇ ગઇ હોવાથી તે ડરી ગયા છે. ઉલ્લેખનીય છે કે નવીન જિંદાલે આ બે અધિકારીઓ પર નાણા માંગવાનો અને જીએસપીએલના અધિકારીઓનેે મળવાનો આરોપ મૂક્યો હતો.
ત્યારબાદ ચૌધરી અને આહલુવાલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જિંદાલ દ્વારા તેમની વિરુદ્ધ જારી કરવામાં આવેલ સીડીને તેઓ સંપૂર્ણપણે નકારી કાઢે છે. અમને બદનામ કરવાના ઇરાદાથી આ કૃત્ય કરવામાં આવ્યું છે.
બંનેએ જણાવ્યું હતું કે કોલગેટ કૌભાંડમાં નેતા અને ઉદ્યોગપતિ તરીકેના જિંદાલના બેવડા ધોરણો જાહેર કરવામાં ઝી ન્યુઝે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કોલગેટમાં કંપનીની સંડોેવણી જાહેર ન કરવા માટે જેએસપીએલની કોર્પોરેટ કોમ્યુનિકેશન ટીમે સમીર આહલુવાલિયાને ૨૫કરોડ રૃપિયાની લાંચની ઓફર કરી હતી. જેનો આહલુવાલિયા દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved