Last Update : 26-October-2012, Friday

 
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા

એક વર્ષના બાળકની હાલત ગંભીર ઃ એક સપ્તાહમાં દર્દીઓ વધી જતા દોડધામ ઃ તાવના ૯૧ કેસ

નડિયાદ, તા. ૨૫
નડિયાદમાં ડેન્ગ્યુની બીમારીએ કહેર મચાવ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુ પોઝીટીવના ૧૨ કેસ જોવા મળ્યા છે. જે પૈકી વર્ષનો એક બાળકની હાલત ગંભીર છે.જોકે, જિલ્લા આરોગ્ય તંત્ર નડિયાદ શહેરમાં ડેન્ગ્યુના કેસ શંકાસ્પદ હોવાનું જણાવી દર્દીઓના સીરમ સેમ્પલ અમદાવાદ બી.જે.મેડિકલ કોેલેજમાં મોકલ્યા હોવાનું જમાવ્યું છે.
નડિયાદની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના ૧૨ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. હાલમાં નવ દર્દીઓને આ દવાખાનામાં દાખલ કરી બોટલો ચઢાવવાની સાથે ઈન્જેકશનો અને ટેબ્લેટો આપી સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે બે દર્દીઓને રજા આપવામાં આવી છે.
આ દર્દીઓમાં નડિયાદ ઉપરાંત આણંદ, ઉમરેઠ, ચકલાસી અને બાલાસિનોરના દર્દીઓનો સમાવેશ થાય છે. આ દર્દીઓને તાવ આવવા સાથે માથાનો દુઃખાવો અને ઉલ્ટીઓ થતી હોવાનું માલુમ પડયું હતુ.ં આથી શહેરની ખાનગી લેબોરેટરી માટે ટેસ્ટ કરાવાતા ડેન્ગ્યુ પોઝીટીવનો રિપોર્ટ આવ્યો હતો.
ડેન્ગ્યુમાં સપડાયેલા દર્દીઓમાં જીયા દિવાન (ચકલાસી, ઉ.વ.૨) દીશી સંતોષભાઈ શાહ (ઉમરેઠ, ઉ.વ.૧૦), મહંમ ઈમરાનભાઈ શેખ (બાલાસિનોર ઉ.વ.૯) ક્રીશ સુભાષભાઈ પ્રજાપતિ (આણંદ, ઉ.વ.૪) તથા વંદન અશ્વિનભાઈ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં વંદનભાઈ નામના બાળકની હાલત ગંભીર હોવાનું ખાનગી હોસ્પિટલના તબીબે જણાવ્યું છે.
ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર નડિયાદ સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં જેન્ગ્યુના શંકાસ્પદ કેસ હોવાનું જણાવે છે. ડેન્ગ્યુને નાથવા ૮ ઉપરાંત દર્દીઓના સરપ સેમ્પલ લઈ બી.જે. મેડિકલ કોલેજમાં તપાસ અર્થે મોકલ્યા છે. શહેરમાં ૨૨ ટીમો ધ્વારા ૨૫૦૦ ઉપરાંત મકાનોની તપાસ કરાઈ છે. જ્યારે ૩૫૪૭ પાત્રોમાં એડિસના પોરા માલુમ પડયા છે. ૭૩ લિટ એબેટ પીવાના પાણી સિવાયના પાત્રોમાં નાંખવામાં આવ્યા છે. ૯૧ જેટલા તાવના કેસ માલુમ પડયા છે. આવી બીમારીને નાથવા મિલ રોડ , કપડવંજ રોડ તથા બારકોશીયા રોડ વગેરે જેવા વિસ્તારોમાં ફોનીગથી મચ્છરોના નાશ કરવામાં આવી રહ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved