Last Update : 26-October-2012, Friday

 

નાણાં લેવા ગયેલા વધુ એક વૃદ્ધ ઠગાયા
મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

વૃદ્ધોને નિશાન બનાવતી ટોળકીની વધુ એક ઠગાઇ ઃ ભેસ્તાનના રહીશને પૂણા ગામના વૃદ્ધનું કાર્ડ પકડાવ્યું હતું

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરતમાં વિવિધ બેન્કના એટીએમમાં વૃદ્ધને મદદ કરવાના બહાને કાર્ડ બદલી નાણાં ઉપાડી લેતી ટોળકીએ અઠવાડિયા અગાઉ પૂણા ગામ આઇમાતા રોડ ઉપર એક વૃદ્ધનો એટીએમ કાર્ડ બદલી રૃ. ૫૫,૮૦૦ ઉપાડી લીધા હતા. ભેસ્તાનમાં બે દિવસ અગાઉ સરકારી કર્મચારીને ઠગનાર ગઠીયાઓએ જ આ વૃદ્ધને છેતર્યા હતા અને તેમનો કાર્ડ ભેસ્તાનના રહીશને પધરાવી પૈસા ઉપાડી લીધા હતા.
સુરતના વિવિધ વિસ્તારોમાં એટીએમનો ઉપયોગ કરતા વૃદ્ધોને મદદ કરવાના બહાને નિશાન બનાવી તેમના કાર્ડ બદલી બાદમાં નાણાં ઉપાડી લેતી ટોળકીનો ભોગ બનનારાની વિગતો પ્રકાશમાં આવી રહી છે. બે દિવસ અગાઉ ભેસ્તાનના સરકારી કર્મચારી અજયકુમાર સીંગને મદદ કરવાના બહાને બે ગઠીયાએ કાર્ડ બદલી રૃ. ૪૦,૦૦૦ ઉપાડી લીધા હતાં. બંને ગઠીયાઓએ અજયકુમારને જેમનું કાર્ડ આપ્યું હતું તે પૂણાગામ રોડના વૃદ્ધ કિશનલાલ ભાર્ગવ સાથે પણ તેમણે ઠગાઇ કરી હતી.
મૂળ રાજસ્થાનના સિકરના મંડાવા ગામના વતની ્ અને હાલ સુરતના પૂણાગામ રોડ કાળા પુલ પાસે સિધ્ધેશ્વર સોસાયટીના પ્લોટ નં. ૩૯માં રહેતા તેમજ નિવૃત્ત જીવન ગાળતા કિશનલાલ નથ્થુરામજી ભાર્ગવ ગત ૧૮મીના રોજ બપોરે બે વાગ્યે પૂણાગામ આઇમાતા રોડ ડીઆર વર્લ્ડની સામે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા.
કિશનલાલે કાર્ડ ઓપરેટ કરવા પ્રયત્ન કર્યો હતો પણ સફળ થયા ન હતા. તે સમયે બંને ગઠીયા મદદના બહાને આવ્યા હતા અને એટીએમ કાર્ડ લઇ તેમજ પાસવર્ડ જાણી તેમણે પણ બે વખત પૈસા કાઢવા કોશિષ કરી હતી પરંતુ પૈસા નીકળ્યા ન હતા. બાદમાં તેમણે કિશનલાલને કાર્ડ આપી દીધો હતો. કિશનલાલે કાર્ડ કે તેના થકી થયેલા ટ્રાન્ઝેકશન અંગે ધ્યાન આપ્યું ન હતું. પરંતુ ભેસ્તાનના રહીશ સાથે ઠગાઇ બાદ પોલીસે તપાસ કરી ત્યારે અજયકુમારને ગઠીયાઓએ પધરાવેલું કાર્ડ કિશનલાલનું હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે કિશનલાલની આ અંગે પૂછપરચ કરી ત્યારે તેમને કાર્ડ બદલાઇ ગયો હોવાની જાણ થઇ હતી. બાદમાં તપાસ કરતા તેમના ખાતામાંથી પણ ગઠીયાઓએ સુરત, વલસાડ અને મુંબઇના એટીએમમાંતી કુલ રૃ. ૫૫,૮૦૦ ઉપાડી લીધા હોવાની વિગતો સાંપડી હતી.
આથી કિશનલાલે પણ ગતરોજ પૂણા પોલીસ મથકમાં બે અજાણ્યા યુવાનો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ કે.વી. ચૂડાસમા કરી રહ્યાં છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved