Last Update : 26-October-2012, Friday

 

જાહેરાત ૨૦૦૬માં, ચૂંટણી ૨૦૧૨માં
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી

જો કે નવા સીમાંકન મુજબ આ પહેલાં લોકસભાની ૨૦૦૯ની અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે

અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણી નવા સીમાંકન મુજબ યોજાશે. આમ તો નવું સીમાંકન છેક ૨૦૦૬માં જાહેર કરાયું હતું પરંતુ ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણી એ સીમાંકન મુજબ થઈ નહોતી. અલબત્ત, ૨૦૦૯ની લોકસભાની અને વિધાનસભાની વિવિધ બેઠકોની પેટાચૂંટણીઓ નવા સીમાંકન મુજબ થઈ હતી. હવે નવા ભૌગોલિક વિસ્તાર અને ઘણાંય નવાં નામ સાથેની ૧૮૨ બેઠકોની ચૂંટણી છ વર્ષ પછી યોજાશે.
વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. પહેલી ૧૯૬૨ની ચૂંટણીમાં ૧૫૪ બેઠક હતી. તે પછીની ૧૯૬૭ની ચૂંટણીમાં ૧૪ બેઠકોના વધારા સાથે ૧૬૮ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. ૧૯૭૨માં પણ એ જ સ્થિતિ જળવાઈ રહી હતી. ૧૯૭૫ પછીની તમામ ચૂંટણીઓ ૧૮૨ બેઠક માટે લડાઈ હતી. જો કે ૧૮૨ના આંકડા સાથે એવો જોગ- સંજોગ ઊભો થયો રહ્યો છે કે વિધાનસભાની સભ્ય સંખ્યા ખંડિત થતી રહી છે, અકબંધ રહી નથી.
ગુજરાતમાં વિધાનસભાની બેઠકોના નામ- નકશા બદલાયાં છે તેની વિગતો રસપ્રદ છે.
કચ્છ જિલ્લામાં અત્યાર સુધી મુન્દ્રાની બેઠક હતી, તે નામ રહ્યું નથી. ગાંધીધામની અનામત બેઠક બની છે. બનાસકાંઠામાં દાંતાની બેઠક પણ સામાન્યમાંથી અનામત બની ગઈ છે. પાટણ જિલ્લામાં પહેલાં ૬ બેઠકો હતી. વાગડોદ અને સમીનું નામ ભૂંસાયું છે. હવે ચાર બેઠકો રહી છે.
મહેસાણા જિલ્લાની વાત કરીયે તો કડીની બેઠક સામાન્ય હતી તે હવે એસસી માટેની અનામત બેઠક બની છે. મોદી સરકારના હાલના મંત્રી નીતિન પટેલને નવો વિસ્તાર પસંદ કરવાનો વારો આવ્યો છે. સામે જોટાણાની (સેસસી અનામત) બેઠક, બેચરાજીની બેઠકોના નામ લુપ્ત થયાં છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં મેઘરજની બેઠકનું નામ હવે રહેતું નથી અને ભિલોડાની સામાન્ય બેઠક એસટી માટે અનામત બની ગઈ છે.
ગાંધીનગર જિલ્લાની ૪ બેઠકો હતી તે હવે પાંચ થઈ છે. જો કે તે ગાંધીનગરની એક બેઠક ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ એમ બે બેઠક બનવાના કારણે થયું છે.
અમદાવાદ જિલ્લાની અગાઉ ૧૯ બેઠકો હતી, હવે વધીને ૨૧ થઈ છે. વિધાનસભાની બેઠકોની યાદીમાંથી બાવળા (એસ.સી.- અનામત) માંડલ, સરખેજ, શાહપુર, કાલુપુર, રખિયાલ, શહેર કોટડા વગેરે નામો ગાયબ થયાં છે. અમદાવાદ શહેરનું નાક ગણાતી ખાડિયા બેઠકનું નામ બદલાઈને જમાલપુર- ખાડિયા થઈ ગયું છે. સરખેજનો મત વિસ્તાર ખૂબ જ મોટો, ૧૦,૨૫,૩૨૮ જેટલો મોટો મતદારોનો સમૂહ હતો. ભૂતપૂર્વ પ્રધાન અમિત શાહ અહીંથી ભારે બહુમતિથી ચૂંટાતા હતા. આ બેઠક હવે વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા વગેરેમાં બહેંચાઈ ગઈ છે. નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી જેવી નવી બેઠકોના નામ હવે મોંએ ચડાવવા પડશે. શહેરમાં દાણીલીમડા અને અસારવા એસ.સી. માટેની અનામત બેઠક બની છે. પહેલાં અસારવા સામાન્ય બેઠકનો દરજ્જો ધરાવતી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી હળવદ બેઠકનું નામ કમી થયું છે. રાજકોટ જિલ્લામાં ઉપલેટાનું નામ ભૂંસાયું છે. રાજકોટ-૧ અને રાજકોટ-૨ની જગાએ રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ બેઠકો નવા નામે આવી છે.
જામનગર જિલ્લાની બેઠક આઠમાંથી સાત થઈ છે. ભાણવડ, જોડિયાનું નામ કપાયું છે. કાલાવડ સામાન્યમાંથી એસ.સી. અનામત બેઠક બની છે. જામનગરની બેઠક હવે વહેંચાઈને જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ બની છે.
જૂનાગઢ જિલ્લાની સ્થિતિ જોઈએ તો માળિયા નામ દૂર થયું છે. અનામત કેશોદ (એસ.સી.) બેઠક હવે સામાન્ય થઈ છે. અમરેલી જિલ્લાની બેઠકોમાંથી બાબરાનું નામ દૂર થયું છે. ભાવનગર જિલ્લામાં શિહોર, ઘોઘાનાં નામ હવે ભૂતકાળ બન્યાં છે. ભાવનગર નોર્થ અને સાઉથને બદલે પૂર્વ પશ્ચિમ થઈ છે. ભાવનગર ગ્રામ્ય અને ગારિયાધારની બેઠક નવી બની છે.
આદિવાસી બહુલ ઈલાકાઓ દાહોદ, પંચમહાલ જિલ્લાની સ્થિતિ જોઈએ તો દાહોદમાં લીમડી (અનામત), રણધીરપુર (અનામત) બેઠકોનાં નામ હવે યાદીમાં નથી. તો ફતેપુરા અને ગરબાડાના નવાં નામો આવ્યાં છે. પંચમહાલમાં રાજગઢ નામ રદ થયું છે, મોરવાહડફ નામની બેઠક નવી આવી છે.
મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાંથી કઠલાલ અને ચકલાસી, આણંદમાં ભાદરણ, સારસાના નામો લોપાયાં આણંદમાં આંકલાવનું નવું નામ ઉમેરાયું છે.
વડોદરા શહેર- જિલ્લાની વાત કરીએ તો જેતપુરની બેઠક સામાન્યમાંથી એસ.ટી.- અનામત બની છે. બડોદરા સિટીની સામાન્ય બેઠક હવે એસ.સી.- અનામત બની છે. અકોટા, માંજલપુરનાં નામ નવાં છે. વડોદરા- ગ્રામ્યની બેઠક હવે ભૂતકાળ બની છે. કરજણની બેઠક હવે અનામતમાંથી સામાન્ય બની છે.
નર્મદા જિલ્લામાં રાજપીપળાની બેઠકનું નામ ગયું, નવું નાંદોદનું આવ્યું છે. સુરત શહેર- જિલ્લાની બેઠકો ૧૨માંથી ૧૮ થઈ છે. સોનગઢ એસ.ટી. અનામત બેઠક હવે રહી નથી. બારડોલી એસ.ટી.માંથી એસ.સી. અનામત બની છે. કામરેજ એસ.ટી.માંથી સામાન્ય બની છે. વરાછા, કતારગામ, મજૂરા, ઉધના, લિંબાયત, કતારગામ, માંડવી (અનામત) બેઠકો એ નવાં નામ છે. ડાંગ- વાંસદાને બદલે માત્ર ડાંગ નામ રહ્યું છે. નવસારી જિલ્લામાં ગણદેવીની સામાન્ય બેઠક હવે એસ.ટી.- અનામત બેઠક બની છે. અહીં વાંસદાની નવી અનામત બેઠકનું નામ ઉમેરાયું છે. વલસાડ જિલ્લામાંથી મોટાપોંઢાની અનામત બેઠકનું નામ રહ્યું નથી પણ, કપરાડા (અનામત) બેઠક અસ્તિત્વમાં રહેશે.

 

કોંગ્રેસના ક્યા આગેવાનો અને બેઠકોને સીમાંકનની અસર થશે
ભાવનગર-સાઉથ શક્તિસિંહ ગોહિલ
શાહપુર ગ્યાસુદ્દીન શેખ
કાલુપુર ફારૃક શેખ
બાબરા બાવકું ઉંધાડ

બેઠકો
હળવદ જોડિયા શહેર કોટડા
વાગડોદ મેઘરજ લીંબડી
ચકલાસી ભાણવડ સોનગઢ
મોટા પૌંઢા સારસા (એનસીપી)

 

 

ભાજપના કયા આગેવાનો અને બેઠકોને સીમાંકનની અસર થશે
કડી નીતિન પટેલ
અસારવા પ્રદિપસિંહ જાડેજા
રાજકોટ-ર વજુભાઈ વાળા
ઘોઘા પરસોત્તમ સોલંકી
જામનગર વસુબેન ત્રિવેદી
રણધીકપુર જસવંતસિંહ ભાભોર
રાજપીપળા હર્ષદ વસાવા
કાલાવડ આર.સી.ફળદુ

બેઠકો
ઉપલેટા ભાણવડ સિહોર
માળિયા બાવળા માંડલ
સરખેજ રખિયાલ ખાડિયા
જોટાણા સમી રાજગઢ
સંખેડા ચીખલી મુંદરા
ભાવનગર(નોર્થ) વડોદરા(ગ્રામ્ય)

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved